________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
૨૫૬
સમ્યગ્દર્શન થાય.
અહા ! વસ્તુ, દ્રવ્યરૂપ સામાન્ય છે, તેના ગુણ સદશ સામાન્ય છે, અને તેની આ કારણશુદ્ધપર્યાય પણ સામાન્ય જ છે. ભલે તે કારણશુદ્ધપર્યાય દ્રવ્યની અપેક્ષાએ ભેદરૂપ હો, તોપણ તે ઉ૫૨-ઉ૫૨ની પર્યાય નથી, પણ દ્રવ્ય-ગુણ સાથે ત્રિકાળ અભેદ જ છે. માટે, નિમિત્તની દૃષ્ટિ છોડી દઈને, રાગનીવ્યવહારના વિકલ્પની-ષ્ટિ છોડી દઈને, તેમ જ એક સમયની પ્રગટ પર્યાયની દષ્ટિ છોડી દઈને એ ત્રણેયના (ધ્રુવ દ્રવ્ય, ગુણ ને કારણશુદ્ધપર્યાય) ઉ૫૨ અભેદ ષ્ટિ થવી જોઈએ. કેમકે વસ્તુનું પૂર્ણરૂપ જ આ છે. બાકી આ સિવાય ઉત્પાદ-વ્યયની પર્યાય પ્રમાણના વિષયમાં જાય છે.
જુઓ, સમયસા૨ની ૪૯મી ગાથામાં તેને (ધ્રુવને ) અવ્યક્ત કહેલ છે. અહા! એ સમયસારની ૪૯મી ગાથા છે ને? એમાં ધ્રુવને અવ્યક્ત કહેલ છે, ને પર્યાયને વ્યક્ત કરેલ છે. તો ત્યાં આ ઉત્પાદવ્યયની પર્યાયને વ્યક્ત કહેલ છે. જ્યારે તે સિવાયના આ ત્રણેયને (દ્રવ્ય, ગુણ ને કા૨ણશુદ્ધપર્યાયને ) અવ્યક્ત કહેલ છે. અહા! જેમ દ્રવ્ય કાયમ સત્ અવિનાશી છે, જેમ તેના ગુણો પણ કાયમ સત્ અવિનાશી છે, તેમ તેની કારણશુદ્ધપર્યાય પણ કાયમ સત્ અવિનાશી ધ્રુવ છે; અને એ ત્રણેય મળીને આખું દ્રવ્ય કહેવામાં આવે છે. તો, એ દ્રવ્યની દૃષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન છે. હવે આવી વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના મારગ સિવાય ક્યાં છે?
અહા! પર્યાયના બે પ્રકારઃ (૧) પ્રગટરૂપ દશા (૨) અવ્યક્તરૂપ દશા. તો, જે પર્યાય-અંશ પ્રગટ છે તે અપેક્ષાએ ત્યાં (સમયસારમાં) ૪૯મી ગાથામાં દ્રવ્યને અવ્યક્ત કહ્યું છે. તેમ છતાં, તેની પોતાની એટલે કે વસ્તુની અપેક્ષાએ તો દ્રવ્ય વ્યક્ત જ છે, પ્રગટ પ્રસિદ્ધ જ છે. અહા! પ્રગટ પર્યાયની અપેક્ષાએ એ દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયને અવ્યક્ત કહેલ છે, તોપણ વસ્તુની દૃષ્ટિએ, વસ્તુને લક્ષમાં લેતાં તો તે (વસ્તુ-દ્રવ્ય ) પ્રસિદ્ધ-વ્યક્ત જ છે.
લ્યો, આમ ચાર બોલ થયા.
(૧) એક તો એ કે પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે (સમયસાર ગા. ૧૧), પણ તેથી તેમાં કારણશુદ્ધપર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે એમ નથી. ત્યાં તો પ્રગટ પર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે. (કારણશુદ્ધપર્યાયને નહિ).
(૨) આ કારણશુદ્ધપર્યાય દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે; પણ પર્યાયાર્થિક નયના વિષયમાં
આવતી નથી.
(૩) દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્રવ્યમાં પર્યાય નથી એમ જે આગળ ૧૯મી ગાથામાં કહ્યું છે તે આ કારણશુદ્ધપર્યાય માટે નથી કહ્યું, પણ એ તો વિભાવવ્યંજનપર્યાયના સંબંધમાં કહ્યું છે.
(૪) ઉત્પાદ-વ્યયની પર્યાય કે પ્રગટ છે તેને જ્યારે વ્યક્ત કીધી છે ત્યારે આ દ્રવ્ય-ગુણ ને કારણશુદ્ધપર્યાયને અવ્યક્ત કહેલ છે. અહા! જેને કારણશુદ્ધપર્યાય કહેવામાં આવી છે તેને (તે પર્યાય હોવા છતાંપણ તેને) પર્યાયની અપેક્ષાએ વ્યક્ત ન કહેવાય. અર્થાત્ મોક્ષમાર્ગની કે કેવળજ્ઞાનની જે બધી ઉત્પાદ–વ્યયવાળી પ્રગટ પર્યાય છે તેની અપેક્ષાએ કારણશુદ્ધપર્યાયને વ્યક્ત ન કહેવાય, પણ તેને અવ્યક્ત કહેવાય. ગજબ વાત છે! લ્યો, અત્યારે આ નવું આવ્યું. પણ એ તો જે હોય તે આવે ને? અહા! કહ્યું છે ને કે– મારે એની તલવાર.' હાથમાં ખાલી પકડી રાખે એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com