________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૨
[નિયમસાર પ્રવચન
તો, આત્મા ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ-૫૨મબ્રહ્મસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવું, લીન થવું, રમવું એ જ મોક્ષનો માર્ગ છે, અને તે જ આત્માનું ભજન છે, ને તે જ સંસારના નાશનો ઉપાય છે.
શ્લોક ૨૬: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
જુઓ, આ જીવ અધિકા૨ છે, ને તેમાં જીવતત્ત્વની વ્યાખ્યા છે. તો, કહે છે કે જે આ જીવ છે તે‘કવચિત્ સદ્દગુણો સહિત વિલસે છે–દેખાય છે, ’
એટલે શું? કે કોઈ વખતે જીવ કેવળજ્ઞાનાદિ ગુણો સહિત જણાય છે. અહીં ‘ સદ્દગુણો સહિત ’– એમ કહ્યું ને ? તો સદ્દગુણો એટલે ત્રિકાળી ગુણોની આ વાત નથી, પરંતુ જે કવચિત અર્થાત્ કોઈ વખતે પ્રગટે છે એની (કેવળજ્ઞાનાદિ પર્યાયની) વાત છે.
વળી તે જીવતત્ત્વ ‘કવચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે...'
જીવ કોઈ વખતે મતિ-શ્રુતજ્ઞાનાદિ કે જે અશુદ્ધ ગુણો કહેવાય છે તે સહિત દેખાય છે.
અને તે ‘કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે...’
જુઓ, અહીં કેવળજ્ઞાનાદિ પર્યાયોને પહેલાં સદ્દગુણોમાં તો લીધી છે, છતાં ફરીને સહજ પર્યાયોમાં તેને લે છે. આ કલશ પછી પંદરમી ગાથામાં કેવળજ્ઞાનને સ્વભાવપર્યાયમાં લે છે ને ? માટે, અહીં સહજ પર્યાયો એટલે કેવળજ્ઞાનાદિ સ્વભાવપર્યાયો એમ અર્થ છે. જો કે શુદ્ધ વ્યંજનપર્યાય પણ આમાં લેવાય, પરંતુ તેને આમાં લીધી નથી, કેમકે ‘સહજ પર્યાયો '–એમ બહુવચન છે (જ્યારે શુદ્ધ વ્યંજનપર્યાય તો એક જ છે). માટે, આમાં શુદ્ધ વ્યંજનપર્યાયની વાત નથી. તો, જીવ કવચિત્ સહજ પર્યાયો એટલે કે કેવળજ્ઞાનાદિ પર્યાયો સહિત વિલસે છે, દેખાય છે.
‘અને કવચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે.’
આ વ્યંજનપર્યાયની વાત છે. અહા! નારકી, દેવ, મનુષ્ય ને તિર્યંચના પ્રદેશોના આકારને અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. તો, ક્વચિત્ તે અશુદ્ધ વ્યંજનપર્યાયો સહિત વિલસે છે, જણાય છે
-આમ ચાર બોલ થયા. એ તો હવે પછી કહેશે કે-ભગવાન આત્મા-શુદ્ધ જીવતત્ત્વ-આ બધી પર્યાયોથી રહિત છે. આમ સરવાળો અહીં કહેવો છે ને ? તો, આ ચાર બોલ કહ્યાઃ
કચિત્ નામ કોઈ વખતે જીવ કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણો (શુદ્ધ પર્યાયો ) સહિત દેખાય છે. -કવચિત્ મતિ-શ્રુતાદિ અશુદ્ધ ગુણો (-અશુદ્ધ-અપૂર્ણ પર્યાયો) સહિત દેખાય છે.
-કોઈ વા૨ સહજ પર્યાયો અર્થાત્ કેવળજ્ઞાનાદિ સ્વભાવપર્યાયો સહિત વિલસે છે, દેખાય છે. અને –કોઈ વાર અશુદ્ધ પર્યાયો (નર, નારકાદિ અશુદ્ધ વ્યંજનપર્યાય) સહિત દેખાય છે.
જુઓ, અહીં (આ ચા૨ બોલમાં) વિકારની વાત લીધી નથી; કારણ કે આ બધી ગાથાઓમાં ઉપયોગની વ્યાખ્યા છે ને ? માટે, ગાથાઓમાં ઉપયોગની વ્યાખ્યા છે તેથી આમાં વિકારની-પુણ્ય-પાપનીવાત કરી નથી, પરંતુ આમાં આ (ઉપયોગની ) જ વાત કરી છે.
હવે કહે છે–‘ આ બધાથી સહિત હોવા છતાં પણ...'
જુઓ, છે અંદર ? છે કે નહિ? ‘સનાથનપિ’-એમ શબ્દ છે. મતલબ કે સનાથ હોવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com