________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨)
[ નિયમસાર પ્રવચન જેટલો જ માનવો તે અજ્ઞાન છે.
અહા! શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઇત્યાદિ પરપદાર્થ તો પોતાના નથી, તેમ જ રાગ-દ્વેષ ને પુણ્ય-પાપના જે વિકલ્પ થાય છે તે પણ વિકાર હોવાથી પોતાના સ્વરૂપભૂત નથી. તથા એક સમયનો જે આ અશુદ્ધ ઉપયોગ છે તે પણ પોતાનું ત્રિકાળી, કાયમી સ્વરૂપ નથી. અત્યારે અશુદ્ધ ઉપયોગની વાત ચાલે છે ને? (એટલે તેની વાત કરી છે). તો, એ પણ એક સમયની દશા-અવસ્થા છે, અને તેથી તે પણ પોતાનું કાયમી સ્વરૂપ નથી; અર્થાત તે પોતાની આખી ચીજ નથી. કોઈને એમ થાય કે પોતાની આખી ચીજ શું છે? અહાહા..! અંદર પૂર્ણ જ્ઞાન-જ્ઞાતૃશક્તિ, પૂર્ણ દર્શન-દષ્ટાશક્તિ અને પૂર્ણ આનંદથી ભરપૂર ભરેલી ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા છે તે આખી ચીજ છે, અને તે જ પોતાની નિશ્ચય ચીજ છે. અહા! આ પૂર્ણ–આખી પોતાની ચિલ્ચમત્કાર ચીજ છે બસ તે એક જ ઉપાદેય છે; જ્યારે એક સમયની પર્યાય અંશમાત્ર હોવાથી ખરેખર પોતાનું મૂળ-આખું સ્વરૂપ નથી, અને તેથી તે ઉપાદેય નથી, હેય છે. અહા ! આવી ઝીણી વાત બાપુ !
અહા ! ક્યાં સુધી એને પહોંચવું છે? (એમ કે કેટલાથી ભેદજ્ઞાન કરવાનું છે?)
અરે ભાઈ ! હજી તો એ આ બહારનાં શરીર, પૈસા, બાગ-બંગલા, ઈજ્જત-આબરૂ વગેરે મારાં છે એમ માને છે. પણ બાપુ! એ મારાં છે એમ માનવું એ મહામિથ્યાત્વનું પાપ છે. અને રાગ-દ્વેષ ને પુણ્યપાપના જે ભાવ થાય છે તે મારાં છે, મને ભલા છે એમ માનવું એય ઘોર મિથ્યાત્વનું પાપ છે. અહીં વિશેષ એમ કહેવું છે કે અશુદ્ધ દર્શન ઉપયોગની જે પર્યાય થાય છે તેટલો હું છું એમ માનવું તે પણ મહામિથ્યાત્વનું પાપ છે. એ તો ભાઈ ! વ્યવહારનયનો વિષય છે, અને એ બધી પર્યાયો અંદર નિત્ય, ધ્રુવ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય લેતાં ધર્મીને હેય થઈ જાય છે. ભેદજ્ઞાનની આવી વાત!
તો, કહે છે-“આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.” અહા! શુદ્ધ પર્યાયના પછી (ગાથા ૧૫ માં) બે ભેદ કહેશે. અહીંયાં તો શુદ્ધ પર્યાયમાં અગુરુલઘુગુણની પર્યાય લીધી છે; જ્યારે અશુદ્ધ પર્યાયમાં નર-નારકાદિની વ્યંજનપર્યાય લીધી છે. અહા ! આ બધી પર્યાયો હેય છે, અર્થાત્ તે માત્ર જાણવાલાયક (જાણવાયોગ્ય) છે, પણ આદરવાલાયક નથી. અહા ! જો તારે હિત કરવું હોય તો પ્રભુ ! પૂર્ણ શુદ્ધ ચિત્સામાન્યસ્વરૂપ એવા કારણભગવાનનો એકનો જ આશ્રય કરવો જોઈશે. અહા ! તે એક જ ઉપાદેય છે. આવી વાત !
અહા ! પર્યાય જાણવાલાયક છે, માટે વ્યવહારનયનો વિષય શું છે તે અહીં જણાવે છે, પરંતુ તેને જણાવીને-દર્શાવીને તે હેય છે એમ પણ બતાવે છે. અહા ! બીજા શેયો તો પરશેય તરીકે હેય છે, ને પુણ્ય-પાપના વિકલ્પો પણ હેય છે. પરંતુ અહીં તો, જે તેની પર્યાય છે તે પણ હુંય છે, દષ્ટિમાંથી છોડવાલાયક છે એમ કહે છે. સમજાણું કાંઈ..?
હવે, અહીંયાં વ્યાખ્યા તો અશુદ્ધ દર્શનની કરવી છે, છતાં તેને (-દર્શનને) જ્ઞાનની સાથે મેળવીને-સરખાવીને વાત કરે છે:
“જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે....'
જુઓ, મતિજ્ઞાનાવરણીય એક કર્મ છે, જેડકર્મ છે હોં, અને તેનો ક્ષયોપશમ થતાં જીવ મૂર્ત વસ્તુને જાણે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com