________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
[નિયમસાર પ્રવચન માટે હું ત્રિકાળી શુદ્ધ અંત:તત્ત્વમાં નમું છું, ઢળું છું. અહીં સકળ અર્થની સિદ્ધિ-એ મોક્ષ છે, અને તેને માટે હું નમું છું, ભાવું છું-એ મોક્ષમાર્ગ છે. આ નિયમસાર એટલે મોક્ષમાર્ગ છે ને? તો મોક્ષમાર્ગ ને મોક્ષ બંને અહીં સિદ્ધ કર્યા.
અહા ! જ્યારે-જે વખતે મતિજ્ઞાનાદિ હોય ત્યારે કેવળજ્ઞાન ન હોય, ને જ્યારે કેવળજ્ઞાન હોય ત્યારે મતિજ્ઞાનાદિ ન હોય. અને તેથી કવચિત્ ”—એમ કહ્યું છે. હવે જ્યારે કેવળજ્ઞાન પર્યાય હોય ત્યારે તેને અશુદ્ધ વ્યંજનપર્યાય હોય છે ખરી, કેમકે આકારમાં ભગવાન કેવળીને મનુષ્યપણું છે, છતાં તેય કવચિત્' છે. તો, એ આદિ બધી પર્યાયોના ભેદો અવસ્થામાં છે, પણ વસ્તુમાં...અહાહા ! જેના ઉપર દષ્ટિ કરવી છે તે ધ્રુવ ત્રિકાળી વસ્તુમાં તે ભેદો નથી. તેથી એ ચીજને-ત્રિકાળી દ્રવ્યને હું નમું છું એમ કહે છે. સમજાય છે કાંઈ....?
અહાહા...! “એવા આ જીવતત્ત્વને.' “આ જીવતત્ત્વને એટલે શું? કે મારું જીવતત્ત્વ અને પ્રત્યક્ષ (સ્વાનુભવ પ્રત્યક્ષ ) છે અને તેને હું નમું છું. અહા ! મારું આ જીવતત્ત્વ જે પર અને પર્યાયના ભેદો વિનાનું અંદર ત્રિકાળ, ધ્રુવ, એકરૂપ, શુદ્ધ ચૈતન્ય-ચિદાનંદમય છે તેને હું નમું છું, અર્થાત્ તે જ મને ઉપાદેય છે. લ્યો, આવી વાત! મારગ બહુ ઝીણો, અચિજ્ય ભાઈ! પણ તેનાં ફળ પણ અચિજ્ય અલૌકિક છે ને? જુઓને! અહીં પણ એ જ કહે છે કે “સકળ અર્થની સિદ્ધિને માટે—મારી મુક્તિ માટે હું તેને સદા નમું છું, ભાવું છું. અર્થાત્ દ્રવ્યમાં જ મારું વલણ છે.
અહા ! આત્મવસ્તુમાં બે પ્રકાર છે: એક દ્રવ્ય-ત્રિકાળી ધ્રુવ અને બીજો વર્તમાન દશાઓ. અને તેનું આ વર્ણન છે. આ જીવતત્ત્વનો અધિકાર છે ને? તેથી કહે છે કે, પર્યાયમાં આવા ભેદોથી સહિત હોવા છતાં ધ્રુવ ભગવાન આત્મા તે બધાથી રહિત છે. મતલબ કે વ્યવહારથી જીવતત્ત્વ ભેદો સહિત છે, પણ નિશ્ચયથી તે ભેદોથી રહિત છે. અહા! આ કેવળજ્ઞાનાદિ પર્યાયના બધા ભેદો ભલે હો તો પણ તે વ્યવહારનયનો વિષય છે, કેમકે તે પર્યાય છે ને ? તો, એવા વ્યવહારનયના વિષય સહિત હોવા છતાં, કહે છે, ત્રિકાળી ધ્રુવ નિશ્ચયતત્ત્વ એનાથી રહિત છે. અર્થાત્ જીવ વ્યવહારથી ભેદો સહિત છે, પણ નિશ્ચયથી ભેદો રહિત છે. અહા ! આ નિશ્ચય-વ્યવહારની શૈલી તો જુઓ! વળી આમાં એમ પણ આવી ગયું કે આ જીવ જેમ નિશ્ચયથી ભેદોથી રહિત છે તેમ વ્યવહારથી પણ ભેદો રહિત છે એમ નથી, તથા જેમ વ્યવહારથી ભેદો સહિત છે તેમ નિશ્ચયથી પણ આ વ્યવહારના ભેદો સહિત છે એમ નથી, એમ હોય જ નહીં. અહીં તો, દ્રવ્ય વ્યવહારથી ભેદો સહિત હોવા છતાં, તે નિશ્ચયથી વ્યવહારના ભેદોથી રહિત છે, અર્થાત્ નિશ્ચયથી જીવ અભેદ એકરૂપ એવું શુદ્ધ-ચૈતન્યતત્ત્વ છે એમ કહે છે અને એ યથાર્થ –બરાબર છે. હવે આવી વાતુ બહુ અટપટી–ગંભીર!
ભાઈ, જીવના આમ બે ભાગ-અંશઃ એક પર્યાય અને બીજો દ્રવ્ય-ધ્રુવ અંશ. હવે કહે છે-આમ હોવા છતાં ધર્મી જીવને જો શરણ હોય તો એક ધ્રુવ દ્રવ્યનું જ છે, પર્યાયનું નહિ. પર્યાય હો, પણ તે જાણવાલાયક છે. તે “છે” એમ માત્ર જાણવાલાયક છે, બાકી શરણ લેવાલાયક તો એક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જ છે. હવે આવી વ્યાખ્યા! માણસને આ સમજવું કઠણ પડ પણ ભાઈ, તારી વસ્તુ શું છે ને કેમ છે તેની આ વાત છે. આ જીવ-અધિકાર છે ને? અહીં કહે છે-એવા આ જીવતત્ત્વને એટલે કે એકલા શુદ્ધ ગુણોનો અભેદ પિંડ એવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com