________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૧૩
આદિ સ્વભાવથી ભરપૂર ભરેલો જ છે. હવે એમાં અંતર્મુખ-અંતર એકાગ્ર થઈને જ્યારે જીવ લવલીન થાય છે ત્યારે તેને સમકિત પ્રગટે છે, વીતરાગતા પ્રગટે છે, કેવળદર્શન ને કેવળજ્ઞાન પ્રગટે છે, તથા સાથે અનંત વીર્ય પ્રગટે છે. આ બધાં ક્ષાયિકભાવે પ્રગટે છે. કેમકે તે ક્ષાયિક પર્યાય છે. તો કહે છે– આ ક્ષાયિક જીવને...' અહા ! કારણસ્વભાવનો આશ્રય લઈને જેણે ક્ષાયિકભાવ પ્રગટ કર્યો છે એવા ક્ષાયિક જીવને... અહા ! સામે શાસ્ત્ર છે ને? આ અંદર શબ્દો છે તેનો અર્થ થાય છે. (એમ કે ધ્યાન દઈને અર્થ સમજવો )
પ્રશ્ન: ‘ ક્ષાયિક જીવને ’ એટલે શું?
સમાધાનઃ આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ ત્રિકાળ પ૨મ પારિણામિકભાવસ્વરૂપ જ છે અને તેને આશ્રયે આ જે કેવળજ્ઞાનાદિ નવી પર્યાય પ્રગટ થઈ છે તે ક્ષાયિકભાવરૂપ છે. કર્મનો (દ્રવ્યકર્મ ને ભાવકર્મનો ) અત્યંત ક્ષય થઈને તે ઉત્પન્ન થઈ છે ને? તો તેને ક્ષાયિકભાવ કહે છે. અહા! જેને આ કેવળદર્શન-કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવની નવી પર્યાય પ્રગટ થઈ છે તેને અહીં ‘ક્ષાયિક જીવ' કહ્યો છે. અને તેની આ વાત ચાલે છે.
અહાહા...! અંદર શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવસ્વરૂપે બિરાજે છે. તો તેને ધ્યેય બનાવીને જીવ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, અને તત્કાળ જ તેને સમ્યજ્ઞાન થાય છે. પછી ધ્યાનની-એકાગ્રતાની વિશેષતા (શુક્લધ્યાન) થઈને તેને પૂર્ણ ચારિત્રની તેમ જ પૂર્ણ જ્ઞાન
દર્શન અને વીર્યની દશા પ્રગટ થાય છે. અહા! ત્યાં જે કેવળદર્શન-કેવળજ્ઞાનાદિ દશા પ્રગટ થઈ તે ક્ષાયિકભાવ છે, કેમકે તે દ્રવ્ય-ભાવ ઘાતિકર્મોનો ક્ષય થઈને પ્રગટ થઈ છે, ને હવે તે પ્રગટ થઈ છે તે કદીય જાશે (નષ્ટ થાશે ) નહિ. અહા ! આવો ક્ષાયિકભાવ જેને પ્રગટ થયો છે તે ‘ક્ષાયિક જીવ’ છે.
તો, કહે છે– આ ક્ષાયિક જીવને-જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે,... '
અહાહા...! લીંડીપીપરમાં ૬૪ પહોરી તીખાશ શક્તિરૂપ હતી તો તેને ઘૂંટતાં તેમાંથી ૬૪ પહોરી તીખાશ પ્રગટ થઈ છે; તેમ ભગવાન આત્માની જ્ઞાનશક્તિમાંથી, અંદર જ્ઞાનનો પૂર્ણ સ્વભાવ છે તેમાંથી, તેનો આશ્રય લેતાં વર્તમાન દશામાં કાર્યજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવું છે તે કેવળજ્ઞાન? સકળવિમળ અર્થાત્ સર્વથા નિર્મળ, અને તેણે ત્રણ ભુવનને જાણ્યાં છે.
જુઓ ભાઈ ! ઓલા વ્યવહારથી અર્થાત્ દયા, દાન, વ્રતાદિથી આ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય છે એમ છે નહિ, એની અહીં ના પાડે છે. હા, વચ્ચે (સાધકદશામાં) એ વિકલ્પ આવે છે, પણ એ તો બંધનું કારણ છે. તેથી એને ઓળંગી જઈને (દૂર કરીને ) આ કાર્યજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે અને તે અંદરમાં ત્રિકાળી કારણજ્ઞાનસ્વભાવને આશ્રયે પ્રગટ થાય છે; રાગના કે પરના આશ્રયે થતું નથી. આવી વાતુ ભાઈ !
વળી કહે છે–‘નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે,... '
અહા ! શું કીધું? કે અંતરના આશ્રયે કારણજ્ઞાનમાંથી જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું ત્યારે, તેને કારણરૂપ ત્રિકાળી આનંદસ્વભાવ પણ હતો. અને તેથી ભગવાનને કેવળજ્ઞાનની સાથે અનંત સુખ પણ ઉત્પન્ન થયું છે. અહાહા...! ભગવાનને અંતરમાંથી ૫૨મ સુખામૃતનો સમુદ્ર ઉલસ્યો છે. લ્યો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com