________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ર
| નિયમસાર પ્રવચન જે પ્રગટ આકાર દેખાય છે તેને વ્યજંનપર્યાય કહે છે. શું કીધું? જેમ આખું પટ આમ દેખાય છે ને? તેમ આત્માનો શરીર પ્રમાણે જે આ આકાર છે તે આમ દેખાય છે-એમ કહે છે. વળી, અહીંયાં એને (આકારને) ચક્ષુગોચર કીધો છે. અહા! આત્માની આ વિભાવભંજનપર્યાયને ચક્ષુગોચર કહી છે. કેમકે આમ આકાર દેખાય છે ને? તેથી તેને ચક્ષુગોચર કહ્યો છે. જો કે તે આકાર તો અરૂપી છે, પણ એનો આકાર આવો છે-એકેન્દ્રિયનો આવો આકાર છે, બે ઇન્દ્રિયનો આવો આકાર છે (અંદર આત્માના પ્રદેશોનો આકાર હોં)-એમ દેખાય છે ને? તેથી એને ચક્ષુગોચર કહેવામાં આવેલ છે.
અથવા, સાદિ-શાંત મૂર્તિ વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી (પ્રગટ થાય છે.) '
-આ શરીરના આકારની વાત કરે છે. તો, શરીર નવું થાય છે, ને તેનો અંત આવે છે. તેથી તેનો આકાર સાદિ-શાંત છે. વળી તે મૂર્ત છે. આત્મા અરૂપી છે, જ્યારે આ શરીર મૂર્તિ છે. વળી તેનો વિજાતીયવિભાવસ્વભાવ છે. અહા ! આત્માની ચૈતન્ય જાતિ છે, જ્યારે આત્માથી શરીર વિજાત એટલે બીજી જાત છે. શરીર જડની જાત છે. વળી તે વિભાવ છે, કેમકે આ શરીર કાંઈ એક પરમાણુ નથી, પણ તે તો ઘણા રજકણોનો રચાયેલો આકાર છે. આ પ્રમાણે શરીરનો આકાર સાદિ-સાત છે, મૂર્ત છે, વિજાતીય એવો જડ છે, ને વિભાવસ્વભાવ છે. વળી, તે દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો છે. આ શરીરરૂપી મહેલ નવો રચાય, દેખાય ને જોતજોતામાં તેનો નાશ થાય-રાખ થઈ જાય. અહા ! સ્મશાનમાં તેની રાખ થાશે, ને પછી આમ ફૂ થઈને ઉડી જશે. ભાઈ ! આ શરીર તો જડ માટીનું ઢીંગલું છે બાપુ! એ કાંઈ તારી ચીજ નથી. એ કાંઈ તારામાં થઈ નથી, તારે માટે થઈ નથી. એ તો એને માટે એનામાં એની થઈ છે. અને કાળક્રમે સ્વયં જ નાશ પામે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-“પર્યાયી આત્માના જ્ઞાન વિના...'
અહા તીર્થકર કેવળજ્ઞાની પરમાત્માના મુખમાંથી જ્યારે આ બધી વાત નીકળતી હશે ને ગણધરો અગાધ દરિયા જેવાં શાસ્ત્રોની રચના કરતા હશે (તે પ્રસંગ કેવો હશે?) તો, અગાધ દરિયારૂપી શાસ્ત્રોમાં ઊંડા ઊતરતા જે આત્મા હાથ લાગે છે તે કેવો છે તેની વાત અહીં કહે છે.
અહા! શું કહે છે? પર્યાયી એવું ત્રિકાળી દ્રવ્ય તે આત્મા છે, પર્યાય તે આત્મા નહિ. પર્યાયી અર્થાત્ પર્યાયને ધરનારું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે આત્મા છે. તો, એવા આત્માના જ્ઞાન વિના, અહા ! પોતે કોણ છે એની ખબરું વિના, કહે છે, “આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે.' એટલે ? કે નિજ ત્રિકાળી દ્રવ્યસ્વભાવના ભાન વિના, એ અજ્ઞાની એકલી પર્યાયને જ આત્મા માને છે. અહા ! આવો એ પર્યાયમૂઢ પર્યાયદષ્ટિ રહે છે.
અહા ! પદ્મપ્રભમલધારિદેવ દિગંબર મુનિ હતા. તેમણે આ ટીકા રચી છે. અહા ! આ ટીકા તો જુઓ, કેવી અલૌકિક ટીકા કરી છે! અમૃતની ધારા વરસી છે! અરે ! પણ પરમ સત્ય એવા પરમાર્થને જુએ નહિ ને જ્યાં ત્યાં ગોથાં ખાય છે! શું થાય? અહીં તો આ સ્પષ્ટ કહે છે કે પર્યાયીના-પર્યાય નહિ હીં પણ ત્રિકાળી જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્માના-ભાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે, અર્થાત તે એક સમયની અવસ્થાની દષ્ટિવાળો પર્યાયમૂઢ હોય છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com