________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪]
રર૩ દેવ-ગુરુ-શાસ્ત્ર લ્યો તો પણ, એ શરણ નથી. ભારે વાત ભાઈ !
અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર તો હેય પણ તેના સંબંધે થતો પ્રશસ્ત રાગ પણ બંધનું જ કારણ હોવાથી હેય છે. અને તે સંબંધીનું પોતાનામાં થતું પોતાનું-પર્યાયનું જ્ઞાન પણ હોય છે. કેમકે તે આખી ચીજ નથી, ક્ષણિક અંશ છે. અહા! આવી ભારે વાતુ છે ભાઈ ! આમાં કોઈની અપેક્ષા લાગુ પડે એવું નથી અર્થાત્ કોઈની ભલામણ લાગુ પડે એવી આ ચીજ નથી.
તો કહે છે-“જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્તઅમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે...'
અહાહા..! જોયું? કહે છે-દ્રવ્યશ્રુતે કહેલા એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર દેવાધિદેવ તીર્થંકરદેવે ધર્મસભામાં મધ્વનિ દ્વારા કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને જીવ શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષ રીતે જાણે છે. અહા! જુઓ, આ શ્રુતજ્ઞાનનું સામર્થ્ય! અહા ! પ્રભુ! તારી પ્રભુતાનો અને મોટપનો કાંઈ પાર નથી. અનંતી પ્રભુતાનો ભગવાન! તું સ્વામી છો. તેમ છતાં અજ્ઞાની કહે છે–અમને કાંઈ ખબર ન પડે; જ્યારે અહીં કહે છે–સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ, ભગવાનની જે દ્વાદશાંગરૂપ વાણી નીકળી તેમાં કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને શ્રુતજ્ઞાનમાં પરોક્ષ રીતે જાણે છે. આમાં સ્વ ને પર બધા જ આવી ગયા કે નહિ? અહા! આવી એક સમયની શ્રુતજ્ઞાનની દશા–શાસ્ત્રજ્ઞાન નહીં હો, અંદર જ્ઞાનની પ્રગટ નિર્મળ દશાની વાત છે તે-અહીં કહે છે, હેય છે; કેમકે તે આખી ચીજ નથી, અંશમાત્ર છે. અહા ! આવી ગંભીર વાત છે.
હવે જ્ઞાનની સાથે દેખવાને (દર્શનને ) મેળવે છે:
. “તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે.”
અહા ! “અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવ દેખે છે”—એમ જે કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે હોં બાકી જીવ તો અચક્ષુદર્શનનો ઉઘાડ થવાથી દેખે છે. અહાહા.! આત્મા શુદ્ધ ચૈતન્યવહુ અંદર ત્રિકાળ દર્શનના સત્ત્વથી ભરેલું ત્રિકાળી તત્ત્વ છે. વસ્તુનું-સ્પર્શ, રસ આદિનું-જ્ઞાન થવા પહેલાં તેનો (શક્તિનો) વર્તમાન દેખવાનો અચક્ષુદર્શનનો ઉઘાડ જે પોતામાં છે તે વડે તે દેખે છે, અચક્ષુદર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો તેમાં નિમિત્તમાત્ર છે. અહા ! અહીંયાં (-જીવમાં) ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિયોથી (ઈન્દ્રિયો તો બાહ્ય નિમિત્ત માત્ર છે હોં) દેખવાની જે અચક્ષુદર્શનની પર્યાય થઈ છે તે ક્ષયોપશમરૂપ-ઉઘાડરૂપ અવસ્થા પણ જાણવાલાયક છે એમ કહે છે. કેમકે તે વર્તમાન અસ્તિ છે ને? એટલે જાણવાયોગ્ય છે. બાકી આત્માની શાન્તિ માટે તો એક ત્રિકાળી શુદ્ધ દ્રવ્યસ્વભાવ જ શરણયોગ્ય ઉપાદેય છે. સમજાણું કાંઈ...?
અહા! આત્મા તો દ્રવ્યરૂપથી બધા સરખા છે. આત્મામાં ક્યાં ફરે છે? પણ ફેર એણે માન્યો છે. અહા! એક પર્યાય જેટલો આત્માને માને એય મોટો ફેર માન્યો છે. અને ભાઈ, અહીં મોક્ષનો માર્ગ દર્શાવવો છે ને? તો, મોક્ષનો માર્ગ પર્યાયના આશ્રયે પ્રગટ થતો નથી એમ અહીં કહે છે. છતાં તેને (-પર્યાયને) જણાવે છે તો ખરા; અર્થાત્ વ્યવહારનયનો જેટલો વિષય છે તેટલો બધો જણાવે છે, જેમાં છે તેમ તેનું જ્ઞાન કરાવે છે. પણ તેનો આશ્રય છોડાવે છે. આવો ભગવાનનો મારગ છે ભાઈ ! આ કાંઈ વાદ-વિવાદ પાર પડે એવી ચીજ નથી. ( આમાં તો સમજણનું કામ છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com