________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૪૯ પ્રમાણે
–ભગવાન આત્મા દ્રવ્યરૂપ અનાદિ-અનંત ધ્રુવ છે, –એના અનંત ગુણ પણ અનાદિ-અનંત ધ્રુવ છે, અને
–આ કારણપર્યાય પણ ત્રિકાળ એકરૂપ સદશ એવી અનાદિ-અનંત ધ્રુવ-ધુવ–ધ્રુવ છે. આ રીતે, ત્રણે થઈને, આત્માનો નિશ્ચય પારિણામિકભાવ પૂરો થાય છે. હવે જો કારણપર્યાય ન હોય તો (ન સ્વીકારવામાં આવે તો) આત્માના પરિણામિકભાવની અવસ્થાની ત્રિકાળીતા સિદ્ધ થતી નથી, અને તો, પારિણામિકભાવ આખો-પૂર્ણ સિદ્ધ થતો નથી. આવો મારગ સૂક્ષ્મ છે બાપુ!
પ્રશ્નઃ શું એ કારણપર્યાયનું વેદન ન હોય?
સમાધાન: ના, વેદન ન હોય. એ ધ્રુવ એકરૂપ છે ને? તેથી એનું વેદન ન હોય. પરંતુ ધ્રુવનો આશ્રય કરતાં જે પર્યાય પ્રગટ થાય તેનું વદન હોય છે. વેદન–અનુભવ તો ઉત્પાદ-વ્યયરૂપનું હોય ને? ધ્રુવનું વદન હોય નહીં. અને આ (કારણપર્યાય) તો ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ એકસદશ છે. માટે, એનું વેદન હોય નહિ. અહા ! વેદન તો પ્રગટ પર્યાયનું હોય છે. અને તે વેદનની પર્યાય કારણપર્યાય ને ધ્રુવના આશ્રયે પ્રગટે છે. વેદનની પર્યાયને ધ્રુવનો આશ્રય હોય છે. ધ્રુવ (કારણપર્યાય) તો એમ ને એમ ત્રિકાળ રહે છે. તેથી તેનું વેદન ન હોય. આવી વાતુ! સમજાણું કાંઈ...?
આ રીતે અહીંયાં ત્રિકાળી ગુણની કારણશુદ્ધપર્યાય કહી અને તે કારણશુદ્ધપર્યાયને વિશેષરૂપ પણ કહી.
અહો ! આવું તત્ત્વ વીતરાગના મારગ સિવાય બીજે ક્યાંય છે જ નહિ. અને એમાંય દિગંબર સંતોએ કહેલું તત્ત્વ છે એ જ સાચું તત્ત્વ છે. આવું સ્વરૂપ-પૂર્ણ દ્રવ્ય ને નિશ્ચય, ને પર્યાય તે વ્યવહાર હવે આવી વાત-બીજે ક્યાંય છે નહિ. અરે! લોકો તો રાગના વ્યવહારની–દયા પાળવી, ને વ્રત પાળવાં, ને ભગવાનની પૂજા-ભક્તિ ને જાત્રા કરવી, ઇત્યાદિ વ્યવહારથી–નિશ્ચય થાય છે એમ માનીને ત્યાં અટક્યા છે. પણ એમાં ધર્મ છે જ નહિ, કેમકે એ તો બધા વિકલ્પ-રાગના ભેદો છે. અહા! અહીં તો કહે છે સાદિ-અનંત રહેનાર કેવળજ્ઞાન અને સિદ્ધની પર્યાય પણ વ્યવહાર છે, અને તેથી તે આદરણીય નથી તો પછી એ રાગનું તો કહેવું જ શું? એ તો બાપુ ! અત્યંત હેય છે.
અહો ! મુનિરાજે ગાથામાંથી અલૌકિક તત્ત્વ કાઢયું છે. અને પાછા મુનિરાજ તે કેવા? જેઓ કહે છે -“ગુણના ધરનારા ગણધરોથી રચાયેલા...” (શ્લોક ૫). છે ને અંદર? કે ગુણના ધરનારા ગણધરોથી આ સૂત્રની ટીકા રચાયેલી છે, અને તેના અર્થો શ્રતધરોની પરંપરાથી સારી રીતે વ્યક્ત કરાયેલા છે. અહા ! મૃતધરો એટલે? કે જેમણે ભાવમાં શ્રુત-શાસ્ત્રોને ધાર્યા છે એવા મહાસંતો, દિગંબર મુનિવરો, અર્થાત્ ગણધરોની પરંપરામાં થયેલા શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી અમૃતચંદ્રાચાર્ય, શ્રી પૂજ્યપાદસ્વામી વગેરે મહાસંતો. ને તેમના પહેલાં થયેલા મુનિવરો પણ મહાશ્રુતધરો હતા. તો, એવા શ્રતધરોની આ ટીકાના અર્થો સારી રીતે વ્યક્ત કરાયેલા છે. અંદર (શ્લોકમાં) “સુવ્ય' પદ છે ને? એટલે કે આ અર્થોનુંપરમાગમના અર્થસમૂહુનું-કથન સારી રીતે વ્યક્ત કરાયેલું છે. હવે આમ છે ત્યાં આ ટીકાના સમૂહનું કથન કરવાને અમે મંદબુદ્ધિ તે કોણ? ઓહો! કેટલી નિર્માનતા ! અહાહા...! કહે છે–અમે તે ટીકા કરનાર કોણ ભાઈ ? કેમકે આના (નિયમસારના) અર્થો તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com