________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨
[ નિયમસાર પ્રવચન છે સાંભળને! ભગવાન તો ત્યાં નિમિત્તમાત્ર હોય છે બસ એટલું જ. બાકી તે કાળે ઉપશમ સમકિત કે ક્ષાયિક સમકિતની પર્યાય પણ, અંદર જે ત્રિકાળી શ્રદ્ધા (ગુણ) છે અને એની જે કારણપર્યાય છે તેના આશ્રયે પ્રગટ થાય છે. હવે જ્યારે બીજા ગુણના આશ્રયે પણ સમકિત પ્રગટે નહિ, ત્યાં નિમિત્તના-પરના આશ્રયે તે પ્રગટે એ વાત ક્યાં રહી ? એમ છે જ નહિ.-આ તો ભેદથી આમ કથન કીધું છે હોં. બાકી વસ્તુ (દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય) તો અભેદ છે, ને સમકિતમાં અભેદની જ દષ્ટિ હોય છે. આ તો, અહીં આત્માના અનંત ગુણોમાંથી એક શ્રદ્ધાગુણમાંથી શ્રદ્ધાની પર્યાયનો પ્રવાહ આવે છે એમ કહેવું છે. એવી રીતે દર્શનનો ઉપયોગ પણ દર્શનગુણમાંથી આવે છે, પરમાંથી કે પરના કારણે તે આવે છે એમ છે નહિ. અહા! ત્રિકાળી કારણ નિત્ય વિદ્યમાન છે તેમાંથી તેનું મનન કરતાં એ શ્રદ્ધા ને દર્શનનું કાર્ય આવે છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
તેમ ચારિત્રગુણની જે પર્યાય ત્રિકાળી છે, ચારિત્રગુણની સાથે અંદર તન્મયપણે જે ત્રિકાળી કારણપર્યાય છે તેમાં એકાગ્ર થતાં તેમાંથી ચારિત્રની-વીતરાગતાની પર્યાય બહાર આવે છે. (બહારના વ્યવહારમાંથી–રાગમાંથી નહિ.).
તેવી રીતે, ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ નિત્ય આનંદસ્વરૂપ છે. આનંદ તેનો ત્રિકાળી ગુણસ્વભાવ છે, અને તેની કારણપર્યાય પણ ત્રિકાળ આનંદમય છે. તો, તેનો આશ્રય કરતાં આનંદની પર્યાય પ્રગટ થાય છે, બહાર આવે છે.
તેમ ભગવાન આત્મામાં વીર્યગુણ ત્રિકાળ છે, ને તેની કારણપર્યાય પણ ધ્રુવ ત્રિકાળ છે. તેથી, તેના આશ્રયે વીર્યની–બળની શક્તિ (પર્યાય) પ્રગટ થાય છે. કારણ કે કોઈ ગુણના આશ્રયે કોઈ ગુણ હોતા નથી. ભાઈ, એમ પણ છે ને ? માટે, ગુણ સ્વતંત્ર છે, અને તેની પર્યાય પણ સ્વતંત્ર છે. તેથી, જે ગુણની જે પર્યાય પ્રગટ થાય છે કે, તેના ગુણના આશ્રયે પ્રગટ થાય છે, બીજા ગુણના આશ્રયે નહિ. અર્થાત્ આખા દ્રવ્યનો (અભેદનો) આશ્રય લેતાં ભેગો ગુણનો આશ્રય આવી જાય છે, ને એ રીતે ગુણની પર્યાય બહાર આવે છે. ગજબ વાત છે ભાઈ ! અહો ! આવું જૈનદર્શન અલૌકિક છે. આ દિગંબર દર્શન એ જ જૈનદર્શન છે, અને એ જ વિશ્વદર્શન છે, કેમકે તે વસ્તુદર્શન છે, પરમાર્થ ધર્મદર્શન છે. અહા ! જેને આ (જૈનદર્શન) બેસે તેની મુક્તિ ત્રણ કાળમાં થયા વિના રહે નહિ. આવી વાત છે બાપુ! (તાળીઓ)
એમ આત્મામાં સ્વચ્છત્વ નામનો ગુણ છે, અને તે ગુણની સાથે અંદર સ્વચ્છત્વની કારણશુદ્ધપર્યાય ધ્રુવ ત્રિકાળ રહેલી છે. તેના આશ્રયે સ્વચ્છત્વની પર્યાય પ્રગટ થાય છે. લ્યો, વળી ૪૭ ગુણ યાદ આવ્યા.
એમ અંદર ત્રિકાળી પ્રકાશગુણ છે. અહા ! સ્વસંવેદન દ્વારા આત્મા પ્રત્યક્ષ થાય એવો એનો પ્રકાશગુણ છે, અને તે ગુણની સાથે એવી એની ત્રિકાળી કારણપર્યાય તન્મયપણે રહેલી છે. તો, તેના આશ્રયે, તેમાં એકાગ્ર થતાં આત્મા પ્રત્યક્ષ થાય છે. ભાઈ, અંદર કારણ છે એમાંથી કાર્ય આવે છે; અર્થાત્ કારણના આશ્રયે કાર્ય થાય છે, પરના આશ્રયે નહિ.
તેમ આત્મામાં પ્રભુત્વશક્તિ (ગુણ ) છે. શું કીધું? પરમેશ્વર થવાની આત્મામાં શક્તિ-ગુણ છે. અને તેની સાથે તન્મયપણે પ્રભુત્વનો ત્રિકાળી ધ્રુવ કારણપર્યાય છે. અહા ! દ્રવ્ય પ્રભુત્વ છે, ગુણ પ્રભુત્વ છે, ને તેની કારણપર્યાય પણ પ્રભુત્વ છે. તો, તેના આશ્રયે પ્રભુત્વની પ્રગટ પર્યાય ઉત્પન્ન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com