________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨
[ નિયમસાર પ્રવચન પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહિ. અહા! આવું આ સર્વજ્ઞદેવે કહેલું તત્ત્વ એક દિગંબરમાં જ સચવાયું છે. ભાઈ, આ કોઈ પક્ષની વાત નથી, આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છેવસ્તુસ્થિતિ જ આવી છે. શું થાય? (એમ કે કોઈને પક્ષપાત જેવું લાગે પણ શું થાય?) અહો ! સનાતન સર્વજ્ઞનો માર્ગ-ધર્મ દિગંબર સંતોએ જેમ છે તેમ પ્રવાહરૂપે ટકાવી રાખ્યો છે. તેથી આવો માર્ગ બીજે ક્યાંય છે નહીં. આવી અલૌકિક વાત છે ભાઈ ! અહા ! દિગંબર મુનિવરો-સંતોએ તો કેવળીનાં પેટ ખોલીને રહસ્ય બહાર કાઢયાં છે. વસ્તુની સ્થિતિ કેવી છે, એના દ્રવ્ય-ગુણ ને પર્યાય કેવાં છે, એનાં ઉત્પાદ-વ્યય કેવાં છે, એના નિશ્ચય-વ્યવહાર કેવાં છે, અને એના વ્યવહારમાં નિમિત્તનો સંબંધ કેવો છે, અહા! ઇત્યાદિ બધી અલૌકિક વાતો એ કેવળીના કેડાયતીયોએ કરી છે, અને એ વાત બીજે ક્યાંય નથી. માટે, ભાઈ ! બીજાની સાથે આ વાતને મેળવવા જઈશ તો મેળ નહિ ખાય, સમન્વય નહિ થાય. અરે ! લોકો ઊંડું વિચારતા નથી, તત્ત્વ શું છે એની ખોજ કરતા નથી, ને ઉપર ઉપરથી માની લે છે કે આ જૈનધર્મ છે, પરંતુ એમ જૈનધર્મ હાથ નહિ આવે હોં. જૈનધર્મ એટલે આ દિગંબર જૈનધર્મ હોં. અહા ! દિગંબર જૈન ધર્મ એટલે (સાચો) જૈનધર્મ, (સાચો) જૈનધર્મ એટલે વિશ્વધર્મ અને વિશ્વધર્મ એટલે આ આત્માનો ધર્મ
અહાહા...વસ્તુ ભગવાન આત્મા છે તે શાશ્વત સત્ છે. તો શાશ્વત સત્ છે તેથી એ ધ્રુવ છે. અને તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આનંદ આદિ જે ગુણો છે તે પણ ધ્રુવ છે. અને તેને પરિણામિકભાવ કહીએ; કેમકે એવું જ પોતાનું સ્વરૂપ સહજભાવે અતિ છે ને? એટલે તેને પરિણામિકભાવ કહીએ. તો તેવી રીતે તેની આ કારણપર્યાય પણ પરિણામિકભાવે છે. જુઓ, એમ જ અંદર કહ્યું છે ને જુઓને? કેપંચમભાવપરિણતિ તે જ કારણશુદ્ધપર્યાય છે.' લ્યો, આમ ચોખ્ખા તો શબ્દો છે. સંસ્કૃત ટીકામાં પણ
સહીવૂતપં-માવપરિતિદેવ મારીશુદ્ધપર્યાય રૂત્યર્થ: 'આમ પાઠ છે. તો શાંતિ ને ધીરજથી સમજવું બાપુ! એટલે તો હળવે હળવે લઈએ છીએ.
અહાહા! જેમ આ વસ્તુ ભગવાન આત્મા ત્રિકાળી મહાસત્ છે, તેમ તેના ગુણો પણ ત્રિકાળી મહાસત્ છે. અને તેની સાથે રહેલી એકરૂપ પર્યાયની સપાટી પણ (ત્રિકાળ) સત્...સત્સ રૂપ છે. એને પર્યાય કહીએ, પણ એમાં પલટવું નથી. એ અંશ એકધારો ત્રિકાળ એમ ને એમ રહે છે. અહા ! એ જરી ગંભીર સૂમ ચીજ છે. એને અહીં કારણ શુદ્ધપર્યાય કહી છે. ને તેના તરફનું મનન કરતાં ધર્મની દશા પ્રગટ થાય છે, ને તે મોક્ષનો માર્ગ છે. અહા ! આવી વાતુ!
જુઓ, પાછી ભાષા કેવી લીધી છે? કે “પૂજિત પંચમભાવપરિણતિ..' મતલબ કે તે પરિણતિ પૂજવાયોગ્ય છે એમ કહે છે. અહા ! ત્રિકાળી દ્રવ્ય-ગુણની સાથે રહેલી તે પર્યાય પણ પૂજવાયોગ્ય છે, આદરવાયોગ્ય છે, ઉપાદેય-આશ્રય કરવાયોગ્ય છે ને તેમાં નજર કરીને એકાગ્ર થવાલાયક છે. અહા! એમાં નજર કરીને એકાગ્ર થવું એનું નામ મોક્ષનો માર્ગ છે. અહા! જેમ સામાન્યમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે એમ કહીએ, તેમ તેનું જે આ વર્તમાન...વર્તમાન એવું ત્રિકાળી વિશેષ છે (જે કારણશુદ્ધપર્યાય છે, તેમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આવે છે એમ કહીએ તે પણ બરાબર છે. અહા! ભગવાન આત્મા અંદર ત્રિકાળી વસ્તુ છે અને વસ્તુ છે તો તે ત્રિકાળ સત્ છે. ને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com