________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪]
૨૨૯ અહા ! શું કીધું? કે એવો પુરુષ મુક્તિની પરિણતિરૂપી સ્ત્રીનો વલ્લભ બને છે, અર્થાત્ તેને જે મુક્તિની દશા પ્રગટ થાય છે તે હુવે અનંતકાળ રહેશે, એક સમય પણ તેનો વિરહુ થશે નહિ. હવે મારગ સાંભળવાનીય જેને નવરાશ ને દરકાર ન હોય તેને આ કઠણ પડે. શું થાય ?
અહા ! પર્યાયની યોગ્યતાથી પર્યાય થાય છે. છતાં તેના (-પર્યાયના) આશ્રયે કાંઈ ધર્મ ન થાય. બહુ ભારે કામ ભાઈ ! પણ બાપુ! આખો સંસાર ઉથલાવીને એને મોક્ષના પડખે જવું છે તો કામ ભારે જ હોય ને? એમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ. અહા ! આખો સંસાર ઝેરમય છે, એકલા ઝેરથી સળગી રહ્યો છે. સંસાર એટલે? સંસાર પર્યાયમાં છે હો, તે કાંઈ બહારમાં નથી. આ સ્ત્રીપુત્ર-પરિવાર ને ઘરબાર એ કાંઈ સંસાર નથી. પણ એ બધાં મારાં ને હું એમનો-એવી મિથ્યા શ્રદ્ધા ને રાગ-દ્વેષથી એની પર્યાયમાં સંસાર સળગી રહ્યો છે. હવે એ સંસારથી એકદમ છૂટીને મોક્ષના પડખે જવું હોય તો, તે માર્ગ તો (જગતથી) જુદો જ હોય ને? બાપુ ! આ તો અનંતા પુરુષાર્થનો મારગ છે.
અહા ! આવું જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું અંતર-સ્વરૂપ છે તેને જે ભજે છે, તેમાં એકાગ્ર-લીન થાય છે, તેમાં જે સન્મુખ થઈને ઉપયોગને લગાવે છે, ને તેમાં જ જે દષ્ટિને પ્રસારે છે તે શુદ્ધદષ્ટિ પુરુષ મુક્તિ એટલે કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત થાય છે, અર્થાત્ કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી તેને વરે છે, ને પછી એક સમય પણ તેને છોડશે નહિ એવો તેનો વલ્લભ થાય છે. સમજાણું કાંઈ?
અહા ! સંસારમાં તો, કાં તો તે પહેલાં મરે ને કાં તો સ્ત્રી મરે. અને છતાં કહે અર્ધાગના! લોકમાં સ્ત્રીને અર્ધાગના કહે છે ને? પણ ધૂળેય અર્ધાગના નથી સાંભળને! તું મરી જાય ત્યારે શું તે સાથે આવે છે? ના; અને તે મરી જાય ત્યારે શું તું સાથે જા છો? ના, બેય અત્યંત જુદી-જુદી ચીજ છે બાપુ! તો પછી તે અર્ધાગના કેવી? તારું અડધું-પાતળું અંગ તો તારી પર્યાય છે, જ્યારે મહા અંગ પૂર્ણ ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે. પર્યાય છે તે (ઉપરનું) પાતળું અંગ છે હોં, તેનો આશ્રય (ધર્મીને) હોતો નથી. આશ્રય તો ધ્રુવ એક ચૈતન્યમહાપ્રભુ દ્રવ્યનો છે, ને તે અંદર મહા અંગ છે. આવો ભગવાન વીતરાગનો માર્ગ છે. અહા ! આમ જ ત્રિલોકીનાથ તીર્થંકરદેવની દિવ્યધ્વનિમાં-સર્વજ્ઞ પરમેશ્વરના પ્રવચનમાં આવ્યું છે અને એ જ વાત સંતો પ્રકાશી રહ્યા છે. અહા ! કઠણ પડે, આકરો લાગે, મોંઘો પડે તોય મારગ તો આ જ છે. કોઈને ન બેસે, કોઈ માન્ય ન રાખે તેથી કાંઈ માર્ગ (વસ્તુ ) ફરી જાય એમ નથી.
શ્લોક ૨૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના વિશદ હૃદય-સરોવરમાં કારણ આત્મા વિરાજે છે.”
અહા! આ બધા ગુણો (–ભેદો) ને બધી પર્યાયો (ભેદો) તારા દ્રવ્યની એકતાથી ભિન્ન છે, અર્થાત બધા ભેદો ત્રિકાળી અભેદ એકરૂપ દ્રવ્યથી ભિન્ન છે. અહા ! એ રીતે ગુણ-પર્યાયના ભેદો કે જે અભેદથી ભિન્ન છે તે હોવા છતાં, અહીં કહે છે, ઉત્તમ પુરુષોના હૃદય-સરોવરમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com