________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૫૭ એ ક્યાં છે? એમ વસ્તુની સ્થિતિ જે અંતરમાં પકડે (જાણે) તેની એ વસ્તુ છે. બીજાને તે ક્યાં છે? અહા ! આવું આ જૈનદર્શન વિશ્વદર્શન છે. પણ બધાય દર્શન વિશ્વદર્શન છે, ને બધામાં એકસરખું તત્ત્વ છે એમ છે નહિ. અહા ! જેમ એક આત્માનું આવું સ્વરૂપ છે તેમ વિશ્વનાં અનંતા આત્માનું આવું જ સ્વરૂપ છે. સમજાણું કાંઈ..?
હવે કાર્યપર્યાયની વાત: અહા ! એ કાર્યપર્યાય કારણ પર્યાયમાંથી આવે છે હોં. આ ભગવાન અરિહંત પરમાત્માને અને સિદ્ધને જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ પ્રગટયાં છે તે કાર્યપર્યાય છે; અને તે અંદર ગુણની કારણપર્યાય છે તેમાંથી પ્રગટી છે. કારણમાં એકાગ્ર થતાં કાર્ય પ્રગટ થાય છે. અહા ! કેવળજ્ઞાન પણ પર્યાય છે. જુઓ, અહીં તે પર્યાયને કાર્યશુદ્ધપર્યાય કહી છે. કેમકે પ્રગટ થાય એ પર્યાય જ હોય, ગુણ ન હોય. તેમ જ તે કાર્યપણે નવી પ્રગટ થઈ છે ને? તો તેને કાર્યશુદ્ધપર્યાય કહે છે. અરે! દ્રવ્ય શું? ગુણ શું? કારણપર્યાય શું? કાર્યપર્યાય શું? હવે એની કાંઈ જ ખબર ન મળે તે ક્યાં જાય ? ક્યાં એકાગ્ર થાય? ને ક્યાંથી તે પાછો વળે ?
અહા ! એ કેવળજ્ઞાનાદિ શું છે? કે તે કાર્યશુદ્ધપર્યાય છે. છે ને અંદર? કે “સાદિ-અનંત, અમૂર્તિ, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી....
અહા! “સાદિ-અનંત...' , જુઓ, કારણશુદ્ધપર્યાય જે કહી તે અનાદિ-અનંત છે. અહા ! દ્રવ્ય, તેના ગુણો ને તેની કારણશુદ્ધપર્યાય અનાદિ-અનંત છે, જ્યારે આ કેવળદર્શન, કેવળજ્ઞાન ને સિદ્ધપદ-એ બધી પર્યાયો સાદિ છે. તે બધી પર્યાયો નવી થાય છે ને? માટે આદિ સહિત છે ને તેથી તે સાદિ છે. આ રીતે તે કેવળજ્ઞાનાદિ પર્યાયો અનાદિની નથી. અહા ! દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય અનાદિ-અનંત છે. તો, તેને આશ્રયે કેવળજ્ઞાન પર્યાયની સાદિ-શરૂઆત થાય છે પણ હવે તે અનંત છે, અર્થાત્ હવે તેનો અંત-નાશ થશે નહિ અનંતકાળ કેવળજ્ઞાન એમ ને એમ રહેશે. શ્રીમદે (અપૂર્વ અવસરમાં) કહ્યું છે ને કે
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો..અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.' અહાહા..! કેવળજ્ઞાનમાં અનંત સમાધિ, શાન્તિ છે, અને તે અનંતકાળ રહેશે. તો, એ કેવળજ્ઞાન સાદિ-અનંત છે, અને અમૂર્ત-અરૂપી છે, સ્પર્ધાદિ રહિત છે.
વળી, “અતીન્દ્રિયસ્વભાવવાળા...' , જોયું? એ અતીન્દ્રિયસ્વભાવવાળા નયનો વિષય છે. અહીં નયના વિષયને જ નય કહેલ છે. પાછું જોયું? “શુદ્ધસદભૂતવ્યવહારથી'-એમ કહ્યું છે. કારણ કે કેવળજ્ઞાનની પર્યાય શુદ્ધ છે, તે પોતાનો અંશ છે, ને તે ભેદ છે, માટે તેને શુદ્ધસદભૂતવ્યવહાર કહેવામાં આવેલ છે. અહા ! કેવળજ્ઞાનની દશા શુદ્ધ છે, માટે શુદ્ધ, પોતામાં છે માટે સદ્દભૂત, ને અંશ-ભેદ છે માટે વ્યવહાર છે. અર્થાત્ ત્રિકાળીમાં, એ કેવળજ્ઞાનનો અંશ ભેદરૂપ વ્યવહાર છે.
તો, એવા શુદ્ધસભૂતવ્યવહારથી “કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળશક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની (અનંત ચતુય સાથે તન્મયપણે રહેલી)..'
અહાહા...ભગવાનને કેવળજ્ઞાન, કેવળદર્શન સાથે કેવળસુખ અર્થાત્ અનંતસુખ-અનંતઆનંદ, એકલો આનંદ પ્રગટયો છે. અને તે કેવળશક્તિ અર્થાત્ એકલું વીર્ય, પૂર્ણ અનંતબળની દશા સહિત ફળરૂપ છે. અહાહા....! એકલી પૂર્ણ જ્ઞાનપર્યાય, એકલી પૂર્ણ દર્શનપર્યાય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com