________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫O
[ નિયમસાર પ્રવચન ભગવાન ગણધરોએ અને પરંપરાના શ્રતધરોએ કરેલા જ છે. હું તો માત્ર એમાં નિમિત્ત છું. આ કારણપર્યાયનો અર્થ હું જ કરું છું, મેં જ કર્યો છે-એમ તો છે નહિ, કેમકે આ અર્થો તો ગણધરોથી પરંપરાએ સારી રીતે વ્યક્ત કરાયેલા ચાલ્યા આવે છે. તમને નવું લાગે કે આ (કારણપર્યાય ) મેં જ કાઢી છે, તો, કહું છું કે ના, ભાઈ ! એ તો ગણધરોની પરંપરાથી એનો અર્થ આ રીતે જ ચાલ્યો આવે છે; શ્રતધરોએ એના અર્થો આ રીતે જ વર્ણવ્યા છે, અને એ જ અહીં કહીએ છીએ.
-પહેલાં સામાન્ય-વિશેષની વાત આવી. (દ્રવ્ય-ગુણ તે સામાન્ય ને કારણપર્યાય તે એનું ધ્રુવ વિશેષ) -પછી દરેક ગુણની કારણપર્યાય આવી. (જેમ સહજચતુષ્ટયમાં કારણપર્યાય છે, તેમ દરેક ગુણમાં
પણ કારણપર્યાય છે.) -પછી ધર્માસ્તિકાયાદિની અપેક્ષાએ પારિણામિકભાવની પૂર્ણતાની સિદ્ધિ આવી. (જેમ ધર્માસ્તિકાયાદિમાં તેના દ્રવ્ય-ગુણ ને પર્યાયમાં એક ભાવ છે, તેમ જીવમાં દ્રવ્ય-ગુણ ને ઉત્પાદ
વ્યય વિનાની કારણપર્યાય એકધારા એ છે ને તેથી પારિણામિકભાવની પૂર્ણતા થાય છે ). અને, - છેલ્લે સંસારાદિ પ્રગટ પર્યાયનો ભેદ પડ્યો તે વ્યવહાર છે, ને પૂર્ણ-આખો (દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય મળીને) પારિણામિકભાવ છે તે નિશ્ચય છે એમ વાત આવી. તો, આમાં વ્યવહાર છે તે જાણવાલાયક છે બસ, આદરવાલાયક નથી; જ્યારે આદરવાલાયક તો આ દ્રવ્ય-ગુણ ને કારણપર્યાયનું ધ્રુવ અભેદ એક પૂર્ણ પારિણામિકભાવરૂપ તત્ત્વ છે તે જ છે. તારી દષ્ટિ ત્યાં ચોંટાડી મૂકવા જેવી છે ભાઈ !
અહા! આ ગાથા સિવાય બીજે ક્યાંય આવો સ્પષ્ટ અર્થ છે નહિ. અરે ! દિગંબર શાસ્ત્રોમાંય બીજે આવી સ્પષ્ટતા નથી એવું અપૂર્વ સ્પષ્ટીકરણ અહીં મુનિરાજે કર્યું છે. અને છતાં કેવી નિર્માનતા!
પ્રશ્ન: આ વાત અહીં જ કેમ આવી?
સમાધાનઃ કેમકે આ નિયમસાર છે તે મોક્ષમાર્ગ-પર્યાયનો અધિકાર છે. એટલે જે કાંઈ વાસ્તવિક પર્યાયનું સ્વરૂપ છે તે તેમાં આવવું જોઈએ. અહા ! ભગવાન આત્માના-જે આ ત્રિકાળી દ્રવ્ય-ગુણ ને ધ્રુવપર્યાય છે તેના-આશ્રયે જે પ્રગટ દશા થાય છે-જે મોક્ષમાર્ગ પ્રગટે છે–તે પર્યાય છે. મતલબ કે આ ગ્રંથમાં પર્યાયનું વર્ણન છે. તેથી, આ કારણપર્યાય પણ એમાં આવી છે, અર્થાત્ મુનિરાજે કારણ પર્યાયની વાત કરી છે. અને પોતે આચાર્ય (શ્રીકુંદકુંદાચાર્ય) પાઠમાં પણ એ જ કહે છે ને? જુઓ, ગાથામાં આવ્યું ને કે-“મ્યોપાધિવિવનિયTMાયા' અર્થાત્ કર્મોપાધિરહિત પર્યાયો (સ્વભાવ૫ર્યાયો) છે. અને “ઘરવેશ્ય' “નિરપેક્ષ' એવો પણ શબ્દ આવ્યો હતો ને? ૧૪મી ગાથામાં “નિરપેક્ષ' શબ્દ છે. તો, તે નિરપેક્ષ પર્યાયને અહીં કર્મોપાધિરહિત પર્યાય કીધી છે. અને “પત્નીયા” એમ બહુવચન છે. તેથી કહે છે કે –સ્વાભાવિક પર્યાયો બે છે: એક કારણ શુદ્ધપર્યાય ને બીજી કાર્યશુદ્ધપર્યાય. આ રીતે અંદર પાઠમાં જ આ કારણપર્યાયની વાત છે, અને તેમાંથી મુનિરાજે કાઢી છે. અહો ! આ તો અચિન્ય અદ્દભુત વાત છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com