________________
૨૨૬
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
શ્લોક ૨૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
અહા ! કળશમાં ગાથાનું માખણ આવ્યું છે હોં. આમાં સાર–નિચોડ છે. અહીં કહે છે–ભાઈ ! તારી પર્યાયમાં ‘પરભાવ હોવા છતાં...'
પરભાવ એટલે શું? પરભાવ એટલે આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય નહિ હોં; એ તો બધી પર ચીજ છે બાપુ! ને પ૨પણે જ રહી છે. તો, તેની આમાં વાત જ નથી. અહીં તો એમ કહે છે કે-તારી દશામાં પુણ્ય-પાપના વિકલ્પો અને રાગ-દ્વેષ આદિ વિભાવભાવ રહ્યા હોવા છતાં..., એમ કે પર્યાયમાં પુણ્ય-પાપ આદિ વિભાવભાવ છે, પણ તેઓ (–૫૨ભાવ ) અંદર દ્રવ્ય-વસ્તુસ્વભાવમાં નથી. તો અંદર શું છે?
કહે છે‘ સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને’
અહાહા...! જોયું? અંદર ભગવાન આત્મા તો સ્વાભાવિક ગુણમણિની ખાણ છે. આ તમારાં બહારમાં મણિરતન હોય છે એ નહિ હોં, એ તો બધાં જડ-ધૂળ છે; એનું શું કામ છે? આ તો ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ અંદર સહજગુણમણિરતનની ખાણ છે એમ વાત છે. અહાહા...! અનંત અનંત સહજગુણમણિરતનની ખાણ ભગવાન આત્મા છે. અહા! બહાર પર્યાયમાં રાગાદિ વિભાવભાવ હો, પણ તેઓ અંદર નથી. અંદર તો સહજ જ્ઞાન-દર્શન આદિ અનંત ગુણરૂપી મણિરતનની ખાણ ભગવાન આત્મા છે. અહા! આ (-આત્મા ) કાંઈ શબ્દોથી પાર ન પમાય હોં, એ તો સ્વાનુભવમાં પાર પમાય. આ તો ઈશારા છે.
અહા! આ અંદરમાં ભગવાન આત્મા શરીર, મન, વાણી ઇત્યાદિ ૫૨વસ્તુથી અત્યંત જુદો-ભિન્ન છે. તેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. તથા અંદરમાં જે જડ કર્મ છે તેનાથી પણ તે જુદો ભિન્ન છે. વળી પુણ્ય-પાપના જે વિકારી ભાવ થાય છે તે વિભાવભાવ, પરભાવ ને દુઃખરૂપ આસ્રવતત્ત્વ હોવાથી એનાથી પણ આત્મા જુદો ભિન્ન છે. માટે, કહે છે–આ બધું ભલે હો, તો પણ અંદરમાં વસ્તુ અંતઃતત્ત્વ તો સહજગુણમણિરતનની ખાણ છે. લ્યો, આમ અસ્તિ તરીકે તો આ બેય સિદ્ધ કર્યા હોં. એમ કે એ બંને (પરભાવ ને સ્વભાવ ) છે.
અહા ! આ પુણ્ય-પાપના વિકલ્પો-આ રળવાનો ભાવ, ભોગનો ભાવ, ક્રોધ, માન, માયા, લોભના ભાવ ને પૈસા સાચવવા ને વાપરવાનો ભાવ, તથા દયા, દાન આદિ વિકલ્પ ઇત્યાદિ બધો ભાવ પણ વર્તમાન અસ્તિરૂપ છે. પરંતુ તે છે આકુળતા ને દુઃખનો ભાવ. તથા તે વિભાવો પરભાવ છે. તો, કહે છે કે તે પર્યાયમાં ભલે હો, છતાં અંદર વસ્તુ આત્મા તો સહજગુણમણિનીખાણ છે. લ્યો, પોતાનું ત્રિકાળી શુદ્ધ મહા અસ્તિત્વ આ છે, કે જે ઉપાદેય છે. સમજાણું કાંઈ...?
વળી તે અંતઃતત્ત્વ પરમ પવિત્ર પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે. અહા! જ્યાં એનો સ્વભાવ જ જ્ઞાન છે ત્યાં શું કહેવું? અહાહા...! અનંત-બેહુદ જેનો જ્ઞાનસ્વભાવ છે એવો આત્મા, કહે છે, પૂર્ણ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ છે. અહા ! વસ્તુમાં અપૂર્ણતા કેવી? ને વિપરીતતા કેવી? તો, કહે છે–‘પૂર્ણ જ્ઞાનવાળા શુદ્ધ આત્માને...' અહા ! જોયું ? અહીંયાં વર્તમાન પર્યાયની જે અશુદ્ધ દશા કહી હતી તેને કાઢી નાખીને ( ગૌણ કરીને ) અંદર અંતઃ તત્ત્વસ્વરૂપ આત્મા પૂર્ણ જ્ઞાનમય શુદ્ધ છે એમ વાત કરી છે.
ભાઈ, આ બધા-ત્રણ અશુદ્વ દર્શનની પર્યાય, અને અશુદ્ધ વ્યંજનપર્યાય-એ બધા ભાવો કહે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com