________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૫૩ થાય છે.
તેમ આત્મામાં ઈશ્વરતાનો ગુણ છે. અહા ! પોતે જ ઈશ્વર છે. આત્મદ્રવ્ય ઈશ્વર છે, ગુણ ઈશ્વર છે અને તેમાં તન્મય ધ્રુવ કારણપર્યાય પણ ઈશ્વર છે. અહા ! આ અલૌકિક વાત છે. આમાં આચાર્યદેવે કેટલું કહ્યું છે? અહા ! આમાં તો ઘણું કહ્યું છે. ચારેબાજુની વાત જોતાં એમ લાગે છે કે ઘણું કહ્યું પ્રભુ! ઘણું કહ્યું. જેવી વસ્તુ છે તેવી તેની અમાપ વિશાળતા કરી નાખી છે. તો, કહે છે-ભાઈ ! તારી પ્રભુતા ને પરમેશ્વરતા અંદર પડી છે તે પ્રભુ! અહા ! પરમેશ્વરને જે અનંતવીર્ય પ્રગટે છે તે ક્યાંથી પ્રગટે છે? શું બહારમાંથી પ્રગટે છે? ના, એ તો વીર્ય-બળ નામનો અંદર ત્રિકાળી ગુણ છે, ને તેની સાથે તન્મય એની ધ્રુવ કારણપર્યાય છે જેના આશ્રયે અનંતવીર્ય-પરમેશ્વરતા-ઈશ્વરતાપ્રભુતા પ્રગટે છે.
વળી, જેમ જીવત, ચિતિ, દશિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ શક્તિ છે તેમ આત્મામાં સર્વદર્શિત્વશક્તિ પણ છે. અને એના વિશેષરૂપ તેની ધ્રુવ કારણપર્યાય પણ છે. તો, તેનાં તળિયાં તપાસતાં, તેમાં અંતર્લીન થતાં પર્યાયરૂપે સર્વદર્શિપણું પ્રગટ થાય છે.
તેમ એક સર્વજ્ઞ ગુણ છે. અહા ! આત્મા દ્રવ્ય-વસ્તુ છે, તેનો એક સર્વજ્ઞ ગુણ છે અને તેની સાથે રહેલી સર્વજ્ઞ ગુણની કારણપર્યાય છે. તો, તેનો આશ્રય કરતાં, તેનું મનન કરીને તેમાં એકાગ્ર થતાં સર્વજ્ઞની પર્યાય પ્રગટ થાય છે. (મનન = એકાગ્રતા )
તેવી રીતે સ્વચ્છતા, પ્રકાશત્વ, અસંકુચિતવિકાસત્ત્વ અને અકાર્યકારણત્વ એ આત્માનો ગુણ છે. શું કીધું? જેમ દ્રવ્ય અકાર્યકારણ છે અને તેમ એનો ગુણ અકાર્યકારણ છે અને તેની કારણ-ધ્રુવપર્યાય પણ અકાર્યકારણ છે. તેથી અકાર્યકારણની પર્યાય ઉત્પન્ન થવામાં બીજું કોઈ કારણ નથી; કારણોતરથી તે થતી નથી, પણ તેની ધ્રુવપર્યાયના આશ્રયે આ અકાર્યકારણપર્યાયનું પ્રગટપણું થાય છે.
પ્રશ્ન: પણ નિમિત્ત હોય તો કાર્ય થાય ને?
સમાધાન: નાએમ નથી હો પ્રભુ ! કેમકે અકાર્યકારણ નામનો આત્મામાં ત્રિકાળી ગુણ છે. અહાહા...! સ્વભાવવાન દ્રવ્યનો એવો જ અકાર્યકારણરૂપ સ્વભાવ છે, અને એવો જ ધ્રુવ ત્રિકાળી પર્યાયનો પણ સ્વભાવ છે, અર્થાત્ અકાર્યકારણ એવી કારણપર્યાય છે. અને તેથી, તેને આશ્રયે-તેની એકાગ્રતાથી પ્રગટ પર્યાય પણ બીજાના કાર્યરહિત ને બીજાના કારણરહિત એવી પ્રગટ થાય છે. અહા ! આ ગજબ વાત છે! આ તો મીણો ચડી જાય (ઉત્સાહ જાગી જાય, વીર્ય ઉછળી જાય) એવી વાત છે.
એમ પરિણમ્યપરિણામકત્વ નામની પોતાની એક શક્તિ-ગુણ છે. અને તેની પણ એક ધ્રુવ કારણ પર્યાય છે. તેના આશ્રયે તેનું કાર્ય આવે છે.
એમ એક ત્યાગ-ઉપાદાનશૂન્યત્વશક્તિ-ગુણ છે. અહા ! પરનો ત્યાગ અને પરનું ગ્રહણ એવું આત્મામાં શૂન્યત્વ છે. અહા ! એવો જ એનો સ્વભાવ નામ ત્રિકાળી ગુણ છે. ને તેની ત્યાગઉપાદાનશૂન્યત્વ નામની કારણપર્યાય પણ છે. અહા ! તેના આશ્રયે જેમાં પરનો ત્યાગ-ગ્રહણ હોતાં નથી એવું કાર્ય પ્રગટ થાય છે. અહા! આવી સૂક્ષ્મ વાત છે. હવે અજ્ઞાની તો, જ્યાં કાંઈક બહારમાં પરનો ત્યાગ થાય ત્યાં હું ત્યાગી થયો એમ માને છે. પણ એવું તારું સ્વરૂપ નથી ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com