________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
ર૬૩ તો એકલું અમૃત છે બાપુ!
તો અનાદિનો તે આવી પર્યાય દષ્ટિવાળો છે. તેથી શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે....
અહાહા....! શું કીધું? કે પર્યાયદષ્ટિ જીવને શુભાશુભરૂપ મિશ્ર પરિણામ થવાથી તે મનુષ્ય થાય છે. અહા ! પોતાને વર્તમાન પ્રગટ અવસ્થા જેટલો જ માનનારો-અવસ્થાને જ માનનારો-શુભાશુભ મિશ્ર પરિણામથી વ્યવહારે મનુષ્ય થાય છે. અહા! પોતે વ્યક્ત પર્યાયથી ભિન્ન અંદર અવ્યક્ત નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપે હોવા છતાં, નિજસ્વરૂપે પ્રગટ એવા એ પર્યાયી ભગવાન આત્માનું જ્ઞાન નહીં હોતાં તે મનુષ્ય થાય છે.
અહા! અહીં જ્ઞાનથી (આત્મજ્ઞાનથી) વાત ઉપાડી છે. તો કહે છે કે નિજ નિત્યાનંદસ્વરૂપ આત્માના જ્ઞાન વિના, એકાંત પર્યાયસ્વભાવવાળો અર્થાત્ વર્તમાન પર્યાયના ભાવને જ માનનારો જીવ શુભાશુભ પરિણામરૂપ મિશ્ર ભાવથી વ્યવહારે મનુષ્ય થાય છે. અહાહા..! નિશ્ચયથી તો એ અંદર જેવો છે તેવો જ નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ છે, પણ પર્યાયદષ્ટિ હોતાં, તે આવા ભાવથી વ્યવહારે મનુષ્ય થાય છે.
જ્યારે દ્રવ્યદૃષ્ટિ પુરુષ (આત્મા) મનુષ્યાદિ થાય જ નહિ. એ તો નિર્મળ-નિર્મળ પર્યાય પ્રગટ કરી સિદ્ધ થઈ જાય છે. આવી વાત છે.
અહા! આ વ્યંજનપર્યાયની વાત કરવી છે ને? તેથી કહે છે કે આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, એનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે. મનુષ્યાકાર એટલે અંદર આત્માનો પ્રગટ આકાર હો, આ શરીરાકાર નહિ. તો, તે મનુષ્યપર્યાય છે. તેવી રીતે,
કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-આકાર તે નારકપર્યાય છે...' અહા ! અશુભ ભાવથી–તીવ્ર કષાયથી-વ્યવહારે આત્મા નારક થાય છે. અહા! નિશ્ચયથી તે નારક થઈ ગયો છે એમ નથી, કેમકે તે (આત્મા) નરકગતિથી તન્મય નથી; તે તો સ્વરૂપથી અંદર નિત્યાનંદજ્ઞાનાનંદસ્વરૂપ જ છે. ભલે પર્યાયમાં નરકગતિ હો, તોપણ તેનાથી ત્રિકાળી ધ્રુવદ્રવ્ય તન્મય નથી, ભિન્ન છે. અને તેના ભાવ વિના તે વ્યવહારે નારક થાય છે, અને તેનો નારક-આકાર તે નારકપર્યાય છે. સમજાય છે કાંઈ...?
“કિંચિતશુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે...' લ્યો, માયાના પરિણામથી પશુ-એકેન્દ્રિયાદિમાં જન્મે છે, ને તેનો આકાર તે તિર્યંચપર્યાય છે.
“અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.” પુણના પરિણામથી તે વ્યવહારે દેવ થાય છે, અને તેનો આકાર તે દેવપર્યાય છે.
આ વ્યંજનપર્યાય છે.' અહા ! આત્માના બાહ્ય-પ્રગટ આકારની જે અવસ્થા છે, દ્રવ્યની બહારથી જે આકૃતિ છે તે વ્યંજનપર્યાય છે.
આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.' બીજે ઠેકાણેથી વિસ્તાર જોઈ લેવો. અહા ! આ વ્યંજનપર્યાય ત્રિકાળ દ્રવ્ય-ગુણમાં છે નહિ એમ અહીં કહેવું છે. અહા ! આ શરીર તો એમાં નથી, પણ આવી વ્યંજનપર્યાય પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયમાં નથી, અને એટલા માટે જ અહીં આ વ્યંજનપર્યાયનું વર્ણન છે. (તો, વસ્તુસ્વરૂપને યથાર્થ જાણી નિજસ્વરૂપમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com