________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૪૫ (કેવળજ્ઞાનમાં) પણ મુખ્યપણે એ ચતુષ્ટય પરિણમ્યા છે એમ કહેવું છે. નહીંતર તો, કાર્યશુદ્ધપર્યાયમાં આ ચાર ગુણ જ પરિણમ્યા છે અને બીજા ગુણ ત્યાં પરિણમ્યા નથી એવું કાંઈ નથી. તેમાં તો અનંતગુણ પરિણમ્યા છે. છતાં, કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં મુખ્યપણે જ્ઞાનાદિ ચતુષ્ટય જ લીધા છે તેથી કાર્યશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં પણ એ ચતુષ્ટય જ લીધા છે. અર્થાત્ જ્ઞાનાદિ ચતુષ્ટયની મુખ્યપણે વાત કરી છે. પણ આ ઉપરથી કોઈ એમ માને કે આ (જ્ઞાનાદિ) ચાર ગુણની જ અહીં વાત છે તે કારણે કેવળજ્ઞાનમાં એ ચાર ગુણનું જ પરિણમન છે તો કાર્યશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં ફેર પડી જશે. કેમકે કાર્યશુદ્ધપર્યાયમાં આ જ્ઞાનાદિ ચાર ગુણનું જ પરિણમન છે એમ નથી. કેવળજ્ઞાનરૂપી કાર્યશુદ્ધપર્યાયમાં તો અનંતગુણની પર્યાયનું પરિણમન એકસાથે જ છે.
હવે કહે છે “અમૂર્ત' અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્ર ને આનંદ-એ ચતુષ્ટય ગુણ મૂર્ત નથી, અમૂર્ત છે. અને તેથી તે ગુણોની સાથે તન્મયપણે રહેલી કારણપર્યાય પણ અમૂર્ત છે. તે ગુણો
અતીન્દ્રિયસ્વભાવવાળાં' છે. એટલે કે તેઓ ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી. કેમકે તે ગુણોનો અતીન્દ્રિયસ્વભાવ છે. જેમ ભગવાન આત્માનો અતીન્દ્રિયસ્વભાવ છે તેમ આ ગુણો પણ એવા અતીન્દ્રિયસ્વભાવવાળાં છે. અહા ! અહીંયાં મૂળ તો મુખ્યપણે ઉપયોગની વ્યાખ્યા છે. છતાં પણ કારણ શુદ્ધપર્યાયની વ્યાખ્યામાં અહીં જ્ઞાનાદિ મુખ્ય ગુણો લીધા છે એટલે પછી તેની સાથે બીજા બધા ગુણ પણ આવી ગયા એમ સમજવું. અને તેથી જેમ આ જ્ઞાનાદિ ચાર ગુણમાં કારણપર્યાય કીધી છે તેમ બીજા બધા ગુણમાં પણ કારણપર્યાય લઈ લેવી.
અહા! આત્મા એ તો વસ્તુ થઈ અર્થાત એ તો સ્વભાવવાન થયો. તો તેનો સ્વભાવ શું છે? કે ત્રિકાળી સહજજ્ઞાન, ત્રિકાળી સહજદર્શન, ત્રિકાળી સહચારિત્ર-આ ત્રિકાળી સ્વાભાવિક ચારિત્ર છે હોં, (વર્તમાન પર્યાય નહિ) અર્થાત્ એ ત્રિકાળી વીતરાગભાવ છે અને ત્રિકાળી સહજપરમવીતરાગસુખ એ આત્માનો સ્વભાવ છે. અહાહા...ત્રિકાળી સ્વભાવિક પરમવીતરાગસુખ એ આત્માનો સ્વભાવ છે, અર્થાત્ સ્વભાવિક પરમવીતરાગી સુખસ્વરૂપ ભગવાન આત્મા છે. તો, મુખ્યપણે આ ચાર સહજ ગુણ લીધા છે, છે તો અનંત હોં.
અહાહા..! આત્મા સહજ પરમવીતરાગી સુખસ્વરૂપ છે. બાપુ! જગતમાં આ તમારા વિષયોના સુખ છે એ તો કલ્પનાનાં માનેલાં સુખ છે, એ કાંઈ સુખ નથી, પણ વાસ્તવમાં દુઃખ છે. તો, કલ્પનાનાં જે રાગવાળાં સુખ છે એનાથી વિરુદ્ધ બતાવવા ત્રિકાળી આત્મામાં રાગ વિનાનું પરમવીતરાગી સુખ ભર્યું છે, અર્થાત્ આત્મા વીતરાગી સુખસ્વરૂપ છે એમ કહે છે. અહા ! શુદ્ધ-અંતઃતત્ત્વ એવો આત્મા પરમવીતરાગી આનંદામૃતનો દરિયો છે. અહીં શુદ્ધ અંત:તત્ત્વમાં આ ચતુષ્ટય (સહજજ્ઞાન-દર્શન-ચારિત્રસુખ ) છે એમ જે કહ્યું છે તે મુખ્યપણે કહ્યું છે હોં; બાકી આત્માનું આખું અંત:તત્ત્વસ્વરૂપ તો અનંત ગુણોનો પિંડ છે. સમજાણું કાંઈ....?
અહા ! આ વિષય ઝીણો આવ્યો છે હોં. આ તો મુનિરાજે ઘણો અપૂર્વ-અપૂર્વ વિષય કે જે પાઠમાં છે તેમાંથી કાઢયો છે. એ તો જે પાઠમાં હોય તે જ કાઢે ને? પાઠમાં હોય તેની જ ટીકા હોય ને? તો, કહે છે-સ્વભાવપર્યાય બે પ્રકારની છે. એક કારણસ્વભાવપર્યાય ને એક કાર્યસ્વભાવપર્યાય. હવે આ કારણસ્વભાવપર્યાય એટલે શું? કે “શુદ્ધ અંતઃ તત્ત્વસ્વરૂપ જે સ્વભાવઅનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com