________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૪૧ છે, એના ગુણો ત્રિકાળ પારિણામિકભાવે છે તેમાં એક કારણપર્યાય પણ ત્રિકાળ પારિણામિકભાવે તેમાં રહેલી છે એમ કહે છે. સમજાણું કાંઈ....? એક મોટા પંડિત કહેતા હતા કે આ અનાદિ-અનંત રહેનારા ગુણની વાત છે, પણ એમ નથી. ભાઈ ! આ તો અનાદિ-અનંત એકરૂપ રહેનારી એવી કારણપર્યાયની વાત છે.
અહા ! જેમ દરિયો પાણીથી આખો ભરેલો હોય તે એનું દળ છે, અને એની ઉપરની સપાટી એકસરખી હોય છે, અને પછી એના ઉપર-બહારમાં આમ ઊંચાનીચાં તરંગો ઊઠેલાં હોય છે. તેમ આત્મામાં દ્રવ્ય ને ગુણ કે જે ધ્રુવ છે તે એનું મૂળ-આખું દળ છે, ને તેની કારણપર્યાયની સપાટી છે કે જે અંદરમાં એકસરખી ધ્રુવ સપાટી છે. જ્યારે બહારમાં કાં પુણ્ય-પાપનો ઔદયિકભાવ છે, કાં ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવ છે. તો, આ તો સપાટી ઉપરના મોજાંઓના ભેદ છે, જ્યારે સપાટી તો એકસરખી ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. અહા! આ કારણપર્યાય છે. ભાઈ, આ કારણપર્યાય આખા ચૈતન્યરૂપી દરિયામાં ત્રિકાળ એકસરખી એક સપાટીરૂપે ધ્રુવ છે, અને એના ઉપર-બહારમાં કવચિત્ ઉઠતા આ બધાપુણ્ય-પાપરૂપ ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ કે ક્ષાયિકભાવપ્રગટ પર્યાયરૂપ તરંગો છે. સમજાય છે કાંઈ ? બહુ ઝીણું બાપુ !
અહા! આ જીવ અધિકાર છે ને? એટલે આમાં આ નાખ્યું છે કે વસ્તુ પોતે ભગવાન આત્મા ને તેના ગુણો ત્રિકાળ એકરૂપ ધ્રુવ છે, અને એવી જ તેની ત્રિકાળ એકરૂપ ધ્રુવ સપાટી છે તે કારણપર્યાય છે. તેને, એ પર્યાય છે એટલે ભલે વિશેષ કહો, છતાં તે છે તો સામાન્યનો જ ધ્રુવ એકરૂપ અંશ અર્થાત્ ત્રિકાળ એકરૂપ પર્યાય કે જે અંદરમાં સપાટીરૂપ ભાગ છે તે ધ્રુવ..ધ્રુવ...ધ્રુવ છે, અને તે કારણશુદ્ધપર્યાય છે. એનો અનુભવ ભોગવટો ન આવે. જો કે અનુભવ પર્યાયનો આવે છે, પણ આ કારણુપર્યાયનો અનુભવ ન આવે, કેમકે એ ઉત્પાદ-વ્યયરહિત ત્રિકાળ ધ્રુવ એકરૂપ છે. હા, તે કારણપર્યાય અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો આશ્રય લેતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થાય છે તેનો અનુભવ-ભોગવટો આવે છે. ભાઈ, વેદનમાં પ્રગટ પર્યાય આવે છે, પણ વેદનમાં આ દ્રવ્ય-ગુણ કે કારણપર્યાય ન આવે; પરંતુ એ જ્ઞાનમાં જણાય, બસ. અહા ! ઝીણી વાત બહુ! આ વાત બીજે બહારમાં હતી જ નહિ, આ તો સ્વાધ્યાયમાં વાંચતાં અંદરથી આવી છે.
અહાહા ! અંદર દ્રવ્ય જે વસ્તુ આત્મા છે તે ભગવાન! તારી પુંજી છે. અને ત્રિકાળી ધૃવરૂપ એના જે જ્ઞાન, દર્શન આદિ ગુણો છે, અર્થાત્ ત્રિકાળી ધૃવરૂપ જે સ્વભાવચતુષ્ટય છે તે પણ અંદરમાં તારી પુંજી છે. તથા તેની સાથે રહેલી જે ઉપજવા-બદલવાના પરિણમન વિનાની એકરૂપ પર્યાયની અનાદિ-અનંત ધ્રુવધારા છે તે પણ તારી અંદરમાં પુંજી છે. અહા ! એ (-કારણપર્યાય) એની એ-અનાદિ-અનંત એમ ને એમ-રહે છે. અહા ! આવી ભારે સૂક્ષ્મ ગંભીર વાત છે પ્રભુ! આ કારણશુદ્ધપર્યાય, પર્યાયરૂપે છે છતાં તેમાં પરિણમન નથી, પણ તે એકરૂપ છે એમ અહીં કહેવું છે. અને તેથી આ ઘણી ગંભીર વાત છે. આમ ત્રિકાળી દ્રવ્ય-ગુણ ને કારણપર્યાય-એમ મળીને આખી વસ્તુ સિદ્ધ થાય છે. જો કારણપર્યાય ન સ્વીકારવામાં આવે તો વસ્તુ (દ્રવ્ય ) આખી સિદ્ધ નહિ થાય.
અહો ! સર્વજ્ઞ પરમેશ્વરે જે તત્ત્વ કહ્યું છે તે અલૌકિક છે, અને તેને અહીં સિદ્ધ કર્યું છે. સર્વજ્ઞદવે તો છે એવું જાણું છે ને જાણ્યું છે એવું કહ્યું છે. તેથી, અહા! આવું તત્ત્વ સર્વજ્ઞ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com