________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
[નિયમસાર પ્રવચન ઝીણી–સૂક્ષ્મ રજ છે. તો, એ (–આત્મા) પોતાના અંતર સ્વભાવમાં એકાગ્ર થઈ અર્થાત્ નિજ જ્ઞાનાનંદસ્વભાવસ્વરૂપમાં અંતર એકાગ્ર થઈ જ્યારે કેવળદર્શન, કેવળજ્ઞાનરૂપી કાર્ય પ્રગટ કરે છે ત્યારે એની મેળાયે જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આદિ ઘાતકર્મ ક્ષય પામે છે. અહા ! જેમ પ્રકાશ થતાં અંધારું નાશ પામે છે તેમ સ્વભાવમાં એકાગ્રતા-લીનતા વડે કેવળજ્ઞાનાદિ પ્રગટ થયે સર્વ ઘાતકર્મો નાશ પામે છે.
અહા! ભાઈ, એનું (–આત્માનું) કાર્ય તો કેવળદર્શન, કેવળજ્ઞાન, ક્ષાયિક સમતિ આદિ છે; લ્યો, એ એનું કાર્ય છે. પણ જડનાં કાર્ય કરવાં ને રાગાદિ વિકલ્પ કરવા એ કાંઈ એનું કાર્ય નથી. સમજાણું કાંઈ...?
પ્રશ્ન: ત્યારે એ કોનું કાર્ય છે? શું નોકરનું કાર્ય છે?
સમાધાન: એ કોઈ નોકરનુંય કાર્ય નથી. એ તો જડનું કાર્ય બાપુ! એ તો જડનું-પરમાણુનું કાર્ય છે. જુઓ, આ હાથ છે એ જડ પરમાણુનો પિંડ છે. તો, આ હાથ જે આમ હુલે છે તે કોનું કાર્ય છે? એ જડ પરમાણુઓનું કાર્ય બાપા! જડ હાલે છે એ કાંઈ આત્માનું કાર્ય નથી; કારણ કે આત્મા તો ચેતન અરૂપી ભિન્ન ચીજ છે. આત્મા તો એને (હાથને ) અડતો સુદ્ધા નથી.
પ્રશ્ન: પણ હુલાવો ત્યારે જ એ હાલે છે ને?
સમાધાન: ભાઈ, એને કોણ હલાવે ? શું આત્મા હુલાવે? આત્મો તો એને અડય નહિ, તો પછી કેમ (કેવી રીતે) હુલાવે? ભારે વાત ભાઈ ! આ વાણી નીકળે છે ને? તે પણ જડની અવસ્થા છે, જડનું કાર્ય છે, આત્માનું નહિ; કેમકે આત્મામાં વાણી નથી કે જેથી આત્મા વાણીને કરે? અહા ! જગતને ભારે આકરી લાગે એવી વાત છે, પણ આ સત્ય વાત છે, વસ્તુસ્થિતિ છે.
અહીં કહે છે-આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો આશ્રય લઈને તેમાં એકાગ્ર-લીન થાય છે ત્યારે કેવળદર્શન પ્રગટ થાય છે, ને તેને કાર્યદર્શન કહે છે, ને ત્યારે (તે જ ક્ષણે) દર્શનાવરણીયનો નાશ થાય છે.
તેવી રીતે ત્રિકાળી નિત્ય જ્ઞાનસ્વભાવી ધુવધામનો આશ્રય લઈને જ્યારે આત્મા કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનાવરણીયનો નાશ થાય છે.
તેવી રીતે જ્યારે તે (–આત્મા) અંદરના ત્રિકાળી ચારિત્ર-વીતરાગસ્વભાવી આત્માનો આશ્રય લઈને પર્યાયમાં પૂર્ણ વીતરાગતા પ્રગટ કરે છે ત્યારે મોહકર્મનો ક્ષય થાય છે; અને
અંતર આત્મામાં જે સ્વભાવરૂપે અનંત વીર્ય-બળ પડ્યું છે તેનો આશ્રય લઈને જ્યારે તે કાર્યરૂપે અનંત વીર્ય પ્રગટ કરે છે ત્યારે અંતરાયકર્મનો નાશ થઈ જાય છે.
અહા! અહીં જે આ ચાર કર્મો લીધાં છે તે ઘાતિકર્મો છે. બાકીનાં વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ અઘાતિકર્મો કહેવાય છે. તો, તે જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોનો ક્ષય થઈને કાર્યદર્શન પ્રગટ થાય છે એમ અહીં કહે છે. હવે આ સમજવું જ જ્યાં આકરું-કઠણ લાગે ત્યાં કાર્ય પ્રગટ કરવાનું તો ક્યાંય દૂર રહી ગયું. બાપુ! આ વીતરાગના મારગડા જુદા છે પ્રભુ! અનંતકાળમાં એને પ્રગટ થયો નથી એવો અપૂર્વ મારગ તો જુદી જાતનો જ હોય ને?
જુઓ, હવે કહે છે-“આ ક્ષાયિક જીવને...” અહા ! અંદર વસ્તુપણે ભગવાન આત્મા તો પૂર્ણ જ્ઞાન, દર્શન, આનંદ, શાન્તિ, વીતરાગતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com