________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૪]
૨૧૯ [શ્લોકાર્ચ- ] પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીણબુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ બને છે. ૨૪.
(મતિની) इति परगुणपर्यायेषु सत्सूत्तमानां हृदयसरसिजाते राजते कारणात्मा। सपदि समयसारं तं परं ब्रह्मरूपं
भज भजसि निजोत्थं भव्यशार्दूल स त्वम्।।२५।। [ શ્લોકાર્ચ- ] એ રીતે પર ગુણપર્યાયો હોવા છતાં, ઉત્તમ પુરુષોના હૃદયકમળમાં કારણ-આત્મા વિરાજે છે. પોતાથી ઉત્પન્ન એવા તે પરમબ્રહ્મરૂપ સમયસારને-કે જેને તું ભજી રહ્યો છે તેને-હે ભવ્યશાર્દૂલ (ભવ્યોત્તમ), તું શીધ્ર ભજ; તું તે છે. ૨૫.
(પૃથ્વી )
क्वचिल्लसति सद्गुणैः क्वचिदशुद्धरूपैर्गुणै: क्वचित्सहजपर्ययैः क्वचिदशुद्धपर्यायकैः। सनाथमपि जीवतत्त्वमनाथं समस्तैरिदं
नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा।। २६ ।। | [શ્લોકાર્ચ- ] જીવતત્વ કવચિત્ સગુણો સહિત *વિલસે છે-દેખાય છે કવચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે અને કવચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહિત છે એવા આ જીવતત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ૨૬.
ગાથા ૧૪: ટીકા ઉપરનું પ્રવચન: “આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.”
અહાહા..! શું કહે છે? કે આત્મામાં ચક્ષુ-અચક્ષુદર્શન આદિની જે પર્યાય થાય છે તે અશુદ્ધ છે. અહાહા....! ભગવાન આત્મા અને તેની દષ્ટા શક્તિ ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે, જ્યારે તેમાં ચક્ષુદર્શન આદિ જે પર્યાય થાય છે તે અશુદ્ધ છે; અને આત્માને એટલો જ માનવો તે અજ્ઞાન છે, અર્થાત્ એવી બુદ્ધિ અને માન્યતા હેય છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન: આત્માને એટલો જ માનવો એટલે શું? સમાઘાન આત્માને એટલો જ માનવો એટલે કે અંશ જેટલો-એક સમયની પર્યાયના અંશ * વિલસવું= દેખાવ દેવો; દેખાવું; ઝળકવું; આવિર્ભત થવું; પ્રગટ થવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com