________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૫૧ અહા! આવું જૈનદર્શન અલૌકિક છે. ને તેમાંય આ દિગંબર દર્શન એ જ સાચું જૈનદર્શન છે. લોકોને આમાં પક્ષપાત જેવું લાગે, પણ ભાઈ ! આવી વાત દિગંબર સંતો-કેવળીના કડાયતી મુનિવરોસિવાય બીજે ક્યાંય છે જ નહિ. પણ તે સાચા ભાવલિંગી દિગંબર મુનિવરો હોં. બાકી એકલા નગ્ન થઈને મુનિ થાય એ કાંઈ સાચા મુનિ નથી.
અહો ! ભાવલિંગી સંતોએ પાતાળ તોડીને વસ્તુના તળની-અંદરની અજબ-ગજબની વાતો કરી છે. ભાઈ ! તારો અંદરમાં આવો (પારિણામિક) ભાવ છે. માટે, ત્યાં દષ્ટિ મૂક તો તને સમ્યગ્દર્શન થશે. કેમકે આ ત્રણેયની (ધ્રુવ, ગુણ ને કારણપર્યાયની) યથાર્થપણાની અંતરપ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે પ્રશંસનીય દર્શન. તો તેને માટે, કહે છે કે, આવી જે યથાર્થ ચીજ છે તેની અંદરમાં એકાગ્રતા કર. બ્ર. શીતલપ્રસાજીએ પણ કહ્યું છે કે-જે પંચમ પારિણામિકભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે, ને કારણશુદ્ધપર્યાયનું મનન તે કાર્યશુદ્ધપર્યાયની ઉત્પત્તિનું સાધન છે.
પ્રશ્નઃ કારણપર્યાયની વાત આ ગ્રંથમાં આવી, પણ બીજામાં ન આવી તેનું શું કારણ?
સમાધાન: જુઓ, આ નિયમસાર એ પર્યાયનો ગ્રંથ છે. નિયમસારનો અર્થ જ મોક્ષમાર્ગ થાય છે. માટે, તેમાં પર્યાયના વાસ્તવિક સ્વરૂપની પૂર્ણતા શું છે એ વાત આવી છે, ને બીજામાં ( વિષય ન હોતાં) તે વાત આવી નથી. પાઠમાં આચાર્યદેવે સ્વયં કહ્યું છે ને કે “મ્યોપાલવિવનિયTMાયા તે સદાવનદ્રિ મળવા'-કર્મોપાધિરહિત પર્યાયોને સ્વાભાવિક પર્યાયો ભગવાને કહી છે. ભાઈ ! એ પર્યાય પણ ભગવાને કહે છે એમ કહ્યું છે. પાઠમાં “ભણિ” શબ્દ છે ને? તો, ભગવાન ત્રણ લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વરે કર્મની ઉપાધિરહિત એવી સ્વભાવપર્યાયના બે પ્રકાર કહ્યા છે, અને તે અહીં કહેવામાં આવે છે એમ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે. ભાઈ, આવી વાત સાંભળવા મળે તે પણ મહાભાગ્ય છે, કેમકે આવી વાત તો કોઈક વખત જ આવે. અહા ! ગણધરો ને સંતો જ્યારે એની વ્યાખ્યા કરતા હશે ત્યારે કવી અલૌકિક વાત કહેતા હશે! અહો! આ અજબ-ગજબની વાત છે.
અહા! આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ છે, ને તેનો જ્ઞાનગુણ પણ ત્રિકાળી ધ્રુવ છે તથા તે જ્ઞાનગુણની કારણપર્યાય પણ ધ્રુવ ત્રિકાળ છે, અને તેના આશ્રયે કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે.
તેમ આત્મા ત્રિકાળી ધ્રુવ છે, ને તેનો દર્શનગુણ પણ ત્રિકાળી ધ્રુવ છે. અહીંયાં દર્શન એટલે શ્રદ્ધા ને દર્શન ઉપયોગ–બેય લીધા છે. અહા ! એ ત્રિકાળી શ્રદ્ધાશક્તિ ને ત્રિકાળી દર્શન-ઉપયોગની કારણશુદ્ધપર્યાય પણ ધ્રુવ ત્રિકાળ છે. શું કીધું? દર્શનગુણની કારણપર્યાય એ ત્રિકાળ ધ્રુવ પર્યાય છે. અહા! ત્રિકાળી શ્રદ્ધાની અંશરૂપ કારણપર્યાય પરિણામિકભાવે છે, અને ત્રિકાળી દર્શન-ઉપયોગની કારણપર્યાય પણ પારિણામિકભાવે છે. માટે, તેમાં એકાગ્ર-લીન થતાં ક્ષાયિક સમકિતની પર્યાય ને કેવળદર્શનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે. અહા ! પરને લઈને તે ઉત્પન્ન થાય છે એમ નથી-એમ વાત છે. સમજાય છે કાંઈ....?
પ્રશ્ન: પણ ક્ષાયિક સમકિત તો ભગવાનની સમીપ થાય છે ને? જુઓ, બધે નિમિત્તની પ્રધાનતા (બોલબાલા) છે. સમાધાન: અરે ભગવાન! તું શું કહે છે આ? એ તો ભગવાનનું ત્યાં સમીપપણું બતાવવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com