________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
[ નિયમસાર પ્રવચન અર્થ છે.”
અહા! સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક દર્શન, સ્વાભાવિક ચારિત્ર ને સ્વાભાવિક સુખ-એવું જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ છે તેની સાથે રહેલી, “સદગ્વિત'—એમ પાઠ છે ને? એટલે કે તેની સાથે રહેલી. એટલે કે આ કારણપર્યાય અનાદિ-અનંત-ત્રણે કાળ સાથે જ છે. આમ જે સ્વભાવઅનંત ચતુષ્ટયનું સ્વરૂપ છે તેની સાથે સદાય રહેલી એવી જે પૂજિત પંચમભાવની પરિણતિ છે તે કારણશુદ્ધપર્યાય છે એમ કહે છે. જુઓ, પાછો મુનિને અંદરમાં આવો ભાવ આવ્યો છે કે અહો ! તે પૂજિત એટલે પૂજવાયોગ્ય પર્યાય છે, આદરવાયોગ્ય પર્યાય છે, કેમકે તે કારણપર્યાયનું મનન કરવાથી ને તેની એકાગ્રતાથી સમ્યગ્દર્શન આદિ પર્યાય પ્રગટ થાય છે.
અહીં કહે છે ભગવાન! તારી અલૌકિક ચૈતન્ય-ઋદ્ધિ તો સાંભળ! કે તારામાં (–આત્મામાં) મુખ્ય એવા સહજ અનંત ચતુષ્ટય છે. એટલે કે તારામાં સહજ ત્રિકાળ વીતરાગી અનંતજ્ઞાન છે, સહજ ત્રિકાળ વીતરાગી અનંતદર્શન છે, સહજ ત્રિકાળ વીતરાગી અનંતચારિત્ર છે, સહજ ત્રિકાળ વીતરાગી સુખસ્વરૂપ અનંત આનંદ છે. અહાહા..! આવું તારું અચિત્ય અદ્ભુત સ્વરૂપ છે, કે જેમાંથી વીતરાગતાનું કાર્ય પ્રગટ થાય છે. અહા ! આવા નિજ સ્વરૂપની સાથે રહેલી “પૂજિત પંચમભાવપરિણતિ'..પંચમભાવ એટલે શું? પંચમભાવ એટલે ત્રિકાળી પરિણામિકભાવ, આત્માના સ્વરૂપની હયાતિવાળો ત્રિકાળી ભાવ. પંચાસ્તિકાયમાં પણ એવી વ્યાખ્યા કરી છે કે
વ્યાત્મનામહેતુ: પરિણામ:' (ગાથા પ૬) એટલે કે દ્રવ્યના સ્વરૂપનો લાભ, દ્રવ્યના સ્વરૂપની હયાતિ તે પારિણામિક છે. (લાભ=હયાતી). તો, દ્રવ્યરૂપ ભગવાન આત્મા છે તે ત્રિકાળ હયાતીવાળું તત્ત્વ છે, ને તે ભાવને (તત્ત્વને) પરમ પરિણામિકભાવ-પંચમભાવ કહે છે. અને તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજનીક-પૂજવાયોગ્ય-આદરવાયોગ્ય એવી પારિણામિકભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. આમાં “તે જ ' શબ્દો પર જોર આપ્યું છે.
આ શબ્દાર્થ થયો; હવે તેને સિદ્ધ કરીએ. એમ કે કારણપર્યાય કેમ હોવી જોઈએ તે સિદ્ધ કરીએ. તો, પરમ પરિણામિકભાવે વસ્તુ જે આત્મા છે તેમાં આ કારણપર્યાય પારિણામિકભાવે થઈને રહેલી હોય તો જ દ્રવ્યનું નિશ્ચયપણું આખું (પૂર્ણ) સિદ્ધ થાય. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ-એ ચાર દ્રવ્યમાં એના ઉત્પાદ-વ્યયની એકધારાએ અનાદિ-અનંત પર્યાય છે અને એ બે (દ્રવ્ય ને પર્યાય ) થઈને તેનો પારિણામિકભાવ પૂર્ણ થાય છે. હવે, જેમ આ ચાર દ્રવ્યમાં પારિણામિકભાવની એકસરખી ધારાવાહી ઉત્પાદ-વ્યયની પર્યાય છે તેવી એકસરખી ધારાવાહી ઉત્પાદ-વ્યયની પર્યાય આત્મામાં નથી. કેમ નથી? કેમકે સંસારદશામાં અનેકરૂપ વિકાર હોય છે, ને પછી મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ થતાં કાંઈક શુદ્ધતા થઈ છે, ને કાંઈક અશુદ્ધતા રહી છે. તે મોક્ષમાર્ગની પર્યાય પણ નવી પ્રગટ થઈ છે તેથી સાદિ છે, અને તેનો અંત આવી જશે. કેમકે મોક્ષ થતાં મોક્ષમાર્ગનો અંત આવી જશે. માટે તે એકસરખી ન રહી. અને મોક્ષની પર્યાય પ્રગટ થયેથી સાદિ-અનંતકાળ રહેશે. આ પ્રમાણે આત્માની પર્યાયો અનાદિ-અનંત એકધારાએ એકસરખી ન રહી. જ્યારે આ ચાર દ્રવ્યોમાં અનાદિ-અનંત એકસરખી પર્યાય છે. માટે એવી એકસરખી પર્યાય આત્મામાં હોવી જોઈએ, અને ત્યારે જ વસ્તુની પૂર્ણતા સિદ્ધ થાય. હવે, ઉત્પાદ-વ્યયની પર્યાય તો એકસરખી નથી, માટે આત્મામાં ઉત્પાદ-વ્યય વિનાની ત્રિકાળ એકસરખી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com