________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬
[નિયમસાર પ્રવચન ગાથા - ૧૫ णरणारयतिरियसुरा पज्जाया ते विभावमिदि भणिदा। कम्मोपाधिविवज्जियपज्जाया ते सहावमिदि भणिदा।।१५।।
તિર્યંચ-નાક-દેવ-નર પર્યાય વૈભાવિક કહ્યા,
પર્યાય કર્મોપાધિવર્જિત તે સ્વભાવિક ભાખિયા. ૧૫. અન્વયાર્થ: [ નરનારતિર્યસુYT: પર્યાય:] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો [ā] તે [ વિમાવ:] વિભાવપર્યાયો [તિ મળતા: ] કહેવામાં આવ્યા છે; [ પાથિવિવર્નિતપર્યાયા:] કર્મોપાધિ રહિત પર્યાયો [તે] તે [ સ્વમાવી:] સ્વભાવપર્યાયો [તિ મળતા:] કહેવામાં આવ્યા છે.
ટીકા- આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.
ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્ય પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છે: કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.
અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંત:તત્ત્વસ્વરૂપ જે સ્વભાવઅનંત ચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (–તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ ) તે જ કારણશુદ્ધપર્યાય છે, એવો અર્થ છે.
સાદિ-અનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારથી, કેવળજ્ઞાન-કેવળદર્શનકેવળસુખ-કેવળશક્તિયુક્ત ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની (અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી) જે પરમોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ *કાર્યશુદ્ધપર્યાય છે. અથવા, પૂર્વ સૂત્રમાં કહેલા સૂક્ષ્મ ઋજુસૂત્રનયના અભિપ્રાયથી, છ દ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત્ તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે.) .
(એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા.
હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે. જેનાથી વ્યક્ત થાય-પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ત્ર વગેરેની) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે); અથવા, સાદિ-સાંત મૂર્તિ વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી પ્રગટ થાય છે).
પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે, તેથી શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-આકાર તે નારકપર્યાય છે; કિંચિતશુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે; અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.-આ વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.
* સહજજ્ઞાનાદિ સ્વભાવ-અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયયુક્ત કાર્યશુદ્ધપર્યાય પ્રગટે
છે. પૂજનીય પરમપરિણામિકભાવ૫રિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com