________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪]
૨૨૫ અહા ! જે સર્વ તરફથી ભેદને પ્રાપ્ત થાય અર્થાત્ પરિણમન કરે તે પર્યાય છે. વસ્તુ (દ્રવ્ય-ગુણ) પોતે અખંડ એકરૂપ રહીને તેમાંથી સમયે સમયે અવસ્થા વહ્યા કરે છે તે પર્યાય છે. પરિણમન એ વસ્તુનો સ્વભાવ છે, અને તેથી તે સમયે સમયે પરિણમ્યા કરે છે. પરિણમનથી પ્રાપ્ત અવસ્થા તે પર્યાય છે, અને તે સમયે સમયે બદલ્યા કરે છે.
હવે કહે છે તેમાં, સ્વભાવપર્યાય છે દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે...'
જુઓ, છયે દ્રવ્યમાં એક અગુસ્લઘુગુણની સ્વાભાવિક પર્યાય થાય છે. માટે તે છયે દ્રવ્યને સાધારણ છે. છતાં, તે પર્યાય ય છે હોં. અહા ! આ અગુસ્લઘુગુણની પર્યાય છયે દ્રવ્યમાં સાધારણ છે અને તે અર્થપર્યાય છે, એટલે કે એ વ્યંજનપર્યાય-પ્રદેશની કે આકૃતિની એ દશા-નથી. એ અગુરુલઘુગુણની વર્તમાન વર્તતી પર્યાય અર્થપર્યાય છે.
હવે કહે છે. તે “વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે.”
આ જે અનુલઘુગુણની સ્વભાવપર્યાય વર્તમાન પ્રગટ થાય છે તે વાણી અને મનથી અગમ્ય છે, વાણીથી વર્ણનરૂપી કહી શકાય એવી નથી તથા મનથી પણ અગોચર છે; તથા અતિ સૂક્ષ્મ છે, કેવળજ્ઞાનગમ્ય છે.
તથા, “આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય છે. અહા! (મનથી કે વાણીથી) ખ્યાલમાં ન આવી શકે એવી હોવાથી આ પર્યાય અતિ સૂક્ષ્મ છે. પણ ભગવાન કેવળી પરમાત્માએ અને સિદ્ધાંતે તેને કહી છે માટે આગમપ્રમાણથી સ્વીકાર કરવાલાયક છે.
વળી, “તેમ જ છ હાનિ-વૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ, અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે, અને એવી રીતે (વૃદ્ધિની જેમ ) હાનિ પણ ઉતારાય છે.”
વૃદ્ધિની જેમ હાનિ પણ છ પ્રકારે છે. અહા ! આ પર્યાય પણ હેય છે, આશ્રયયોગ્ય નથી. શું કીધું? આત્મામાં તથા અન્ય બધાં દ્રવ્યમાં સાધારણ એવી જે પગુણ હાનિવૃદ્ધિવાળી શુદ્ધ અર્થપર્યાય છે તે આશ્રય કરવાલાયક નથી. અહા! અગુસ્લઘુગુણની પર્યાય (એનું રૂપ) આત્માના જ્ઞાન, દર્શન, આનંદાદિ બધા ગુણોમાં છે. અહા ! એવો જ કોઈ ભાવ ભગવાન સર્વજ્ઞદેવે જોયો છે. છતાં, તે પર્યાય પણ દષ્ટિમાં આદરણીય ને ઉપાદેય નથી, માત્ર જાણવાલાયક છે.'
હવે કહે છે-અશુદ્ધ પર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે.'
જુઓ, અહીં શુદ્ધ વ્યંજનપર્યાયની વાત લીધી નથી, પણ અશુદ્ધ વ્યંજનપર્યાયની વાત કહી છે. તો, આ મનુષ્યનો દેહ છે ને? અને તેના જેવો આત્માનો અંદર આકાર રહ્યો છે ને? અહા ! તેને (દગત આત્માના આકારને) અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. આ શરીર તો જડ છે. તે કાંઈ અશુદ્ધ વ્યંજનપર્યાય નથી, પણ અંદર આત્મા, શરીરના આકાર પ્રમાણે રહે છે તેને અહીં અશુદ્ધ વ્યંજનપર્યાય કહે છે. મતલબ કે આકારની પ્રગટ અવસ્થાને વ્યંજનપર્યાય કહે છે. તો, જે નરની, નારકની, દેવની કે પશુની (આકારની) પર્યાય થાય છે તે બધી અશુદ્ધ વ્યંજનપર્યાય છે; અને તે હેય છે અર્થાત્ જાણવાલાયક છે પણ આશ્રય કરવાયોગ્ય નથી. આવી વાત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com