________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૫૯ પણ અનંત છે ને વિશેષ ગુણો પણ અનંત છે. શું કીધું? વસ્તુમાં અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ આદિ ગુણો છે કે જે બીજાં બધાં દ્રવ્યોમાં પણ છે, ને એવા (સામાન્ય) ગુણો આત્મામાં અનંત છે. અને જ્ઞાન, દર્શન, આનંદ આદિ વિશેષ ગુણો કે જે બીજાં દ્રવ્યોમાં નથી એવા વિશેષ ગુણો પણ આત્મામાં અનંત છે.
અહા એ (આત્મા) તો મોટો દરિયો છે. અરૂપી હોવા છતાં ભગવાન આત્મા અનંત સ્વભાવનો મહાસાગર છે. અહા ! એને ક્ષેત્રની મોટપની ક્યાં જરૂર છે? આ નિગોદના જીવ જ લો ને? એક અંગુલીના અસંખ્યમા ભાગમાં-ક્ષેત્ર બહુ નાનું છે છતાં તેમાં-અનંત જીવ છે. સક્કરકંદ, લસણ, લીલફૂગ, સરણ કંદ ને બિલાડીના ટોપ વગેરે છે ને ? ને અનંતકાય છે. અહા ! એની એક કટકીમાં અસંખ્ય તો ઔદારિક શરીર છે. અને તે એક-એક શરીરમાં, ક્ષેત્ર આટલું નાનું હોવા છતાં, અનંત જીવ છે. ગજબ ચીજ છે ભાઈ ! તો, તે એક-એક જીવમાં અનંત-અનંત સામાન્ય ને વિશેષ ગુણો છે. અહા ! આ ક્ષેત્રની મહત્તાની વાત નથી પણ આ એનું સત્વ, એનો સ્વભાવ, એની શક્તિ, એનું સામર્થ્ય આટલું મોટું (અમાપ ) છે એમ વાત છે. ક્ષેત્ર તો અંગુલના અસંખ્યમા ભાગ જેટલું છે. છતાં, તેમાં અસંખ્ય ઔદારિક શરીર છે ને એકેક શરીરમાં સિદ્ધ કરતાં પણ અનંતગુણા જીવ છે, તથા તે એક-એક જીવમાં અનંતા સામાન્ય ને અનંતા વિશેષ ગુણો હોય છે. ઓહો! આવડી મોટી ચીજ! વળી તે દરેક અનંત ગુણની અનંતી કારણપર્યાય હોય છે. અસ્તિ... અસ્તિ....અસ્તિ-એમ અસ્તિત્વ ગુણની કારણપર્યાય છે. એમ અનંત ગુણની અનંતી કારણ પર્યાય હોય છે. હવે આવી વાત બીજે ક્યાં છે બાપુ? એ તો સોગાનીમાં (દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ ભાગ-૧, પત્રોમાં) એક બોલ આવે છે કે-નિગોદમાં જે આવા જીવ કહ્યા છે તે બધા આપણને પ્રત્યક્ષ થશે. અત્યારે આપણે પરોક્ષ રીતે માનીએ છીએ. આવું આવે છે. બહુ સારું લખ્યું છે. [ પત્ર નં. ૩૬: “કેવલીગમ્ય આ (નિગોદની) અનંતતા સાધકના અનુમાનગણ્ય જ્ઞાનમાં પ્રત્યક્ષવતું હોય છે. નિષ્કપ, ગંભીર, ધ્રુવસ્વભાવના આશ્રયે સહજ ઊંડ-ઊંડે ઊતરતાં-ઊતરતાં આ જ્ઞાન આપણને બધાને પ્રત્યક્ષ થાઓ-એ જ ભાવના.”]
ઓહો! વિશ્વાસનો વિષય કેવડો છે! અને એ વિશ્વાસ પણ કેવડો છે! અહા ! એક નિગોદનો આત્મા , અરે, જેવો સિદ્ધનો આત્મા છે, પરમાર્થ એવો જ આ આત્મા છે, ને એવો જ દ્રવ્ય અપેક્ષાએ નિગોદનો આત્મા છે. આત્મસિદ્ધિમાં આવે છે ને કે
સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.” (ગા. ૧૩૫) અને યોગીન્દ્રદેવના યોગસારમાં પણ છે કે –
સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ,...” (દો. ૯૯ ) તો, સમભાવ એટલે શું? કે વીતરાગભાવે-મધ્યસ્થભાવે જ્ઞાનસ્વભાવવાળા ને અનંતગુણના સ્વભાવવાળા એ અનંત જીવો છે એક જાણવું તે સમભાવ છે. અને ત્યારે તેણે અનંત જીવોને યથાર્થ જાણ્યા એમ કહેવાય છે. લ્યો, આ સમભાવ. ભાઈ, દુનિયા સાથે આનો મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય.
અહીં કહે છે-આવી કારણશુદ્ધપર્યાયમાંથી આવી અનંત ચતુષ્ટયમય કાર્યશુદ્ધપર્યાય પ્રગટ થાય છે. તથા,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com