________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪
[ નિયમસાર પ્રવચન એ તો બાપુ! તારો ભ્રમ છે; કારણ કે આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ હોઈ શકતાં જ નથી. એવો જ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ..?
અહા ! એવી રીતે આત્મામાં ઉત્પાદત્રયધુવત્વની શક્તિ પણ છે. અને સાથે ઉત્પાદવ્યયધુવત્વની કારણપર્યાય પણ રહેલી છે. અને એમાંથી ઉત્પાદ-વ્યયરૂપી કાર્ય પ્રગટ થાય છે. ગજબ વાત છે હોં !
અહા! એવી રીતે બધી શક્તિ એમાં આવે. અરે, પકારકની શક્તિ પણ એમાં આવે. આત્મામાં કર્તા નામનો ગુણ છે, ને તેની કર્તા નામની ધ્રુવ કારણપર્યાય પણ છે. તો, તેના આશ્રયે કર્તારૂપ કાર્ય પ્રગટ થાય છે. ભારે વાત ભાઈ ! કેટલાક પંડિતો હવે વિરોધ-વાંધા કરે છે. પણ બાપુ! જરા મધ્યસ્થ થઈને સાંભળ તો ખબર પડે કે આ સત્ય છે. ભાઈ ! આ તો તારા હિતની વાત છે. તો, ના ન પાડ પ્રભુ! અહા ! જ્યાં વસ્તુ જ આવી છે, જ્યાં તારા અસ્તિત્વમાં જ આવે છે, ત્યાં હવે તું શું કરીશ? (એમ કે આ માન્યા વિના કોઈ ઉપાય નથી).
તેવી રીતે, આત્મામાં કરણ નામનો ગુણ છે. અને તેમાં તન્મય રહેલી કરણરૂપ કારણપર્યાય પણ છે. માટે, તેના આશ્રયે કરણ-સાધન પ્રગટ થાય છે. અહા ! કોઈ નિમિત્તના આશ્રયે કે વ્યવહારના આશ્રય સાધન પ્રગટ થતું નથી. અર્થાત્ નિમિત્ત છે, રાગ છે, તો સાધન પ્રગટ થાય છે એમ છે જ નહિ. અહો! આ અલૌકિક વાત છે.
-આમ બધા અનંતા ગુણમાં સમજવું. અહા ! આ તો થોડું લખ્યું ઘણું કરીને જાણવું એવી ઊંડપવાળી અજબ વાત છે. અહા ! મીણો ચઢી જાય એવી ચીજ છે! (કર્મોપાધિવર્જિત પર્યાયના આશ્રયે ઉપાધિવર્જિત પર્યાય પ્રગટ કરવાની અપૂર્વ પ્રેરણા આપનાર પરમોપકારી શ્રી સદ્ગુરુદેવનો જય હો..)
હવે, સમયસારમાં પર્યાયાર્થિક નયને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો છે; તેથી કરીને આ કારણશુદ્ધપર્યાયને ગૌણ કરીને અસત્યાર્થ કહી છે એમ નથી. સમયસારની ૧૧મી ને ૧૪મી ગાથામાં આવ્યું છે કે-પર્યાય છે, છતાં વસ્તુ જે ભૂતાર્થ-ત્રિકાળ છે તેની મુખ્યતા કરીને, દષ્ટિનો વિષય દષ્ટિમાંઅનુભવમાં આવે તે હેતુએ, તેની જે વ્યક્ત પર્યાય-ઉત્પાદ-વ્યયવાળી દશા છે તેને ગૌણ કરીને, તે નથીઅસત્યાર્થ છે એમ કહેવામાં આવેલ છે. પણ તેથી કરીને આ કારણશુદ્ધપર્યાયને પણ ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવી છે એમ ન સમજવું. (અર્થાત્ કારણપર્યાય પર્યાયાર્થિક નયનો વિષય નથી).આ એક વાત.
હવે બીજી વાત: આમાં જ, જીવ-અધિકારની છેલ્લી ૧૯મી ગાથામાં આવશે કે દ્રવ્યાર્થિક નયે જીવ પર્યાયથી રહિત છે. પરંતુ એ પર્યાય એટલે આ કારણશુદ્ધપર્યાય નહિ. ત્યાં ટીકાકારે પણ ખુલાસો કર્યો છે કે –જે પર્યાય રહિત દ્રવ્ય અહીં કહ્યું છે તે વિભાવવ્યંજનપર્યાય રહિત દ્રવ્ય કહેવામાં આવ્યું છે. (અર્થાત્ ત્યાં પર્યાય એટલે વિભાવભંજનપર્યાય).
અહા! દ્રવ્યસ્વરૂપ ત્રિકાળ ધ્રુવ છે, ગુણસ્વરૂપ ત્રિકાળ ધ્રુવ છે, ને એની કારણશુદ્ધપર્યાયનું સ્વરૂપ પણ ત્રિકાળ ધ્રુવ છે; અને એ દ્રવ્યાર્થિક નયના વિષયમાં જાય છે, તો આ દ્રવ્યાર્થિક નયના વિષયને રાખીને વિભાવવ્યંજનપર્યાય રહિત દ્રવ્ય છે એમ ૧૯મી ગાથામાં કહેવામાં આવ્યું છે. નહીંતર ત્યાં પાઠ તો એવો છે કે દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય, પર્યાય રહિત છે. અહા ! પાઠ તો એવો છે લ્યો; પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com