________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫ ]
૨૩૭ (હવે ૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે; )
(મતિની ) अपि च बहुविभावे सत्ययं शुद्धदृष्टि: सहजपरमतत्त्वाभ्यास निष्णातबुद्धिः। सपदि समयसारान्नान्यदस्तीति मत्त्वा
स भवति परमश्रीकामिनीकामरूपः ।। २७।। [શ્લોકાર્ચ- ] બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કાંઈ નથી” એમ માનીને, શીઘા પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ર૭.
ગાથા ૧૫ઃ ટીકા ઉપરનું પ્રવચન: આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.”
ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે: કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.'
અહા! અગુરુલઘુગુણની સ્વભાવપર્યાય પહેલાં (૧૪મી ગાથામાં) આવી ગઈ છે. પણ તે કવચિત્ નથી, સદાય છે. અને તેથી તેને કવચિત્ વર્તતી પર્યાયોમાં (શ્લોક ર૬માં) ન લીધી. જ્યારે અહીં (૧૫મી ગાથામાં) તેને શુદ્ધ અર્થપર્યાયમાં લેશે. સ્વભાવપર્યાય બતાવ્યા પછી તેને બતાવશે. પહેલાં સ્વભાવપર્યાયના બે ભાગ પાડીને પછી તેને (અગુરુલઘુગુણની પર્યાયને) પણ સ્વભાવપર્યાય કહેવાય છે એમ કહેશે.
તો, કહે છે-“સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે. કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.'
જુઓ, આ કારણશુદ્ધપર્યાયનો અધિકાર આ ઠેકાણે જ વિસ્તારથી છે. બીજે ક્યાંય-અન્યમતમાં તો નહિ પણ દિગંબર ગ્રંથોમાંય આ ગાથા સિવાય બીજે ક્યાંય-આવું સ્પષ્ટીકરણ નથી. આ કારણ શુદ્ધપર્યાયનો અધિકાર અહીં આ ૧૫મી ગાથા સિવાય, બીજા દિગંબરના શાસ્ત્રોમાં પણ આવો સ્પષ્ટ નથી.
હવે પહેલાં કારણશુદ્ધપર્યાયની વાત લે છે. બહુ શાંતિથી ને ધીરજથી સમજવું ભાઈ ! કેમકે આ અપૂર્વ અલૌકિક વાત છે. અહા! હિંદુસ્તાનમાં પહેલાં તો આ વાત હતી, પણ હમણાં હમણાં એ ચાલતી જ નહોતી. તો, કહે છે
અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં....' જુઓ, સહજ શુદ્ધ નિશ્ચયથી અર્થાત્ સ્વાભાવિક શુદ્ધ નિશ્ચયથી (નિશ્ચયથીeખરેખર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com