________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
[ નિયમસાર પ્રવચન અહીં કહે છે–ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જીવ મૂર્ત વસ્તુને દેખે છે. તો, એવી જે ચક્ષુદર્શનના ઉપયોગની પર્યાય છે, અહા! આત્માની દશામાં સ્વતઃ સામાન્ય પ્રતિભાસરૂપ જે દેખવાનો ભાવ છે તે પણ હેય છે, અર્થાત્ તે ભાવ જાણવાલાયક છે, જાણેલો પ્રયોજનવાન છે, પણ આદરવાલાયક નથી. ગજબ વાતુ ભાઈ !
હવે કહે છે-“ જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્તઅમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે.”
લ્યો, ફરીને એવી વાત આવી છે. અહા! શ્રુતજ્ઞાનાવરણીય એક કર્મ છે, અને તેનો ક્ષયોપશમ હોતાં જીવ શ્રુત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે. અહા! આમ જે કહ્યું છે એય નિમિત્તથી કથન છે હોં. કેમકે પોતાના જ્ઞાનનો વિકાસ અહીં (-જીવમાં) જ્યારે થાય છે ત્યારે કર્મનો ક્ષયોપશમ ત્યાં (નિમિત્તપણે) હોય છે; માટે, એ શ્રુતજ્ઞાનનો ઉઘાડ કર્મથી થાય છે એમ જે કીધું છે એ નિમિત્તનું-વ્યવહારનું કથન છે. અને તેથી તે (કર્મ) હેય છે. તથા પોતાની પર્યાયમાં શ્રુતજ્ઞાનના ઉઘાડરૂપ-વિકાસરૂપ જે અવસ્થા થાય છે તે પણ ય છે, અર્થાત્ આદરણીય નથી, આશ્રયયોગ્ય નથી; કેમકે તે એક અંશ છે, વ્યવહાર આત્મારૂપ અંશ છે. જ્યારે નિશ્ચય આત્માનું ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય સ્વરૂપ છે તે જ એક આદરણીય ને ઉપાદેય છે. અહા! આવી વાતુ! સમજાય છે કાંઈ....? ' અરે ! હજી એ બહારમાં (વ્રતાદિ રાગની ને શરીરની ક્રિયામાં) અટવાયો છે ત્યાં અંદર કેમ જાય? એટલે તો એને આ બધા વાંધા છે; શું? કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય, અને કર્મના ક્ષયોપશમથી આત્માની જ્ઞાનદશા થાય છે. પણ એ વાંધા જવા દે બાપુ! કેમકે એ તો બધી પરાધીનતાની વાતો છે. (પરાધીનતાની કલ્પના જ તો સંસાર છે). અરેરે! ૮૪ના અવતારમાં નિમિત્તબુદ્ધિ, રાગબુદ્ધિ ને કાં અંદબુદ્ધિને કારણે એ અટકેલો છે, અને તેથી સિદ્ધસમાન નિજ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમહાપ્રભુને-શુદ્ધ ચિદાનંદઘન આત્મતત્વને-એણે ઉપાદેય કર્યો નહિ! અહા ! પરાશ્રયની બુદ્ધિની આડમાં એણે પોતાનો મહા ભગવાન દીઠો નહિ! ગજબ થયો ને!
પ્રશ્નઃ તમે પરથી લાભ થાય એમ નથી માનતા તો પછી આ મંદિરો વગેરેથી શું કામ છે? (એમ કે મંદિરો ને જિનબિંબની પ્રતિષ્ઠા શું કામ કરવામાં આવે છે?)
સમાધાન: ભાઈ ! એ (મંદિરાદિ) તો એના કારણે ત્યાં હોય છે, થાય છે. અને ધર્માત્માને શુભ ભાવ આવે ત્યારે ત્યાં લક્ષ જાય છે. આ બધું સહજ હોય છે હોં. અહા ! ધર્માત્માને મંદિરાદિ સંબંધી શુભ ભાવ આવે છે, પણ તેને તે હેય જાણે છેઅને તે બાહ્ય ચીજ પણ પરય તરીકે હેય છે. તથા તે વખતે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાય જે એમ જાણે છે કે મંદિરમાં આ ભગવાન બિરાજમાન છે તે સ્થાપના છે, તે એક સમયની શ્રુતજ્ઞાનની પર્યાય પણ છે”—એમ જાણવાલાયક છે, પણ આદરણીય નથી. ભારે વાત ભાઈ ! પણ માર્ગ તો આવો છે.
અરેરે! ૮૪ ના અવતારમાં પરાશ્રયે રઝળતા પ્રાણીઓ નિરાધાર છે, અશરણ છે. તેમાં તેમને જો કોઈ શરણ હોય તો તે આ એક અંદરમાં ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય ભગવાન દ્રવ્યસ્વભાવ છે. આ સિવાય બીજું કોઈ શરણ નથી. અરે! એક સમયની પોતાની અવસ્થા પણ જ્યાં શરણ નથી ત્યાં પુણ્ય-પાપના વિકારી ભાવ અને આ બધાં સ્ત્રી-પુત્રાદિ પર પદાર્થો કેમ શરણ હોય? અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com