________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૩
ગાથા-૧૫ ]
સત હોય તે શું કાંઈ ઉત્પન્ન થયેલું હોય? ના; અને અણ-ઉત્પન્ન હોય તેનો શું નાશ થાય? ન થાય. જે ઉત્પન્ન હોય તેનો તો નાશ થાય પણ જે અણ-ઉત્પન્ન હોય તેનો શું નાશ થાય ? (ના.) તો, એ તો અનાદિથી છે..છે..ને છે. તેમ એના ગુણો પણ અનાદિથી છે..છે..ને છે એટલે કે સત્ છે. તેવી રીતે તેમાં તન્મય રહેલી આ કારણપર્યાય પણ ત્રિકાળભાવે સત્ છે, અર્થાત્ છે..છે..ને છે. સમજાય છે કાંઈ... ?
બીજી રીતે વિચારીએ તો, સંસા૨પર્યાય, મોક્ષપર્યાય, ને સિદ્ધપર્યાય એ બધો વ્યવહાર (વ્યવહારનયનો વિષય) છે. જ્યારે દ્રવ્યસ્થિત એક એવી પર્યાય છે કે જે નિશ્ચયમાં (નિશ્ચયનયના વિષયમાં ) જાય છે, અને તે આ કારણશુદ્ધપર્યાય છે. અહા! આ કારણપર્યાય વ્યવહાર નથી, પણ નિશ્ચય છે, જ્યારે આ બધા-સંસાર ને સિદ્ધ એવા-ભેદો વ્યવહારમાં જાય છે; કેમકે પ્રગટ પર્યાયના ભેદ છે ને ? માટે એ વ્યવહાર છે. સિદ્ધપદ અને કેવળજ્ઞાનની પર્યાય એ વ્યવહારનયનોસદ્દભૂતવ્યવહારનયનો વિષય છે. કોને? કે નીચલી દશામાં સાધકને. કેમકે જેમને કેવળજ્ઞાન ને સિદ્ધપદ પ્રગટયું છે તેમને નય નથી, અને અજ્ઞાનીને પણ નય નથી. તો નીચલી દશામાં સાધકને એ સદ્દભૂતવ્યવહારનયનો વિષય છે.
હવે અહીં એમ કહેવું છે કે-દ્રવ્ય-ગુણ જેમ નિશ્ચય છે તેમ તેની એકરૂપધારાએ ત્રિકાળ વર્તતી પર્યાય પણ નિશ્ચય છે.-એ ત્રણેયને નિશ્ચય કહેવામાં આવેલ છે. કારણશુદ્ધપર્યાય, પર્યાય છે માટે વ્યવહા૨ છે એમ નથી; (કેમકે એ દ્રવ્ય-ગુણ સાથે ત્રિકાળ એમ ને એમ રહે છે. ) અહા ! વીતરાગના મારગની આવી વાતુ છે બાપા! આ તો સર્વજ્ઞ ૫૨મેશ્વ૨ ત્રિલોકનાથે વીતરાગભાવ સહિત જ્ઞાનમાં જે બધું જોયું છે તે આવ્યું છે. માટે આવી તત્ત્વની વ્યવસ્થા વીતરાગ સર્વજ્ઞના મારગ સિવાય બીજે ક્યાંય ન હોય ભાઈ !
અહા! જીવમાં વ્યવહાર-નિશ્ચયના ભેદ પાડતાં, સંસાર મોક્ષમાર્ગ ને મોક્ષ એ બધો વ્યવહા૨ છે. તો પછી, પર્યાયનો નિશ્ચય હોવો જોઈએ ને? તો આ કા૨ણશુદ્ધપર્યાય એ પર્યાયનો નિશ્ચય છે. જુઓ, ચા૨ દ્રવ્યોની પર્યાય ત્રિકાળ એકરૂપ છે. ભલે તેને કહેવાય વ્યવહાર, કેમકે ત્રિકાળી ધ્રુવ તે નિશ્ચય, ને ઉત્પાદ-વ્યય તે વ્યવહાર છે, તેમ છતાં, તે વ્યવહાર ચા૨ દ્રવ્યોમાં એકધારો છે (તેમાં હીનાધિકતા કે વિપરીતતા નથી). જ્યારે આ જીવ દ્રવ્યનો વ્યવહાર એકધારો નથી, વિષમ છે; પણ નિશ્ચય એકધારો છે, ને તેમાં એકરૂપ એવી આ કારણશુદ્ધપર્યાય છે. હવે આવી વાત બીજે (વેદાંતાદિમાં ) ક્યાં છે બાપુ ?
અહા! જીવની પ્રગટ પર્યાયમાં એકરૂપતા, એકધારા નથી, ને જે એકધારાએ એકરૂપ પર્યાય છે તે અંદર ધ્રુવમાં છે, ને ધ્રુવપણે છે. તો આ ત્રણેય-દ્રવ્ય ગુણ ધ્રુવપર્યાય નિશ્ચયમાં જાય છે. જ્યારે આ રાગ-દ્વેષમય સંસાર, અંદરથી પ્રગટતો શુદ્ધતારૂપ સાચો માર્ગ-મોક્ષમાર્ગ અને મોક્ષ એ વ્યવહા૨ છે. કેમકે એ પ્રગટે છે, બહાર આવે છે, નવીન થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયના પરિણામ અર્થાત્ આત્માની નિશ્ચય વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિની પર્યાય તે વ્યવહાર છે, કારણ કે તે નવી થાય છે, ને કવચિત્ છે, જ્યારે આ દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય તે નવીન નથી, ને કવચિત્ નથી; માટે, તે નિશ્ચય છે. અહા ! પકડાય એટલું પકડો, ન પકડાય તો બીજું શું થાય? કેમકે આ તો વીતરાગનું તત્ત્વ બહુ ગંભીર બાપુ!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com