________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
[નિયમસાર પ્રવચન
ગાથા - ૧૪ चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विभावदिट्ठि त्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो।।१४।।
ચક્ષુ, અચકું, અવધિ-ત્રણ દર્શન વિભાવિક છે કહ્યાં;
નિરપેક્ષ, સ્વપરાપેક્ષ-એ બે ભેદ છે પર્યાયના. ૧૪. અન્વયાર્થ- [વક્ષરવારવધય: ] ચક્ષુ, અચક્ષુ અને અવધિ [ તિ: પિ] એ ત્રણે [ વિમાવદEય: ] વિભાવદર્શન [તિ મળતા: ] કહેવામાં આવ્યાં છે. [પર્યાય: ફિવિકલ્પ:] પર્યાય દ્વિવિધ છેઃ [સ્વપરાપેક્ષ:] સ્વપરાપેક્ષ (સ્વ ને પરની અપેક્ષા યુક્ત) [૨] અને [નિરપેક્ષા:] નિરપેક્ષ.
ટીકા- આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.
જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને દિખે છે. જેમ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્ત-અમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, ઘાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શુદ્ધપુદગલપર્યત (-પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે.
(ઉપર પ્રમાણે) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છે: પરિ સત્તાત્ મેમેતિ છતીતિ પર્યાય: અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે.
તેમાં, સ્વભાવપર્યાય છે દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે, વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય તેમ જ છે હાનિ-વૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે અને એવી રીતે (વૃદ્ધિની જેમ) હાનિ પણ ઉતારાય છે.
અશુદ્ધપર્યાય નર-નારકાદિ વ્યંજનપર્યાય છે. [હવે ૧૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોકો કહે છેઃ ]
(માનિની ) अथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम्। भजति निशितबुद्धिर्यः पुमान् शुद्धदृष्टि:
स भवति परमश्रीकामिनीकामरूपः।।२४।। ૧ દેખવું = સામાન્યપણે અવલોકવું; સામાન્ય પ્રતિભાસ થવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com