________________
ગાથા-૧૪]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૧
પ્રશ્નઃ તો કર્મનો ક્ષયોપશમ થાય ત્યારે જીવ મૂર્ત વસ્તુને જાણે છે એમ જ ને?
સમાધાનઃ ભાઈ! એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. ખરેખર તો, એ જાતના જ્ઞાનના વિકાસની યોગ્યતાથી પોતામાં સ્વતઃ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ત્યાં નિમિત્ત હોય છે બસ. અહા! જીવને-ભગવાન ત્રિકાળીને કર્મનું ક્યાં આવરણ છે? એ તો પર્યાયમાં હિનાધિક વિકાસ થાય તેમાં કર્મ નિમિત્તમાત્ર છે. અહા ! પોતાને કારણે જ્યારે પર્યાય હિનાધિક વિકાસરૂપ થાય છે ત્યારે કર્મનો ક્ષયોપશમ નિમિત્તપણે હોય છે તો કર્મનો ક્ષયોપશમ થતાં જીવ મૂર્ત વસ્તુને જાણે છે એમ વ્યવહા૨થી કહેવાય છે. ભાઈ! વ્યવહારનયની આ કથનશૈલી છે. શું? કે-‘વ્યવહારનય એક-બીજાના કારણ-કાર્યને ભેળવીને કથન કરે છે, એકના ભાવને બીજાનો કહે છે. વળી એવી જ માન્યતા કરતાં મિથ્યાત્વ થાય છે.' ભાઈ! આ વાત રાખીને (સમજીને ) વાંચે-સ્વાધ્યાય કરે તો સત્યાર્થ સમજાય, અને સાચી ખબર પડે. સમજાણું કાંઈ...?
,
અહા ! કહે છે–‘ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી...' હવે આ વાત વાંચીને અજ્ઞાની કહે છે કે જડકર્મમાં ક્ષયોપશમ થાય ત્યારે જીવમાં મતિજ્ઞાનનો વિકાસ થાય. પણ એમ નથી બાપુ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, વ્યવહારનું જ્ઞાન કરાવ્યું છે. આ એક વાત; ને બીજી વાત એમ છે કે મતિજ્ઞાનનો ઉઘાડ પોતાની યોગ્યતાથી જ્યારે થાય છે ત્યારે એ મૂર્ત વસ્તુને જાણે છે. તો, એ મતિજ્ઞાનનો પર્યાય પણ વ્યવહારનયનો વિષય છે, ને તેથી તે તૈય છે.
જુઓ, મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જે કહ્યો તે માત્ર બાહ્ય નિમિત્તપણે છે માટે શેયપણે હૈય છે. અને અહીં જીવમાં ઉઘાડની જે યોગ્યતા સ્વતઃ થયેલી છે તે પણ હેય છે, કેમકે તે એક સમયની દશા-પર્યાય છે. ભાઈ! તારે હિત કરવું હોય ને સુખી થવું હોય તો અંત૨માં એક જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા છે તે જ ઉપાદેય છે. અહાહા...! જ્ઞાન-દર્શનના કારણ-ઉપયોગથી ભરેલો ત્રિકાળી ભગવાન એક જ્ઞાયકભાવ અંદ૨માં છે તે એક જ આદરણીય અને ઉપાદેય છે. આવું ભારે આકરું કામ ભાઈ ! (એમ કે વ્યવહારના પક્ષવાળાને ભારે આકરું લાગે છે).
તો, હવે કહે છે–‘તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને દેખે છે.’
જુઓ, આમ જ્ઞાનની સાથે અહીં મેળવ્યું છે હોં. અહા! જ્યારે જ્ઞાન વિશેષપણે (ભેદ પાડીને, ભિન્ન ભિન્ન ) જાણે છે ત્યારે તેની પહેલાં (તપૂર્વ) સામાન્યપણે (ભેદ પાડયા વિના) દેખવાની પર્યાય પણ હોય છે, અને તેમાં ચક્ષુદર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ નિમિત્ત હોય છે. અહા! જેમ મતિજ્ઞાન મૂર્ત વસ્તુને જાણે છે તેમ ચક્ષુદર્શનાવ૨ણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શનનો ઉપયોગ મૂર્તિક પદાર્થોને (તપૂર્વ ) સામાન્યપણે દેખે છે. આ બહારની આંખોથી દેખે તે ચક્ષુદર્શન એમ નહિ, પણ અંદર દર્શનગુણની પર્યાય સ્વતઃ ઉઘડે છે તે ચક્ષુદર્શન છે. સમજાણું કાંઈ... ?
અહા ! ‘ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી...'–એમ અહીં જે કહ્યું છે તે પણ નિમિત્તનુંવ્યવહારનું કથન છે; અને માટે તે (-કર્મ) નિમિત્ત તરીકે હૈય છે; અને અંદર પર્યાયમાં જે ઉઘાડરૂપ ચક્ષુદર્શનનો ઉપયોગ થાય છે તે પણ, જો કે તે છે તેની દશા તો પણ, એક સમયની દશા છે તેથી હૈય છે, અર્થાત્ આદરણીય નથી. મારગ બહુ ઝીણો છે ભાઈ ! અહા! અનંતકાળથી એણે પોતાની ૫૨માર્થ ચીજને કદી જાણી નથી, પકડી નથી, અનુભવી નથી, કે તેના પરિચયમાં આવ્યો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com