________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૦
| નિયમસાર પ્રવચન કહેવાય છે. તો, એમ અહીંયાં (આત્મામાં) પણ જેમ દ્રવ્ય-ગુણ ત્રિકાળી છે, તેમ તેને પરિણતિ પણ ઉત્પાદ-વ્યય વિનાની એકધારારૂપ ત્રિકાળ હોવી જોઈએ; કેમકે ઉત્પાદ-વ્યયમાં એકસરખી ધારા નથી, ત્રિકાળ એકરૂપતા નથી. માટે, એકસરખી ધારા અંદર હોવી જોઈએ, અને તે આ કારણશુદ્ધપર્યાય છે.
પ્રશ્નઃ ઉત્પાદ-વ્યય ઉપર તો તેની અનાદિથી દષ્ટિ છે?
સમાધાન: હા, પણ એ બીજી વાત છે. ઉત્પાદ-વ્યયની દૃષ્ટિ છોડવી, ને ધ્રુવની એકની દષ્ટિ કરવી એ પછીની વાત છે. અહીં તો અત્યારે આ કારણપર્યાય કેમ સિદ્ધ થાય છે એની વાત છે. અહા ! કારણ શુદ્ધપર્યાય છે એમ ગાથામાં કહે છે તો તેનો હેતુ (ન્યાય) શું છે એ વાત ચાલે છે. અહા ! આચાર્ય ને મુનિએ કારણપર્યાયની સિદ્ધિ કેમ કરી છે એની આ વાત છે. વળી પાછા મુનિ તે કેવા? અહા! જેઓ (કળશ ૫ માં) કહે છે-આ ટીકાના કરનારા અમે મંદબુદ્ધિ તે કોણ? એમ કે આ (ટીકા) તો પૂર્વાચાર્યો ને ગણધરોથી ચાલી આવેલી વાત છે.
તો, કહે છે-જેમ ધર્માદિ ચાર દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યયની પરિણતિ-પર્યાય ત્રિકાળી એકધારી એકરૂપ છે તેમ આત્મામાં પણ એવી ત્રિકાળ એકધારી એકરૂપ પરિણતિ હોવી જોઈએ, અને ત્યારે જ પારિણામિકભાવનું આખું દ્રવ્ય પૂરું સિદ્ધ થાય છે. પરંતુ આ ઉત્પાદ-વ્યયવાળી પર્યાય તો ઉદય, ઉપશમ, ક્ષયોપશમ ને ક્ષાયિક-એવા ચાર ભાવવાળી છે, ત્રિકાળ એકરૂપ નથી. માટે, ઉત્પાદ-વ્યય વિનાની ત્રિકાળ એકરૂપ એકધારી પર્યાય હોવી જોઈએ એમ કહે છે. આવું ઝીણું બહુ ભાઈ ! પણ થોડું થોડું પકડાય એટલું પકડવું. (એમ કે ન પકડાય એમ ન માનવું ).
અહા! ધર્માસ્તિકાય આદિ ચાર અજીવ દ્રવ્યમાં ઉત્પાદ-વ્યયની પરિણતિ એકસરખી પારિણામિકભાવે છે, અર્થાત્ તેના દ્રવ્ય-ગુણ ને પર્યાય-ત્રણેય પારિણામિકભાવે છે, કેમ કે તેમનામાં એક જ ભાવ છે. તેમ આત્મામાં પણ દ્રવ્ય-ગુણ ને પર્યાય એકસરખા ભાવે, પારિણામિકભાવે હોવા જોઈએ ને? –એમ કહે છે. અહા ! શું સર્વજ્ઞની વાણી ને દ્રવ્યને સિદ્ધ કરવાની સંતોની પદ્ધતિ? ગજબની શૈલી ! ભાઈ, આ વાત દિગંબર સંતો સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહિ. આમાં તો વસ્તુની (–આત્માની આવી સિદ્ધિ (ધ્યાતિ) છે એમ સાબિત કરે છે.
અહા! જેમ એ ચાર દ્રવ્યોમાં તેની પર્યાય-અવસ્થા ત્રિકાળ એકરૂપ પરિણામિકભાવે છે, તેમ આત્મામાં પ્રગટ પર્યાય ત્રિકાળ એકરૂપ પારિણામિકભાવે નથી, કેમકે એનામાં કાં તો સંસારપર્યાય છે, કા તો મોક્ષમાર્ગની પર્યાય છે ને કાં તો મોક્ષપર્યાય છે, ને એ બધી પર્યાયો તો (ઉદયાદિ) ચાર ભાવવાળી છે. તો એ ચાર દ્રવ્યોમાં જેમ પર્યાય એકરૂપ પારિણામિકભાવે છે તેમ આત્મામાં પણ ત્રિકાળ એકસરખી પર્યાય હોવી જોઈએ. વળી આ (આત્મા) તો ચૈતન્ય-બાદશાહ છે. તેથી તેનામાં ત્રિકાળ એકસરખી પર્યાય હોવી જ જોઈએ.
અહા ! એ ચાર દ્રવ્યો છે એની ખબર તો આને (ચૈતન્ય-બાદશાહને) છે ને? એ ચાર દ્રવ્યોને તો કાંઈ જ ખબર નથી. એ ચાર દ્રવ્યો છે, તેના ગુણો છે, ને તેની પર્યાયો એકધારાએ છે એની ખબર એ ચારને તો નથી. પણ પોતાની અને પરની વસ્તુ આવી છે એમ આ ચૈતન્ય-બાદશાહને ખબર છે. તો, એ ચાર દ્રવ્યોમાં પણ જ્યારે આવી પર્યાયની ત્રિકાળ એકધારા છે તો પોતામાં-આત્મામાં પણ એવી એકધારા હોવી જોઈએ. અને તેથી જેમ દ્રવ્ય ત્રિકાળ પારિણામિકભાવે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com