________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪]
૨૩૧ ન હતો ને નવો થયો છે એમ છે નહિ. અહાહા...! એ તો અનાદિથી એવો ને એવો-ચૈતન્યઘન, આનંદકંદ, નિત્ય ઝળહળ-ઝળહળ જ્યોતિ સ્વરૂપ ધ્રુવ ચૈતન્યસૂર્ય-ચૈતન્ય મહાપ્રભુ પોતાથી જ છે.
જુઓ, આત્મા એટલે પરમબ્રહ્મસ્વરૂપ-પરમાનંદસ્વરૂપ સમયસાર ને તે પોતે જ પરમાત્મા છે એમ કહે છે. અહા ! આત્મા પોતાથી જ છે, ને પોતે જ પરમબ્રહ્મસ્વરૂપ સમયસાર છે. હવે પોતે આવો હોવા છતાં, અજ્ઞાની મૂઢ એક સિગારેટ મળે ત્યાં રાજી થઈ જાય છે, અને શોભા દેખાડવા માટે તે કેમ પીવી એમાં કેટલાય ચાળા કરે છે. પણ એમાં ધૂળેય શોભા નથી સાંભળને? અરે ભગવાન! તું ક્યાં (વિષયમાં) અર્પાઈ ગયો? અÍવાયોગ્ય તો તારું અંદર નિત્ય પરમબ્રહ્મસ્વરૂપ છે ને? પણ અરે ! તેની એને ખબર નથી!
તો, કહે છે-“પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને-કે જેને તું ભજી રહ્યો છે તેને-, હે ભવ્યશાર્દુલ (ભવ્યોત્તમ ), તું શીધ્ર ભજ...'
જોયું? ઉપર ઉત્તમ પુરુષો કહ્યા હતા ને ? માટે, મુનિરાજ કહે છે કે જેને તું ભજી રહ્યો છો, અહાહા..! જે પૂર્ણ શુદ્ધ નિત્યાનંદ-ચિદાનંદસ્વરૂપમાં તે એકાગ્ર-લીન થઈ ભજી રહ્યો છે તેને જ તું શીધ્ર ભજ. અહા ! ધર્મી જીવ પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાનાનંદસ્વભાવી આત્માનું જ ભજન કરે છે, અર્થાત્ તેમાં જ શીઘ્ર-શીધ્ર એકાગ્ર-લીન થાય છે એમ કહે છે. અને ત્યારે બીજું (ભેદવિકલ્પ અને વ્રતાદિ ) ભલે હો તો પણ એને તે જાણવાલાયક છે, પરંતુ આદરવાલાયક નથી એમ કહેવું છે. સમજાણું કાંઈ..?
અહાહા..! કહે છે-“જેને તું ભજી રહ્યો છે તેને, હે ભવ્યશાર્દુલ (ભવ્યોત્તમ) શું શીધ્ર ભજ...' અહાહા...! સિંહ જેવા શૂરવીર હે ભવ્યોત્તમ! તું ભગવાન આત્માને શીધ્ર ભજ. (એમ કે પ્રમાદમાં રહીશ મા). અહાહા....! અંતરમાં તું પૂર્ણ જ્ઞાયકસ્વરૂપ ભગવાન છો તેમાં શીધ્ર એકાગ્ર-લીન થા, ને તેમાં રમણતા કર લ્યો, આ આત્માનું ભજન છે. નિજસ્વરૂપમાં રમવું તે ભજવું નામ ભજન છે. અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે એનું ભજન છે. સમજાણું કાંઈ....!
હવે કહે છે-“તું તે છે.'
અહાહા...! કહે છે–ભગવાન ! જેને તું ભજે છે, જેમાં તું રમે છે તે તું જ છો. હવે બીજે લોકમાં તો આવી વાત સાંભળવા મળવીય કઠણ છે, મુશ્કેલ છે. અરે! મળે છે જ ક્યાં? બીજે બધે તો કથાવાર્તા મળે છે. પણ તેમાં ભાઈ, મૂળ ચીજનો પત્તો લાગતો નથી. અરે! મૂળ ચીજ ખ્યાલમાં ન આવે તો એ અંદર રમવાનો પ્રયોગ તો કરે જ શી રીતે?
અહાહા...! કહે છે-હું ભવ્યશાર્દૂલ! હે સિંહ સમાન ભવ્ય આત્મા! મલપતા સિંહની જેમ વિક્રમપુરુષાર્થ કરતો એવો તું જે પૂર્ણાનંદ-ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર થઈને રમે છે તે તું જ છો. અહાહા..! જેમાં તું રમે છે તે કારણતત્ત્વ તું જ છો; અન્ય નહિ. હવે આવી વાતુ ભાઈ, આ વીતરાગના શાસન સિવાય બીજે ક્યાંય છે નહિ હોં. અહાહા...! કહે છે-ભજન કરવા માટે અંદર નિત્યાનંદસ્વરૂપ પૂર્ણ ધ્રુવ ભગવાન તું પોતે છો તો તેમાં જ એકાગ્ર થઈ લીન થઈ જા; અને જેમાં તું અત્યારે લીન થઈ રમે છે તે તું જ છો, બીજો કોઈ નથી. ગજબ વાત છે પ્રભુ! અહા ! બીજો કોઈ ભગવાન છે અને એનું તું ભજન કરે છે–એમ નથી પણ તું પોતે જ ભગવાન છો એમ અહીં કહે છે. અહાહા...! આવી ગજબ વાત છે !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com