________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
| નિયમસાર પ્રવચન
આ સાચું સુખ છે. આ પર્યાયની વાત છે હીં, અહા! અંતરમાં તો આનંદકંદ પ્રભુ ધ્રુવ આત્મા છે તે અતીન્દ્રિય આનંદના સ્વભાવનો સાગર છે. તો, તેમાં એકાગ્ર થતાં, પર્યાયમાં અનંત આનંદ પૂર્ણ પ્રગટે છે. અહા! આવી વાત!
પ્રશ્નઃ કેવો છે તે આનંદ?
સમાધાન: અહા ! એ પરમ વીતરાગ સુખામૃતનો દરિયો છે. ભાઈ, ભગવાન અરિહંતની આવી પરમાનંદમય કોઈ અલૌકિક દશા છે.
પ્રશ્ન: તે અરિહંત કેમ કરીને થયા? સમાધાન: પોતાના પૂર્ણ વીતરાગવિજ્ઞાનસ્વભાવના આશ્રયે પ્રગટ થયા છે. વળી, કહે છે- જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે,....'
અહાહા...! અંદર જે ત્રિકાળી શુદ્ધ ચારિત્ર છે તેનો આશ્રય લેતાં ભગવાન કેવળીને કાર્યશુદ્ધચારિત્ર પ્રગટયું છે એમ કહે છે. અહા ! તેને-આત્મામાં જે પૂર્ણ રમણતા પ્રગટી છે તેને-ચારિત્ર કહે છે. બાકી આ ક્રિયાકાંડને-શરીરની ક્રિયાને કે પંચમહાવ્રતના વિકલ્પને-ચારિત્ર કહેતા નથી અહાહા! અંતર નિજાનંદસ્વરૂપમાં રમણતાં કરવી, તેમાં લીનતા કરવી, તેમાં ચરવું, તેમાં ઠરવું ને તેનું વેદન કરવું એનું નામ ભગવાને ચારિત્ર કહ્યું છે. તે ચારિત્રની પૂર્ણતા તે યથાખ્યાત કાર્યશુદ્ધચારિત્ર છે.
વળી, “જે સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્દભૂતવ્યવહારનયાત્મક છે....'
લ્યો, આ જરી ઝીણું આવ્યું. કહે છે ભગવાનને પર્યાયમાં જે કેવળજ્ઞાન થયું તે સાદિ (નવું) છે, પણ હવે તે અનંત છે, અર્થાતુ હવે તેનો અંત આવશે નહિ, પણ અનંતકાળ રહેશે. અહા ! ત્રિકાળી દ્રવ્યત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા અનાદિ-અનંત છે, જ્યારે તેના આશ્રયે જે કેવળજ્ઞાનની દશા નવી પ્રગટ થઈ છે તે સાદિ-અનંત છે. અહા ! કેવળજ્ઞાન નવું થયું છે માટે તે સાદિ છે, અને હવે તે અનંતકાળ રહેવાનું છે માટે અનંત છે.
વળી કહે છે-આ કેવળજ્ઞાન શુદ્ધસદ્દભૂતવ્યવહારનયસ્વરૂપ છે. અહા ! ક્ષાયિક જ્ઞાન પણ એક સમયની પર્યાય છે ને? તો તે વ્યવહારનયસ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ આત્મવસ્તુ નિશ્ચયનયસ્વરૂપ છે. જ્યારે આ કેવળજ્ઞાનની પ્રગટ દશા વ્યવહારનયસ્વરૂપ છે. વળી તે એનામાં છે માટે સદભૂત છે, અને તે (કેવળજ્ઞાન) પૂર્ણ શુદ્ધ છે માટે શુદ્ધ છે. આ રીતે તે શુદ્ધ ભૂતવ્યવહારનયસ્વરૂપ છે. વળી કેવળજ્ઞાન અમૂર્ત ને અતીન્દ્રિય છે. તેથી કેવળજ્ઞાન અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધસદભૂતવ્યવહારનયસ્વરૂપ છે. આવું ઝીણું સમજવું પડશે હોં.
હવે કહે છે-“અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે...' અહાહા ! જેમણે અંતરના ઉકેલ કરીને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે તે ભગવાન તીર્થંકરદેવ ત્રણ લોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે.
અહા! “એવા તીર્થંકર પરમદેવને-કેવળજ્ઞાનની માફક આ (કાર્યદષ્ટિ) પણ યુગપ૬ લોકાલોકમાં વ્યાપનારી છે.'
અહા! જેમ કેવળજ્ઞાન લોકાલોકમાં યુગપદ્ વ્યાપે છે તેમ કેવળજ્ઞાનની સાથે કાર્યદષ્ટિ અર્થાત્ કેવળદર્શન પણ લોકાલોકમાં યુગપદ્ વ્યાપે છે. અહા ! આવું કેવળદર્શન છે એમ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com