________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૫૫ પછી તેનો ટીકાકારે ખુલાસો કર્યો છે કે-પર્યાય રહિત દ્રવ્ય કહ્યું, પણ તે કઈ પર્યાય?-વિભાવભંજનપર્યાય, કેમકે દ્રવ્યાર્થિક નયના વિષયમાં એ પર્યાય આવતી નથી. અહો! દિગંબર સંતોએ તો જૈનદર્શનનું વાસ્તવિક રૂપ સ્વરૂપ બતાવ્યું છે. એવું સ્વરૂપ બીજે ક્યાંય છે નહીં. લોકો મધ્યસ્થતાથી જોતા નથી, ને પક્ષપાતથી જુએ છે એટલે આ બધું બીજા જેવું છે એમ લાગે છે. પણ ભાઈ, વસ્તુસ્થિતિ શું છે, ભગવાને શું કહ્યું છે, અને એની પરંપરાના સંતો શું કહે છે-એ તો જાણવું જોઈએ ને?
-આમ આ બે વાત સ્પષ્ટ-વિશેષ સ્પષ્ટ–કરી.
આ કારણશુદ્ધપર્યાય કે જે ત્રિકાળી ગુણનું પરિણામિકભાવરૂપ વર્તમાન વિશેષ છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, તે પર્યાયાર્થિક નયનો વિષય નથી. શું કીધું? તે પર્યાય હોવા છતાં, ધ્રુવપર્યાય છે, ને પર્યાયાર્થિક નયનો વિષય નથી, પણ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. “શ્રીમદ્ રાજચંદ્ર” માં એક ટુકડો છે કે“પરિણામી પદાર્થ, નિરંતર સ્વીકારપરિણામી હોય તોપણ અવ્યવસ્થિત પરિણામીપણું...” (હાથનોંધ-૧, પૃ૧૭૯) અહા! એમનો ક્ષયોપશમ તો ઘણો ઊંડો હતો; ને પૂર્વે પણ સંતોના સંગમાં હતા એમ કહેવાય છે ને? એટલે અંદર કાંઈક વીતરાગની રીત (સત્યનો પ્રકાર) રહી ગઈ. નહીંતર આ નિયમસાર તો તેમને મળ્યું નહોતું. છતાં, અંદરમાંથી કાંઈક એવો તર્ક ઊઠેલો છે કે જે ત્રિકાળી પદાર્થ છે તેની પર્યાય પણ પદાર્થને સ્વરૂપે-સ્વકારસ્વરૂપે એકરૂપ હોવી જોઈએ. અહા ! ભાષા થોડી છે, પણ એનો ભાવ આવો છે.
અહા! તે (ભગવાન આત્મા) આવો હોવા છતાં, તેની પ્રગટ પર્યાયમાં અવ્યવસ્થિ પરિણામીપણું છે. એટલે કે તેની પર્યાયમાં આ ઉદયભાવ-રાગ-દ્વેષ છે, ઉપશમભાવ છે, ક્ષયોપશમભાવ ને ક્ષાયિકભાવ છે; એકરૂપતા નથી. જેમ દરિયાની સપાટી ઉપર મોજાં હોય છે, તેમ વસ્તુ નામ આત્માનું દ્રવ્ય, ગુણ ને તેની સપાટી નામ કારણશુદ્ધપર્યાયનું-એકરૂપ દળ છે, અને તેના ઉપર મોજાં સમાન આ રાગ-દ્વેષ અને તેના અભાવરૂપની અનેક દશા છે; એટલે કે ઉદયદશા, ઉપશમદશા, ક્ષયોપશમદશા ને ક્ષાયિકદશા છે. એમ આ બધા–ચાર તેની ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયના ભંગ છે, અને તેથી તે પર્યાયાર્થિક નયનો વિષય છે. ભાઈ, ચાહે ક્ષાયિકભાવ-કેવળજ્ઞાન હોય તોય એ પર્યાયાર્થિક નયનો વિષય છે; જ્યારે આ કારણશુદ્ધપર્યાય છે તે દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
અહા! કાયમી ધ્રુવ ત્રિકાળી–વસ્તુને જે નય લક્ષમાં લે તેને દ્રવ્યાર્થિક નય કહે છે. દ્રવ્ય+અર્થ+નય દ્રવ્ય જેનું પ્રયોજન છે, અહા ! મૂળ વસ્તુ જેનું પ્રયોજન છે તે નયને–તેવા જ્ઞાનનેદ્રવ્યાર્થિક નય કહે છે. શું કીધું? કે દ્રવ્ય જેનું પ્રયોજન છે એવો નય-જ્ઞાનનો અંશ-તે દ્રવ્યાર્થિક નય છે. તેથી, ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ, તેનો ગુણ ને આ કારણશુદ્ધપર્યાય-એ ત્રણેય દ્રવ્યાર્થિક નયના વિષય છે. અહા ! થોડું ઝીણું આવ્યું છે. (મતલબ કે બરાબર ધ્યાન દઈને સમજવું ) શું થાય? વસ્તુ ઝીણી છે ને? વિષય ઝીણો છે, તેથી તે બરાબર સ્પષ્ટ થવો જોઈએ. અને તે ઝીણું આવે તો જ સ્પષ્ટ થાય ને? અહા ! આ વિષય આ ઠેકાણે જ છે. બીજે ક્યાંય છે નહિ, ને કદાચ ક્યાંક ગૂઢપણે હશે તો આપણને તે સ્પષ્ટ કાઢતાં આવડે નહિ; પણ અહીં તો એકદમ ખુલ્લો છે, એટલે ઝીણો પડે તોય ધીમે ધીમે કાઢીએ છીએ. (તો સાવધાનીથી સાંભળવું ). અહા! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવું આત્મદ્રવ્ય ભાસ્યું છે, ને એવું જ્યારે એને અંતરમાં ભાસે ત્યારે તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com