________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૨૫૮
એકલી પૂર્ણ સુખપર્યાય ને એકલી પૂર્ણ વીર્યપર્યાય-એમ ફળરૂપ આ કાર્યચતુષ્ટય ભગવાનને પ્રગટયાં છે. અહાહા...! મોક્ષમાર્ગનું આવું અંતિમ કાર્ય ફળ્યું એમ કહે છે. જેમ આંબે ફળ-કેરી પાકે ને? તેમ મોક્ષમાર્ગના કારણે દશામાં આ પૂર્ણ કાર્ય ફળ્યું છે. અહો! આત્માની દશામાં આવું કોઈ અપૂર્વ અચિત્ત્વ ફળ આવ્યું છે એમ કહે છે. ભાઈ, આ નવી અપૂર્વ દશા થઈ છે હોં. એ કાર્યશુદ્ધપર્યાય છે, પણ એ ગુણ
નથી.
તો, કહે છે-એ ‘અનંતચતુષ્ટયની સાથેની ( –અનંતચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી ) જે ૫૨મોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ કાર્યશુદ્ધપર્યાય છે.'
.
અહા ! જુઓ, પહેલાં જે કારણશુદ્ધપર્યાય કહી એ તો પારિણામિકભાવે છે, જ્યારે આ કાર્યશુદ્ધપર્યાય છે તે ક્ષાયિકભાવે છે.-આમ બેમાં ફેર છે. આત્મા (ધ્રુવ દ્રવ્ય ) તે પારિણામિકભાવે છે, તેનાં જ્ઞાન-દર્શન આદિ જે ગુણ છે તેય પારિણામિકભાવે છે, તથા જે કારણશુદ્ધપર્યાય છે તે પણ પારિણામિકભાવે છે. જ્યારે કેવળજ્ઞાનાદિ શુદ્ધ કાર્ય પ્રગટયું તે ક્ષાયિકભાવે છે, કેમકે તે નવી દશા થઈ છે. વળી, તે ૫૨મોત્કૃષ્ટ = પરમ + ઉત્કૃષ્ટ, અર્થાત્ જેનાથી ઊંચું કાંઈ નથી તેવી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ દશા
છે.
અહાહા...! કહે છે-‘ ૫૨મોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ કાર્યશુદ્ધપર્યાય છે.' જુઓ, અહીં એ કાર્યશુદ્ધપર્યાયને ક્ષાયિકભાવ કહેલ છે, ને તેને ‘ક્ષાયિભાવની શુદ્ધપરિણતિ' પણ કહે છે. લ્યો, આમ અહીં ચોખ્ખા શબ્દો છે કે કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય પર્યાય છે, ગુણ નહિ. ભાઈ, આ મોક્ષમાર્ગનો અધિકાર છે ને ? કેમકે નિયમસાર એટલે મોક્ષમાર્ગ. તો, મોક્ષમાર્ગ ને એનું જે ફળ આવ્યું તે કેવળજ્ઞાનાદિ વ્યક્ત પર્યાય છે એમ કહે છે. અહાહા...! નિજ ત્રિકાળી સ્વરૂપની દષ્ટિ, જ્ઞાન ને રમણતા-એવાં જે શુદ્ધ રત્નત્રય એ પ્રગટ અવસ્થા નામ પર્યાય છે જેને નિયમસાર અથવા મોક્ષનો માર્ગ કહે છે, અને તેના ફળરૂપે જે અનંતચતુષ્ટય ફળ્યાં છે તેને અહીં કાર્યશુદ્ધપર્યાય કહે છે. કેમકે એ કાર્ય નવું આવ્યું ને? તો, જેનો આશ્રય લીધો હતો તે કારણશુદ્ધપર્યાય છે, જ્યારે આ (અનંતચતુષ્ટય) કાર્યશુદ્ધપર્યાય છે. તથા કારણશુદ્ધપર્યાય પારિણામિકભાવે છે, ને આ (કાર્યશુદ્ધપર્યાય ) ક્ષાયિકભાવે છે.
જુઓ, નીચે ફૂટનોટમાં છે કે
‘સહજજ્ઞાનાદિ સ્વભાવ-અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયયુક્ત કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે.’
શું કીધું? કે ધ્રુવમાંથી–સામાન્યમાંથી કેવળજ્ઞાનાદિ કાર્યનું પરિણમન આવે છે. તે પરિણમે છે એમ બતાવવું છે ને? માટે, એમ કહ્યું છે. તો, કહે છે-અનંતચતુષ્ટયયુક્ત અર્થાત્ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ ને અનંતવીર્ય સહિત કાર્યશુદ્ધપર્યાય કારણશુદ્ધપર્યાયમાંથી પ્રગટે છે. મોક્ષમાર્ગથી કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે એમ નથી લીધું, પરંતુ એ જે પંચમભાવપરિણતિ એવી ત્રિકાળી ધ્રુવ કારણશુદ્ધપર્યાય છે, અહા ! એની (ધ્રુવની ) જે એકરૂપ ત્રિકાળ સપાટી છે-એમાં દ્રવ્ય-ગુણ ભેગા આવી ગયા હોં–એમાંથી આ કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે એમ કહે છે. ભારે અધિકાર ભાઈ !
‘અનંતચતુષ્ટયયુક્ત કાર્યશુદ્ધપર્યાય ’–એમ કહીને અહીં આ ચારની તો મુખ્યપણે વાત કરી છે હોં, બાકી ખરેખર તો ત્યારે અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટે છે; કેમકે આત્મામાં સામાન્ય ગુણો Please inform us of any errors on rajesh@AtmaDharma.com