________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪]
૨૨૭ છે, હો; છતાં તે વ્યવહારનયનો વિષય હોવાથી જાણવાલાયક છે, પણ આદરવાલાયક નથી. સુખને માટે ધર્મીને આદરવાલાયક તો એક પૂર્ણ જ્ઞાનમય એવો શુદ્ધ આત્મા જ છે. કોઈને થાય કે આવો આત્મા? હા, ભાઈ. આત્મા વસ્તુ છે કે નહીં? છે. તો તેનો સ્વભાવ શું છે? જ્ઞાન..જ્ઞાન..જ્ઞાન-પૂર્ણ જ્ઞાન એનો સ્વભાવ છે. અહાહા...આત્મા વસ્તુ છે તે પૂર્ણ જ્ઞાનસ્વભાવથી ભરેલું શુદ્ધ અંતઃતત્ત્વ છે. અહા! પહેલાં આત્માને સહગુણમણિની ખાણ કહ્યો, ને હવે જ્ઞાનની પ્રધાનતાથી પૂર્ણ જ્ઞાનવાળો (જ્ઞાનમય) છે એમ કહે છે.
તો, એવા “સહ૪ગુણમણિની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે.' અહા ! “તીક્ષ્યબુદ્ધિવાળો” એટલે? કે ઉપયોગને જે તીણો-સૂક્ષ્મ કરી આત્મામાં મૂકે છે-એકાગ્ર કરે છે તે તીક્ષ્ણ બુદ્ધિવાળો છે. આ સિવાય બીજા બધા બુદ્ધિના બારદાન (સ્થૂળ બુદ્ધિવાળા ) છે.
અહા! ભગવાન આત્મા નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ અનંત સહજગુણમણિની ખાણ છે. એટલે શું? કે એમાં ખોદતાં (-અંદર ઊંડે એના તળમાં પહોંચતાં) અર્થાત્ એમાં અંતર-એકાગ્ર થતાં પૂરણ આનંદ, શાન્તિ ને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહા ! આવી એ અચિજ્ય અભુત ખાણ છે. અહા ! આવા પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ આત્માને અને તે પણ તે એકને જ તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે. તે એકને જ ભજે છે એટલે શું? કે પર્યાયને કે રાગને તે કદીય ભજે નહિ, અરે, ભગવાન કેવળીને પણ તે ભજે નહિ. લ્યો, શુદ્ધદષ્ટિ પુરુષ ભગવાનને ભજે નહિ એમ અહીં કહે છે.
અહા ! અંદર મહા અસ્તિ-સત્તામય વસ્તુ પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ આત્મા છે તેને, અને તે એકને જ તીક્ષ્ણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે. જુઓ, આમાં જ્ઞાન પણ તીક્ષ્ણ લીધું છે, ને દૃષ્ટિ પણ શુદ્ધ લીધી છે. મતલબ કે તે જ્ઞાનનો ઉપયોગ સૂક્ષ્મ ને તીણો છે કે જે અંદર આત્માને પકડે છે. અને દૃષ્ટિ શુદ્ધ એને કહીએ કે જે દષ્ટિ આત્મામાં સ્થિત છે, જે દષ્ટિ દ્રવ્ય ઉપર ચોંટેલી છે. તો, આવો તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ-સમ્યગ્દષ્ટિ પુરુષ એક આત્માને ભજે છે. અહા ! તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ પોતાના ઉપયોગને ઝીણો ને તીણો-તીર્ણ કરી નિજ શુદ્ધ આત્મામાં એકાગ્ર થાય છે. લ્યો, આ ભજવું છે ને આ મોક્ષમાર્ગ છે. આ નિયમસાર છે ને? એટલે અહીં મોક્ષમાર્ગની વ્યાખ્યા કરે છે. ભાઈ, મારગ આવો છે.
પ્રશ્નઃ તમે આવી-નિર્વિકલ્પ વસ્તુની-વાતો કરો છો તો પણ પાછા આવું કરો છો? (એમ કે શાસ્ત્રો, મંદિરો બનાવો છો.-કાંઈ મેળ ખાતો નથી.)
સમાધાન: ભાઈ ! કરે શું? એ તો હેય છે, સાંભળને! અહા ! એના કાળે અને એના કારણે થવાયોગ્ય હોય તો થાવ. અને એમાં ત્યાં માણસ ઊભેલો હોય તો તેને શુભરાગનો વિકલ્પ પણ હો. તથા તે વિકલ્પ સંબંધીનું જ્ઞાન પણ હો. પરંતુ તે અંદરમાં નિશ્ચયથી આદરણીય નથી. ભારે આકરું કામ બાપુ !
તો, તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ શુદ્ધ પૂર્ણ જ્ઞાનમય એવા આત્માને એકને જ ભજે છે. સમજાય છે કાંઈ...? પ્રશ્ન: ભજે છે એટલે શું? શું તે આત્મા..આત્મા-એમ માળા ફેરવતો હશે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com