________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
[નિયમસાર પ્રવચન
આત્મામાં અનાદિ-અનંત, અને રૂપ, રસ, ગંધ, ઇત્યાદિ રહિત અમૂર્ત અને અતીન્દ્રિયસ્વભાવવાળાં..., અહાહા...! અતીન્દ્રિય જેનો સ્વભાવ છે એવાં...” જુઓ, · અતીન્દ્રિયસ્વભાવવાળાં' એમ બહુવચન છે. કેમકે આ ગુણોની વ્યાખ્યા છે અને એવાં સ્વભાવવાળાં અનેક ગુણ છે. તો, અનાદિ-અનંત અર્થાત્ ત્રિકાળી, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં...
એવાં કોણ છે? તો કહે છે–
‘એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ જે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ...'
અહાહા...! શું કીધું ? સહજ એટલે સ્વાભાવિક ત્રિકાળી જ્ઞાન, સ્વાભાવિક ત્રિકાળી દર્શન, સ્વાભાવિક ત્રિકાળી ચારિત્ર અર્થાત્ વસ્તુમાં રહેલી સ્વાભાવિક ત્રિકાળી વીતરાગતા ને સ્વાભાવિક ત્રિકાળીપરમવીતરાગ સુખ-એ એના (આત્માના ) ગુણો નામ સ્વભાવો છે. અહાહા...! વસ્તુ આત્મા જેમ ત્રિકાળ અવિનાશી અસ્તિ-સત્ છે તેમ તેનામાં રહેલા શુદ્ધ અંતઃતત્ત્વસ્થિત એવા આ ગુણો પણ સહજપણે ત્રિકાળ ધ્રુવ અવિનાશી છે. અહા ! એવા આ ચાર સ્વરૂપ-સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર ને સહજપરમવીતરાગસુખ એમ સ્વભાવઅનંતચતુષ્ટયસ્વરૂપ ભગવાન આત્મા છે. અહા ! સ્વાભાવિક જ્ઞાન-સ્વાભાવિક દર્શન-સ્વાભાવિક ચારિત્ર-સ્વાભાવિક પરમવીતરાગસુખસ્વરૂપ શુદ્ધ-અંતઃતત્ત્વ છે. અર્થાત્ આવું ધ્રુવરૂપે આત્માનું-જીવનું શુદ્ધ-અંતઃતત્ત્વ છે અને એવા સ્વરૂપે ત્રિકાળી સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ છે. બીજી રીતે કહીએ તો, ચતુષ્ટયમાં ચાર આવ્યા ને ? તો, સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર ( વીતરાગતા ) ને સહજ૫૨મવીતરાગસુખ-એ ચાર આવ્યા અને તેના સ્વરૂપે સ્વભાવ-અનંતચતુષ્ટયનું સ્વરૂપ છે.-અહીં સુધી ત્રિકાળી દ્રવ્ય-ગુણ કહ્યા.
હવે કહે છે–‘તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (−તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણિત ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે’
અહાહા...! કહે છે-તેની સાથેની અર્થાત્ સ્વભાવ-અનંતચતુષ્ટયસ્વરૂપની સાથે રહેલી જે પૂજવાયોગ્ય, આદરવાયોગ્ય, મહિમા કરવાયોગ્ય એવી પંચમભાવની પરિણતિ છે તે જ કારણશુદ્ધપર્યાય છે. અહા! જેમ સહજ અનંતચતુષ્ટયસ્વરૂપ શુદ્ધ આત્મવસ્તુ શાશ્વત ત્રિકાળ છે, તેમ તેની સાથે વર્તમાનમાં રહેલી શાશ્વત ત્રિકાળ એવી જે પૂજવાયોગ્ય પંચમભાવની પરિણતિ નામ અવસ્થા છે તે જ કારણશુદ્ધપર્યાય છે એમ કહે છે. આ પંચમભાવ એટલે ત્રિકાળી સહજ પારિણામિકભાવ હોં. તથા જે આ સહજજ્ઞાનાદિ કહ્યા છે તેય બધા પારિણામિકભાવે છે. એ પારિણામિકભાવે છે એટલે કે સહજભાવે છે, ત્રિકાળભાવે છે, ધ્રુવભાવે છે અર્થાત્ તે પર્યાયભાવે નથી, પણ ત્રિકાળ ધ્રુવભાવે છે. આ તો શબ્દો છે, એનો મર્મ સમજાય એટલો સમજો બાપુ! તો, ત્રિકાળી દ્રવ્યની સાથે રહેલી પંચમભાવપરિણતિ-પંચમભાવની વર્તમાન અવસ્થા-તે કારણશુદ્ધપર્યાય છે. અહા! આ કારણશુદ્ધપર્યાય અવસ્થા-પર્યાય હોવા છતાં ઉત્પાદ-વ્યય વિનાની છે, અર્થાત્ એમાં ઉત્પાદ-વ્યય નથી. બહુ ઝીણી વાત છે ભાઈ!
જુઓ, કૌંસમાં અર્થ કર્યો છે કે-‘તેની સાથે તન્મયપણે રહેલી..' ત્રિકાળ સ્વાભાવિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com