________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪ ]
છતાં..., એવી એવી પર્યાયોથી સહિત હોવા છતાં પણ..., કેવો છે? તો, ‘જે એ બધાથી રહિત છે...’
અહા ! પર્યાયમાં આવા ભેદોથી સહિત હોવા છતાં પણ વસ્તુ જે અંદર ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ છે એ તો આ બધા ભેદોથી રહિત છે એમ કહે છે. અહાહા...! પર્યાયમાં આ ભેદો છે તો પણ અંદર વસ્તુ તો એ બધાથી રહિત અભેદ એકરૂપ છે. વસ્તુ-ભગવાન શાયકમાં એ ભેદો નથી.
૨૩૩
અહા ! આ ઉપયોગનો અધિકાર છે ને? અને તેમાં ઉપયોગની વ્યાખ્યા છે ને? તો, કહે છેઆત્મા કવચિત્ કેવળજ્ઞાનાદિ સહિત જણાય છે, કવચિત્ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાનરૂપ અશુદ્ધ પર્યાયો સહિત જણાય છે, કવચિત્ કેવળજ્ઞાનાદિ સહજ પર્યાયો સહિત જણાય છે, ને કચિત્ અર્થાત્ સંસારમાં નર-નારકાદિ અશુદ્ધ વ્યંજનપર્યાય સહિત જણાય છે. હવે કહે છે-એ પર્યાયો હોવા છતાં પણ અંદર વસ્તુ-ભગવાન ચૈતન્યબિંબ–તો એ બધાથી રહિત છે.
પ્રશ્ન: આમ કોને દેખાય છે?
સમાધાનઃ અંદર દેખનારને દેખાય છે શું? કે પર્યાયમાં આવા ભંગો-ભેદો છે. અહા ! પર્યાયપણે પર્યાયમાં આવા ભંગો દેખાય છે, તો પણ એટલે કે પર્યાયમાં એવી સ્થિતિ છે તો પણ, વસ્તુ નામ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તો એ ભંગોથી-પર્યાયોથી રહિત છે. અહા! આવી ઝીણી વાત છે!
અહીં કવિચતા-કચિત્ એમ શબ્દ છે ને? એટલે કાયમી ત્રિકાળ એકરૂપ જે દ્રવ્ય-વસ્તુ છે, તેમ જ તેમાં ત્રિકાળ અભેદ-એકરૂપ જે ગુણો ભેગા રહેલા છે તેની આ વાત નથી. પરંતુ આ તો કવચિત્ (જે ક્યારેક હોય છે) એવા પર્યાયભેદોની વાત છે. તો, એ બધા ભેદોથી, કહે છે, ત્રિકાળી શુદ્ધ જીવતત્ત્વ રહિત છે. આવી વાતુ!
હવે મુનિરાજ કહે છે–‘એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું.' પોતાની વાત કરીને નમવા-ઢળવાયોગ્ય આદરણીય આ ત્રિકાળી ચીજ છે એમ કહે છે.
અહા! પ૨વસ્તુ તો કોઈ એમાં (ત્રિકાળી દ્રવ્યમાં) છે નહિ, અને પુણ્ય-પાપ પણ એમાં નથી. પણ એની અહીં વાત નથી, કેમકે અહીં ઉપયોગની વાત છે. ઉપયોગની સાથે ભેગી અશુદ્ધ વ્યંજનપર્યાય પણ દર્શાવી છે. અશુદ્ધ વ્યંજનપર્યાય એટલે શું? ભાઈ, અશુદ્ધ વ્યંજનપર્યાય એટલે આ નર-નારકાદિના શરીરની વાત નથી, પણ અંદર નર-નારકાદિના શરીરના આકારે આત્માના પ્રદેશોનો જે આકાર થાય છે તેને અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. તે પણ હું નહિ (તે રૂપે હું નથી ), કેમકે તે કચિત્ હોય છે, ત્રિકાળ નથી. વળી, કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણો (-પર્યાયો) ને મતિજ્ઞાનાદિ અશુદ્ધ ગુણો (-પર્યાયો ) છે તેય મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ પણ કચિત્ ચિત્ હોય છે, ત્રિકાળ નહિ. કેવળજ્ઞાનાદિ શુદ્ધ પર્યાયો, ને મતિજ્ઞાનાદિ અશુદ્ધ પર્યાયો સદાય હોતી નથી.
તો, કહે છે, આ બધાથી (બધી પર્યાયોથી ) · સનાથમવિ’–સહિત હોવા છતાં ‘નીવતત્ત્વમનાથમ્’
—જીવતત્ત્વ એ બધાથી રહિત છે. તો એવા પર્યાયના ભેદોથી રહિત ત્રિકાળી જીવતત્ત્વને...અહાહા...! અંદર ભગવાન આત્મા ત્રિકાળ નિત્યાનંદસ્વરૂપ છે તેને ‘હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું' અહા ! સકળ અર્થની સિદ્ધિને માટે એટલે કે મારી મુક્તિને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com