________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
[ નિયમસાર પ્રવચન અહા! અંદર ભગવાન આત્મા છે તેનું પૂરું (પૂર્ણ) રૂપ આવે છે. અહા ! એ આખો આવો છે. એટલે કે દ્રવ્ય-ગુણ ને આ કારણપર્યાય-એમ ત્રણ મળીને એનું એક નિશ્ચય પૂર્ણરૂપ સિદ્ધ થાય છે. જ્યારે સંસાર આદિ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયનો જે ભેદ છે તે વ્યવહાર છે. તે પ્રગટ પર્યાયના ભેદ છે ને ? તેથી તે વ્યવહાર છે.
અહા! વસ્તુ નામ આત્માના ગુણ ત્રિકાળ છે તેની સાથે તન્મયપણે રહેલી વર્તમાન...વર્તમાન... વર્તમાન એવી જે એકરૂપ અનાદિ-અનંત ધ્રુવપર્યાય છે તે કારણપર્યાય છે. અહા ! આ પર્યાયનું પરિણમન ન હોય, તેમાં ઉત્પાદ-વ્યય પણ ન હોય, અને તેનું વેદન પણ ન આવે. અહા ! એ તો અંદર ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવ-એમ ને એમ કાયમ રહે. લ્યો, એને અહીં કારણ શુદ્ધપર્યાય કહી છે, અને આ રીતે પારિણામિકભાવનું આખું-પૂર્ણ તત્ત્વ સિદ્ધ થાય છે.
સંવત ૨૦૦૨ની સાલમાં (આ ગાથા પરના પ્રવચનોમાં) એક ન્યાયે કહ્યું હતું કે તે (–કારણપર્યાય) ધ્રુવનું વિશેષ છે, કારણ કે ત્રિકાળી ધ્રુવ સામાન્ય છે તો આ કારણપર્યાય ધ્રુવ ત્રિકાળી સામાન્ય છે તેનો અંશ છે; અને ધ્રુવનો અંશ છે માટે તે વિશેષ છે. પણ તેથી કાંઈ વિશેષનો અર્થ ત્યાં ઉપજવું કે બદલવું છે એમ નથી, પણ એ વિશેષ પણ ધૃવરૂપ જ છે. અને આ ત્રણેય (દ્રવ્ય, ગુણ ને કારણપર્યાય) થઈને આખો પારિણામિકભાવ સિદ્ધ થાય છે તથા આ પારિણામિકભાવ સંસારાદિના ત્રણેય બોલમાં નથી. કારણ કે
(૧) સંસારભાવ છે તે ઉદયભાવ છે. અને તેમાં કિંચિત્ ક્ષયોપશમભાવ છે તો પણ એ કાંઈ એકરૂપ અનાદિ-અનંત નથી.
(૨) હવે જ્યારે મોક્ષમાર્ગ પ્રગટ થાય છે ત્યારે તે આત્માના સ્વભાવના આશ્રયે પ્રગટે છે. આ કારણપર્યાય ને ભેગો ધ્રુવ-એ બંનેના આશ્રયે તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે. અહા ! તે પર્યાય કાંઈ અનાદિની નથી, પરંતુ નવી પ્રગટ થાય છે, અને તે પ્રગટ પર્યાયની સાથે કાંઈક વિભાવભાવ પણ છે. તો, મોક્ષમાર્ગ નવો શરૂ થાય છે, અને તે અસંખ્ય સમય જ રહે છે. આ સંસાર છે તે અનંત સમય રહે છે, પણ મોક્ષમાર્ગની દશા મોક્ષ થતાં સુધી અસંખ્ય સમય જ રહે છે. ભલે કોઈ જીવ પંદર ભવ કરે, તોપણ તે અસંખ્ય સમય જ છે. કેમકે પોતાની ચીજ સાધવી છે તેમાં સાધકને અનંતકાળ જોઈએ નહિ. હવે, આ મોક્ષમાર્ગની દશા પણ એકરૂપ અનાદિ-અનંત નથી.
(૩) અસંખ્ય સમયમાં જ મોક્ષમાર્ગ પૂરો થઈને મોક્ષ થાય છે. તે મોક્ષની દશા હવે અનંતકાળ રહે છે, પણ તે સાદિ છે. અર્થાત્ મોક્ષદશા સાદિ-અનંત છે, એકરૂપ અનાદિ-અનંત નથી.-આમ આવા ત્રણ ભંગ પડયા, માટે તે વ્યવહાર છે, જ્યારે પારિણામિકભાવ તો નિશ્ચય છે. શું કીધું? કે પ્રગટ પર્યાયમાં સંસાર, મોક્ષમાર્ગ ને મોક્ષ એમ ત્રણ ભંગ-ભેદ પડયા, માટે એ વ્યવહારનયનો વિષય થયો,
જ્યારે આ ત્રણ (દ્રવ્ય, ગુણ ને કારણપર્યાય ) થઇને પૂર્ણ પારિણામિકભાવ નિશ્ચય નયનો વિષય છે. અને આ બંનેનું (નિશ્ચય-વ્યવહારનું) જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. આવી ઝીણી સૂક્ષ્મ વસ્તુ પ્રભુ!
અહા! આ કારણપર્યાયનો જે ભાવ છે તે દરેક ગુણમાં છે. વસ્તુમાં જે અનંત ગુણ છે તે બધાની વર્તમાન...વર્તમાન..એવી ત્રિકાળી એકરૂપ કારણપર્યાય છે. તે તેનો ધ્રુવ અંશ છે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com