________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૬૧ પ્રશ્ન: કેવળજ્ઞાન તો ગુણ છે ને?
સમાધાન: ના, એ પર્યાય છે. અહીં ચોખ્ખી વાત તો છે કે-કેવળજ્ઞાન (કાર્યશુદ્ધપર્યાય ) ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ છે. હવે આમાં તે ગુણ છે એવું ક્યાં આવ્યું? ભાઈ, ગુણ તો પારિણામિકભાવે છે, જ્યારે આ કેવળજ્ઞાન તો ક્ષાયિકભાવે છે. માટે કેવળજ્ઞાન આદિ કાર્યશુદ્ધપર્યાય છે. જુઓ, ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ’–એમ ચોખ્ખા શબ્દો છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન: તત્ત્વાર્થસૂત્રમાં તેને ગુણ કહ્યો છે?
સમાધાનઃ એ તો કેવળજ્ઞાન થતાં અવગુણ ટળ્યા છે એ અપેક્ષાએ એને ગુણ કહ્યો છે. બાકી અવગુણ પણ પર્યાય છે, ને કેવળજ્ઞાન પણ પર્યાય છે. શું થાય? કેવળજ્ઞાનને ઘણી જગાએ ગુણ કહ્યો છે. અહીં (૯મી ગાથામાં) પણ ન આવ્યું કે-“કેવળજ્ઞાનાદિ ગુણો ને મતિજ્ઞાનાદિ ગુણો...' તો ત્યાં કેવળજ્ઞાનાદિને સ્વભાવગુણ કહ્યા, મતિજ્ઞાનાદિને વિભાવગુણ કહ્યા, ને વ્યંજનપર્યાયને પર્યાય કહી છે. પરંતુ અપેક્ષા જાણવી જોઈએ ને?
વળી કહે છે-“અથવા, પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી, છ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે).'
પહેલાં ૧૪મી ગાથામાં પણ આવી ગયું ને? કે અનંતગુણ હાનિ-વૃદ્ધિ આદિરૂપ જે આગમગમ્ય અગુરુલઘુગુણની પર્યાય છે તેને શુદ્ધપર્યાય કહેવી. તો, અહીં પણ એ જ કહે છે કે જેમ કેવળજ્ઞાનાદિ પર્યાયને કાર્યશુદ્ધપર્યાય કહે છે તેમ અગુરુલઘુગુણની પર્યાયને પણ કાર્યશુદ્ધપર્યાય કહેવી. અહા! “છ દ્રવ્યોને સાધારણ...' એટલે કે આ અગુસ્લઘુગુણની પર્યાય છયે દ્રવ્યોને હોય છે. તે પરમાણુ હોય છે, જીવને હોય છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળદ્રવ્યને પણ તે હોય છે.
તો, કહે છે-“(એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા.'
આ રીતે કારણશુદ્ધપર્યાય ને કાર્યશુદ્ધપર્યાયની વાત કરી. જુઓ, અંદર પાઠ જ છે કે “ઉત્ત: સમસત: શુદ્ધપર્યાય વિરુત્વ:' ભાઈ, આ પર્યાયને કોઈ એકલા ભેદ તરીકે જ લે તો તેમ નથી, કેમકે અહીં તો સ્વભાવપર્યાયના ભેદ કહ્યા છે, પરંતુ ભેદના ભેદ કહ્યા છે એમ નથી.
એ રીતે સ્વભાવપર્યાયના ભેદ-કારણશુદ્ધપર્યાય, કાર્યશુદ્ધપર્યાય ને આ એક અગુસ્લઘુગુણની અર્થપર્યાય કે જે શુદ્ધપર્યાયના ભેદ છે તેને-ટૂંકામાં કહ્યા. હવે, મૂળ પાઠની પહેલી પંક્તિમાં જે છે તેની વાત કહે છે. પાઠમાં છે ને કે-“MUTRયતિરિયસુરી નાયા તે વિભાવનિરિ ભગવા' તો, નર-નારકાદિ પર્યાયની વાત કહે છે.
હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે.'
બીજી પંક્તિમાં માલ હતો, એટલે એની પહેલાં વાત કરી. ને હવે પહેલી પંક્તિમાંની વિભાવભંજનપર્યાયની વાત કરે છે.
જેનાથી વ્યક્ત થાય-પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ત્ર વગેરેની ) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે).'
જેમ આખું પટ આમ બહાર દેખાય છે તેમ આત્માનો શરીર પ્રમાણેનો જે આકાર દેખાય છે તે વિભાવભંજનપર્યાય છે. અહા! આ શરીર તો જુદું છે હોં. પણ આત્માનો શરીર પ્રમાણ બહારમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com