________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
[નિયમસાર પ્રવચન અહા! ભગવાન સર્વજ્ઞદવે જે કહેલું છે, ને ગણધરોએ જે ગુંથેલું છે તે જ તત્ત્વ અહીં સંતો કહે છે હો. તો, કહે છે-“જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ” આ તો ચાર ગુણનું મુખ્યપણે અહીં જોર આપ્યું છે હોં, બાકી તેની સાથે તો અનંતગુણો ભેગા છે. તો, તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. આ કારણપર્યાય પણ પૂજિત અર્થાત્ પૂજવાલાયક છે એમ કહે છે. કેમકે તે કારણપર્યાયનું અવલંબન લેતાં-એમાં ધ્રુવ દ્રવ્યનું અવલંબન પણ ભેગું આવી ગયું-એમાંથી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર ને આનંદની ધારા પ્રગટ પર્યાયમાં વહે છે. આવી વાતું છે.
હવે ટીકા ફરીને લઈએ. આ ગંભીર, નવો ને સૂક્ષ્મ વિષય છે ને? એટલે જરા ફરીને લઈએ. તો, કહે છે-“આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.'
આ ગાથામાં સ્વભાવપર્યાય-સ્વભાવ અવસ્થા અને વિભાવપર્યાય-વિભાવ અવસ્થાનું ટુંકું કથન છે. જુઓ, આ સંક્ષેપમાં-ટુંકામાં કથન છે. એનો વિસ્તાર તો જે વિશેષ જ્ઞાની હોય તે અંદરમાંથી કાઢે, ને જાણે. હવે કહે છે
“ત્યાં, સ્વભાવપર્યાયો...' , પાઠમાં “મ્યોપાવિવMિયપન્નાયા' છે ને? મતલબ કે કર્મોપાધિ રહિત પર્યાયો છે તે સ્વભાવપર્યાયો છે. અને તેથી તેમાં એ પણ આવી ગયું કે કર્મોપાધિ સહિત છે તે વિભાવપર્યાયો છે.
તો, “ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે; કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.'
ભાઈ, આ તદ્દન નવી વાત છે હોં. આકારણશુદ્ધપર્યાયની વાત અત્યારે ચાલતી જ નથી. આ ૧૫મી ગાથામાં જ એની વાત બહુ સ્પષ્ટ આવી છે. બીજાં શાસ્ત્રોમાં તેની વાત હશે, પણ આપણે કાઢી શકીએ નહીં. અહીં આ ગાળામાં આની સ્પષ્ટ વ્યાખ્યા છે. હવે અહીં પહેલા કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યા કરે
છે:
તો, કહે છે-“અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહુજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધઅંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંત ચતુષ્ટયનું સ્વરૂપ...'
અહા! “સહજ' કહેતાં સ્વાભાવિક, “શુદ્ધ' કહેતાં પવિત્ર, નિશ્ચયથી' કહેતા (નિશ્ચયનયથી) ને અનાદિ-અનંત” કહેતાં હમણાં જે સહજજ્ઞાનાદિ સ્વચતુષ્ટય કહેશે તે આત્મામાં અનાદિ-અનંત રહેલાં છે એમ કહે છે. અર્થાત્ જેમ આત્મા (દ્રવ્ય) અનાદિ-અનંત રહે છે તેમ આ સહજજ્ઞાનાદિ ગુણ પણ અનાદિ-અનંત રહે છે અને તેવી રીતે તે ગુણોની સાથે તન્મયપણે રહેલી કારણપર્યાય પણ અનાદિઅનંત રહે છે તેમ અહીં સિદ્ધ કરવું છે.
શું કીધું? કે જેમ વસ્તુ ભગવાન આત્મા આદિ ને અંત વિનાની ચીજ છે તેમ તેમાં રહેલાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખરૂપ ગુણ પણ અનાદિ-અનંત છે. જોકે અહીં (કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં) તો મુખ્યપણે જ્ઞાનાદિ ચતુષ્ટય (ચાર ગુણ) લીધા છે, પરંતુ મુખ્યપણે એ ચાર ગુણ લીધા છે એથી કરીને આત્મામાં બીજા બધા ગુણો છે નહીં એમ નથી. એ તો (કારણશુદ્ધપર્યાયની વ્યાખ્યામાં) આ જ્ઞાનાદિ ચતુષ્ટય (ચાર ગુણ ) મુખ્યપણે લઈને પછી કાર્યશુદ્ધપર્યાયમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com