________________
૨૨૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[નિયમસાર પ્રવચન
(હવે અવધિજ્ઞાન સાથે મેળવીને અવધિદર્શનની વ્યાખ્યા કરે છેઃ) તો, કહે છે− જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી...
પ્રશ્ન: જુઓ, કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય છે એમ કહે છે?
સમાધાનઃ અરે ભાઈ! આ કયા નયનું વચન છે એ તો વિચાર કર. હવે નયવિવક્ષા સમજ્યા વિના જો અર્થ કરીશ તો સત્યાર્થ નહિ સમજાય. ભાઈ! અહીંયા તો વ્યવહારનયનું વચન છે. અને વ્યવહારનયનું લક્ષણ કહ્યું નહીં? કે તે એકના કારણ-કાર્યને આરોપ આપી બીજાના કહે છે, એકના ભાવને આરોપ આપી બીજાનો કહે છે. તો બાપુ! એનો ૫૨માર્થ જેમ છે તેમ જાણવો જોઈએ.
,
અહા ! જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ( જીવ ) શુદ્ધપુદ્દગલપર્યંત (-પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ...'
અહા! ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી છે. તેની જ્ઞાનશક્તિનો વર્તમાન મર્યાદિત ઉઘાડ થતાં તે ઉઘાડરૂપ દશામાં અમુક હદ સુધીના મૂર્તદ્રવ્યો ઈન્દ્રિયોના અવલંબન વિના જ સીધાં જણાય તે અવધિજ્ઞાન છે. અહા! આવું ઉઘડેલું અવધિજ્ઞાન તે જ્ઞાનની પોતાની દશા છે, ને કર્મનો ક્ષયોપશમ તો તેમાં નિમિત્તમાત્ર છે. કર્મના ક્ષયોપશમથી જ્ઞાન થાય છે એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું વ્યવહારનું કથન છે, અને તેથી તે (નિમિત્ત ) તૈય છે, આશ્રયયોગ્ય નથી. તથા ક્ષયોપશમરૂપઉઘાડરૂપ પ્રગટેલું અવધિજ્ઞાન પણ પર્યાય (અંશ ) હોવાથી હૈય છે. હવે આવી વાત સાવ નવા માણસને તો ગળે ઉતરવી કઠણ છે; પણ ભાઈ ! આ સમજવામાં જ તારું હિત છે.
તો, ‘તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે.'
લ્યો, આ બધા બોલમાં આમ લીધું છે. ભાઈ, આ અવધિદર્શનાવરણીય કર્મ નિમિત્તમાત્ર છે હોં અહા ! એ જાતના ( અવધિદર્શનના ) ક્ષયોપશમરૂપે પોતાની પર્યાય જ્યારે થાય છે ત્યારે ત્યાં કર્મનો ક્ષયોપશમ એવો હોય છે બસ એટલું. અને તે ક્ષયોપશમરૂપ-ઉઘાડરૂપ પોતાની અવધિદર્શનની દશાથી જીવ સમસ્ત મૂર્ત વસ્તુને દેખે છે. છતાં એ અવધિજ્ઞાન ને અવધિદર્શન-કે જે એની એક સમયની પર્યાય છે તે–àય છે, આશ્રયયોગ્ય નથી, કેમકે એ પર્યાયના શરણે કે આશ્રયે નવી ધર્મપર્યાય પ્રગટી નથી. અહા! ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયે જ ધર્મપર્યાય પ્રગટે છે. લ્યો, આવી આ ચોખ્ખી વાત છે.
હવે, ‘ ( ઉ૫૨ પ્રમાણે ) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ ' અહા ! આ ઉપયોગ પણ જો કે છે તો પર્યાય, પરંતુ તેને મુખ્યપણે ગુણ ગણીને તેના જ્ઞાન-દર્શનરૂપ ભેદો પાડીને સમજાવ્યું છે. હવે પર્યાય નામ અવસ્થાનું સ્વરૂપ કહે છેઃ
‘પરિસમન્તાત્ મેવમેતિ શઘ્ધતીતિ પર્યાય: અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે.’
અહા! આત્મામાં ને જડમાં (જીવ-પુદગલ આદિ છએ દ્રવ્યમાં) પર્યાય હોય છે. પણ અહીં તો આત્માની વ્યાખ્યા છે ને? તેથી કહે છે-આત્માની અંદરમાં પર્યાય એટલે તેનો વર્તમાન અંશ. અર્થાત્ જે ભેદરૂપ થાય, ત્રિકાળમાંથી જે ભેદ પડે તે પર્યાય છે. તો, ત્રિકાળ અભેદ તે એકરૂપ વસ્તુ છે, અને એક સમયનો અંશ-ભેદ તે પર્યાય છે. આ પર્યાયના ભેદમાં કારણશુદ્ધપર્યાય પણ (ગાથા ૧૫માં ) નાખશે. પરંતુ અહીં (૧૪મી ગાથામાં) કારણશુદ્ધપર્યાયને એક ભેદ તરીકે ન લેતાં સામાન્ય વાત કરી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com