________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
[નિયમસાર પ્રવચન કારણ-આત્મા વિરાજે છે. અહા ! જુઓને! કેવી વાત કરી છે! કે ઉત્તમ પુરુષોના હૃદય-સરોવરમાં અર્થાત્ અંતરના જ્ઞાન-સરોવરમાં કારણ–આત્મા વિરાજે છે.
પ્રશ્નઃ હવે આ કારણ-આત્મા વળી શું છે? શું કોઈ ભગવાન-ઈશ્વર છે?
સમાધાન: ના, કોઈ બીજો ભગવાન-ઈશ્વર તો નથી, પણ તું પોતે જ અંદર કારણ આત્મા છો અહાહા.! ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યતત્ત્વ અંદર નિત્ય વિરાજે છે તે કારણ–આત્મા છે, અને તે તું પોતે જ છો. અહા ! જે મોક્ષની કાર્યદશા, પરમ અતીન્દ્રિય સુખની કાર્યદશા પ્રગટ થાય છે તેના કારણપણે અંદર નિત્ય વિરાજમાન કારણતત્ત્વ-કારણપરમાત્મા પ્રભુ! તું પોતે જ છો.
પ્રશ્નઃ તો શું તે બધાના હૃદયમાં નથી?
સમાધાનઃ ના, તે ઉત્તમ પુરુષોના હૃદયમાં જ વિરાજે છે. અહા! જેને એનું ભાન છે તેના હૃદયમાં જ કારણપરમાત્મા વિરાજે છે. બાકી બીજાને તે ક્યાં છે? અહા! જેને અંતરનું (અંતઃતત્ત્વનું) ભાન નથી તેને ભાન વિના એ કારણપરમાત્મા છે એમ અંદરથી ક્યાં આવ્યું છે? માટે, ઉત્તમ પુરુષોના જ્ઞાનસરોવરમાં વસ્તુ ત્રિકાળી કારણતત્ત્વ એક જ્ઞાયકભાવ-ધ્રુવભાવ વિરાજે છે એમ કહ્યું છે. ઉત્તમ પુરુષો એટલે શું? એટલે કે જેની દષ્ટિ ત્યાં ધ્રુવમાં-કારણતત્ત્વમાં પડી છે અને જેની દ્રષ્ટિમાં ધ્રુવ એક જ્ઞાયકભાવ આવ્યો છે એવા જ્ઞાની–ધર્મી પુરુષોના હૃદયમાં જ્ઞાનમાં તે વિરાજે છે; પણ અંદર હું આવો છું એમ જેને ખબર-ભાન નથી તેને શું છે? (તેને તો તે ન હોવા બરાબર જ છે.) અહા ! જેની નજરું ભગવાન એક જ્ઞાયક ઉપર ચોંટી છે અર્થાત્ જેની જ્ઞાનદશામાં ભગવાન એક જ્ઞાયક સ્વરૂપ આત્મા જ તરવરે છે તેને માટે તે છે એમ કહે છે સમજાણું કાંઈ? આ તો ભગવાન થવાની વાતુ બાપુ! આ એકલું માખણ છે.
ભાઈ, આ સ્ત્રી-પુત્ર-પરિવાર, પૈસા ને ઈજ્જત-આબરું એ બધું દષ્ટિમાંથી છોડવાયોગ્ય છે, કેમકે એ બધી ચીજ તારી નથી, તારામાં નથી અને તેને હિતરૂપ પણ નથી. ઉલટાનું એ બધી ચીજો તારા દુ:ખમાં નિમિત્ત છે. અહા ! સુખ માટે તો અંદરમાં ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા જ કારણ છે, અને તેથી કહે છે કે ઉત્તમ પુરુષોના અંતરમાં એક કારણ-આત્મા વિરાજે છે. આ સમજાય એવું છે
પ્રશ્નઃ કારણ-આત્મા કોને કહેવો?
સમાધાનઃ અંદરમાં જે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વરૂપ અવિનાશી તત્ત્વ છે તેમાંથી મોક્ષરૂપ કાર્યદશા પ્રગટ થાય છે. માટે તેને અર્થાત્ આત્માના નિજસ્વભાવને કારણ–આત્મા કહે છે. તેનો અર્થ એ થયો કે આત્માના સુખરૂપી કાર્યને માટે કારણ તો પોતે જ છે.
અહા ! ગુણપર્યાયના ભેદો હો, પણ ઉત્તમ પુરુષની દૃષ્ટિમાં તે કાંઈ નથી. એના અંતરમાં તો એક કારણ -આત્મા ભગવાન જ્ઞાયક જ વિરાજે છે. સમજાણું કાંઈ..? લ્યો, આમાં તો ઉત્તમ પુરુષ કેવા હોય તેય આવી ગયું, ને સુખનું મૂળ કારણ શું-એય આવી ગયું.
હવે કહે છે-“પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને...'
પોતાથી ઉત્પન્ન એટલે કે એ ધ્રુવતત્ત્વ પોતાથી જ ચાલે છે. અહાહા...! અંદર ઘુવતત્ત્વ એક જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા તો અનાદિથી છે..છે...છે ને છે જ; તે પોતાથી જ છે. અહા ! કોઈ એનો કર્તા છે, કે કોઈએ એને બનાવ્યો છે, કે કોઈએ તેને ઉપજાવ્યો છે એમ છે નહિ. અર્થાત્ તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com