________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૧૫
‘આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો. વિભાવદર્શનોપયોગ હવે પછીના સૂત્રમાં (૧૪મી ગાથામાં ) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.’
શ્લોક ૨૩: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
અહા ! કળશ બહુ ઊંચો અને બહુ સરસ છે હો.
કહે છે-‘દિશ...' દશ અર્થાત્ સમ્યગ્દર્શન. એટલે શું? અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર ત્રિકાળ ધ્રુવ પૂર્ણાનંદસ્વરૂપ છે. તેની અંતર-અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, અને તે ધર્મનો પહેલો અવયવ છે. અર્થાત્ ધર્મમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. અહા! અંદર વસ્તુ પોતે ભગવાનસ્વરૂપ (જ્ઞાનાનંદમય ) પૂરણ છે તેમાં એકાગ્ર થતાં રાગથી નિરપેક્ષ-રાગની અપેક્ષા વિના જ-નિર્વિકલ્પ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. તેને અહીં-વીતરાગ મારગમાં-દશ અર્થાત્ ધર્મની પહેલી ક્રિયા કહેવામાં આવે છે.
હવે, ‘જ્ઞપ્તિ...’ જ્ઞપ્તિ એટલે જાણવું તે, જ્ઞાન. અહાહા...! અંતરના નિજ ત્રિકાળી ભગવાનસ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં આત્માશ્રિત જે સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ, એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી; અને આ તમારાં વકીલાતનાં ભણતર કે ધંધાનાં જે બધાં જ્ઞાન છે તેય જ્ઞાન નથી, પણ એ તો અજ્ઞાન છે, ને બંધનું કારણ છે. અહા! ભગવાન કેવળીના મારગમાં જ્ઞાન તો એને કહીએ કે જે સ્વાશ્રિત હોય અને સ્વરૂપસન્મુખ થતાં અંતરમાંથી પ્રગટ થયું હોય. અહાહા...! અંદર શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આત્મસ્વરૂપમાં સહજ જ્ઞાનની જ્યોત નિરંતર ઝળહળે છે. તો તેમાં એકાગ્ર થતાં અંતરમાંથી જે જ્ઞાનનો કણ જાગે તેને જ્ઞાન-સમ્યજ્ઞાન કહે છે; અને તે મોક્ષમાર્ગનો એક અવયવ છે.
‘વૃત્તિ...’ વૃત્તિ અર્થાત્ પરિણતિ, ચારિત્ર. અહાહા...! અંદર ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં, આનંદમાં સ્વાદ સહિત સ્વસ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે. અને તેમાં-નિજાનંદસ્વરૂપમાં લીનતા-રમણતા થવી તેને ચારિત્ર કહે છે. ભારે વ્યાખ્યા ભાઈ! અહા! લોકો-અજ્ઞાનીઓ તો વસ્ત્ર છોડયાં ને નગ્ન દિગંબર થઈ કાંઈક પંચમહાવ્રત પાળ્યાં એટલે ચારિત્ર થઈ ગયું એમ માને છે; પણ તે ધૂળેય ચારિત્ર નથી સાંભળને! અંતરએકાગ્રતા ને અંતર-લીનતા વિના ચારિત્ર કેવું? માત્ર શરીરની અને રાગની ક્રિયામાં ચારિત્ર માને એ તો મિથ્યાભાવ છે.
અહાહા...! અતીન્દ્રિય આનંદનું ધામ ચિદાનંદધન પ્રભુ આત્મા છે. તેનાં શ્રદ્ધાન-જ્ઞાન અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થયા પછી તે સ્વરૂપમાં જ ચરવું-રમવું–ઠરવું-જમવું ને ત્યાં જ લીન-સ્થિર થઈ જવું તેને ત્રણ લોકના નાથ કેવળી ૫રમાત્મા ચારિત્ર કહે છે. અહા! સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે.
જુઓ, અહીં ભાષા એમ લીધી છે કે-‘દશિ-જ્ઞપ્તિ-વૃત્તિસ્વરૂપ ( દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમતું )..' એટલે શું? કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન સમ્યક્ચારિત્રની નિર્વિકારી નિર્દોષદશારૂપે થતું...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com