________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫ ]
૨૪૭
પર્યાય હોવી જોઈએ. તો, એ એકસરખી પર્યાય તે ધ્રુવપર્યાય છે, કારણપર્યાય છે કે જે અનાદિ-અનંત છે. તેને પર્યાય કહેતાં ભલે તેનું વિશેષપણું ખ્યાલમાં આવે છે, છતાં તે ધ્રુવ સામાન્ય સાથેનું વિશેષ છે. અર્થાત્ આ વિશેષ, વિશેષ...વિશેષ...એમ કરતાં-કરતાં અનાદિ-અનંત એકરૂપ છે. એકવાર કહ્યું હતું કે આ કારણપર્યાય પારિણામિભાવનો વિશેષભાવ છે ને ત્રિકાળી ગુણ છે તે ત્રિકાળી પારિણામિકભાવનો સામાન્યભાવ છે. કેમકે આ કારણપર્યાય ધ્રુવનો અંશ છે ને? તેથી ધ્રુવનું વિશેષ છે. તે ધ્રુવનો ભાગ હોવાથી વિશેષ છે, પણ તેમાં ઉત્પાદ-વ્યય નથી.
અહા ! જેમ દરિયામાં ત્રણ બોલ કહ્યા હતા ને? કે
(૧) દરિયાના પાણીનું જે આખું દળ તે દળ દ્રવ્યના સ્થાને છે.
(૨) પાણીનો જે શીતળતાનો સ્વભાવ છે તે એના ગુણના સ્થાને છે.
(૩) પાણીની ઉપરની (તરંગ રહિત ) એકરૂપ સપાટી એ એની કારણપર્યાયના સ્થાને છે; અને એ ત્રણેય અભેદ છે. એવી રીતે આત્મામાં,
(૧) દ્રવ્ય એટલે એનું ત્રિકાળી આખું દળ, વસ્તુ પોતે.
(૨) તેના ગુણ એટલે મુખ્યપણે અહીં સ્વભાવચતુષ્ટય કહ્યા, બાકી બધા અનંત ગુણ સમજવા. (૩) તેની પર્યાય એટલે તેની સાથેની (ઉત્પાદ-વ્યયના અનેકરૂપ તરંગોથી રહિત ) એકરૂપ સપાટી જેવી આ એકરૂપ કારણશુદ્ધપર્યાય કે જે અનાદિ-અનંત છે. અહા ! એ ત્રણેય અભેદ છે.
બહુ ભારે વાતુ ભાઈ ! અહો ! વીતરાગે કહેલું તત્ત્વ અતિ ઊંડું, સૂક્ષ્મ છે.
અહા! આવી એકરૂપ જે કારણપર્યાય છે તે સહજ ત્રિકાળી ગુણ સાથે એકરૂપ છે. અહીંયાં ગુણમાં ચતુષ્ટયની–ચારની મુખ્યતા લીધી છે; બાકી કાંઈ ચાર જ ગુણ વસ્તુમાં છે એમ નથી. એ ચારની સાથે ગુણ તો અનંત બધા ભેગા છે હોં. ભાઈ, ગુણમાં માત્ર ચતુષ્ટય જ લઈએ તો કાર્યપર્યાયમાં વાંધો આવશે; કેમકે તેથી ચાર જ કાર્યપર્યાય માનવી પડશે, જ્યારે કાર્યપર્યાય તો અનંત છે. માટે, અહીં ગુણમાં જે ચતુષ્ટય લીધા છે તે મુખ્યતાથી જાણવા. અને તેવી રીતે કાર્યપર્યાયમાં પણ એકલાં કાર્યચતુષ્ટયકેવળજ્ઞાનાદિ ચાર જ કાર્યપર્યાય લીધી છે તે પણ ચારની મુખ્યતાથી વાત સમજવી. ભાઈ, કાર્યપર્યાય છે તો અનંત, પણ અહીં મુખ્યતાથી ચાર જ પર્યાય લીધી છે એમ યથાર્થ સમજવું.
તો, આત્મામાં,
(૧) અનાદિ-અનંત વસ્તુનું ધ્રુવ દળ તે દ્રવ્ય છે.
(૨) તેના અનાદિ-અનંત ધ્રુવ એવા સહજ ગુણો છે.
(૩) ત્રિકાળી સહજચતુષ્ટયની સાથે તન્મય રહેલી (ચતુષ્ટયની) આ કારણપર્યાય પણ છે. અને તેવી રીતે અનંત ગુણોની સાથે તન્મય રહેલી કારણપર્યાય પણ છે, અર્થાત્ જેમ જ્ઞાનનો કારણપર્યાય છે, દર્શનનો કારણપર્યાય છે, ચારિત્રનો કારણપર્યાય છે ને આનંદનો કારણપર્યાય છે, તેમ અનંત ગુણોનો કારણપર્યાયરૂપ ભાવ અનાદિ-અનંત તેની સાથે તન્મયપણે છે. અહા ! ઝીણું બહુ ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com