________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૩૯ ગુણોની અર્થાત્ સ્વભાવ-અનંત ચતુષ્ટયસ્વરૂપની સાથે તન્મયપણે અર્થાત એકપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. અહા ! વસ્તુ છે તે શાશ્વત સત્ છે. અને જે શાશ્વત સત્ હોય તે અણ-ઉત્પન્ન ને અવિનાશી હોય છે. તો, એવી જે સત્ વસ્તુ આત્મા છે તેના સત્ ગુણો પણ ત્રિકાળ છે. અહા ! સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજ આનંદ વગેરે એવા આત્માના ગુણો છે. તો, કહે છે તેની સાથે રહેલી અર્થાત્ ત્રિકાળી જે પંચમભાવ છે તેની સાથે તન્મયપણે રહેલી છે પંચમભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે એમ અર્થ છે.
અહા! જુઓ, આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ-એ ચાર જે દ્રવ્યો છે તેમાં તેનો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યભાવ ને તેનો ઉત્પાદ-વ્યયરૂપ ભાવ એકસરખો છે. અહા ! ઉત્પાદ-વ્યય થવા એ પરિણતિ છે, અને એ જે ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિ છે તેની આ ચારેય દ્રવ્યોમાં એકરૂપધારા છે.
શું કહ્યું?
કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ-એ ચાર દ્રવ્યોની પરિણતિ-પર્યાય અનાદિ-અનંત ઉત્પાદ-વ્યયપણે એકસરખી છે, એકરૂપધારાએ છે. તો, એવી ઉત્પાદ-વ્યય વિનાની એકસરખી, એકધારારૂપ એક ધ્રુવપર્યાય આત્મામાં છે એમ કહેવું છે. અહા ! ધર્માસ્તિકાય આદિ ચાર અજીવ દ્રવ્યોમાં ઉત્પાદ-વ્યયની પરિણતિ અનાદિ-અનંત એકસરખી, એકરૂપધારાએ છે, જ્યારે આત્મામાં તો ઉત્પાદવ્યયપણે સંસારપર્યાય છે, મોક્ષમાર્ગની પર્યાય છે ને મોક્ષપર્યાય છે. તો, એ બધી પર્યાયો એકરૂપએકસરખી રહી નહીં. સંસારપર્યાય વિકારી છે. મોક્ષમાર્ગની પર્યાય કાંઈક વિકારી ને કાંઈક અવિકારી છે, અને મોક્ષપર્યાય તદ્દન અવિકારી છે.-આમ જીવની પર્યાયમાં ભેદ પડી ગયા, પણ તેમાં એકધારા રહી નહીં. માટે જીવ પણ એક દ્રવ્ય છે તો તેમાં પણ ત્રિકાળ એકધારાએ પરિણતિ હોવી જોઈએ. એમ કે તેના (જીવના) ઉત્પાદ-વ્યય તો આવા (ભિન્ન-ભિન્ન) પ્રકારે છે, તો જેવી ચાર અજીવ દ્રવ્યોની એકધારારૂપ પર્યાય છે તેવી એકધારારૂપ પર્યાય જીવના ઉત્પાદ-વ્યયમાં આવી નહિ. માટે જીવની તેવી એકધારારૂપ પરિણતિ હોવી જોઈએ એમ કહે છે. બહુ ઝીણું ભાઈ !
અહા ! આ ચાર ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્યો ધ્રુવપણે અવિનાશી ત્રિકાળ છે, અને તેના ઉત્પાદ-વ્યય પણ એકધારારૂપ ત્રિકાળ છે. તેમાં ઓછું, અધિક કે વિપરીત પણું-એવું કાંઈ નથી, પણ એકધારા છે. ત્યારે એવી એકધારારૂપ ઉત્પાદ-વ્યયવાળી પરિણતિ આત્મામાં તો છે નહિ; એની ઉત્પાદ-વ્યયરૂપ પરિણતિમાં તો વિષમતા છે. માટે, એની ત્રિકાળ એકરૂપ એક પરિણતિ હોવી જોઈએ, અને તે આ કારણશુદ્ધપર્યાય છે, જે ઉત્પાદ-વ્યય વિનાની ધ્રુવધારારૂપ અનાદિ-અનંત એક કારણપર્યાય છે એમ કહે છે. આવું ઝીણું! સમજાય એટલું સમજો બાપુ! બાકી આ વિષય અત્યારે હિંદુસ્તાનમાં છે નહિ. બીજાઓને પૂછ્યું હતું, પણ કાંઈ ઉત્તર આવ્યો નહિ કેમકે બહારમાં અત્યારે આ વાત જ નથી ને?
ભાઈ, આ વિષય છે તદ્દન નવો ને ગંભીર હો. કારણ કે જેને ધ્રુવ કહે એને પાછી પર્યાય કહેવી ? પણ તેનો મૂળ અર્થ આ છે. શું? કે એ ધર્માદિ ચાર દ્રવ્યોમાં, દ્રવ્ય ધ્રુવ ત્રિકાળી છે, ને ઉત્પાદ-વ્યયની પરિણતિ ત્રિકાળ એકધારારૂપ છે, એકસરખી છે; અને ત્યારે એ દ્રવ્યની પૂર્ણતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com