________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
૨૧૧ ત્રણ કાળ-ત્રણ લોકમાં બનવું સંભવિત નથી. અજ્ઞાનીઓ એવું માને-મનાવે એ જુદી વાત છે, પણ વીતરાગનો મારગ એવો નથી. વીતરાગનો મારગ તો નિર્વિકલ્પ છે, વીતરાગતારૂપ છે. અહા ! એ તો પરથી ને રાગથી ઉત્સાહનો ભંગ કરીને સ્વમાં ઉત્સાહ કરવાનો (વીર્ય જોડવાનો) મારગ છે. લ્યો, આવી વાતુ અલૌકિક !
હવે બીજી કાર્યદષ્ટિની વાતઃ પ્રશ્નઃ કાર્યદષ્ટિ એટલે શું?
સમાધાનઃ અહા! અંદર જે ત્રિકાળી દર્શનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધામય ધ્રુવ એક ચૈતન્યસામાન્યસ્વરૂપ છે તેનો આશ્રય કરતાં વર્તમાન દશામાં ક્ષાયિક શ્રદ્ધા ને કેવળદર્શન પ્રગટ થાય છે, અને તે કેવળદર્શન અને ક્ષાયિક શ્રદ્ધાને અહીં કાર્યદષ્ટિ કહેવામાં આવે છે. અહા ! આ લીંડીપીપર હોય છે ને? તો, તે બહારમાં કાળી ને કદમાં નાની હોય છે. છતાં, શક્તિમાં તો તે ચોસઠ પહોરી તીખાશ રાખીને પડી છે. ભાઈ, આ જ ૬૪ પહોરી તીખાશ ઘૂંટવાથી પ્રગટ થાય છે તે ક્યાંથી આવે છે? શું તે બહારથી આવે છે? ના, અહા ! એ તો લીંડીપીપરમાં જ–એટલામાં જ–પૂર્ણ-પૂરી ૬૪ પહોરી તીખાશ ને લીલો રંગ ભર્યા છે; અને તેથી, તે અંદરમાં છે તો તેમાંથી બહાર આવે છે. જેમ જેમ ઘૂંટે તેમ એક-બે પહોરી એમ ક્રમશ: તીખાશ બહાર આવે છે, ને પૂર્ણ ઘૂંટતાં પૂર્ણ ૬૪ પહોરી તીખાશ બહાર આવે છે. તેમ ભગવાન આત્મા બહારમાં પુણ્ય-પાપના ભાવ જેવો કાળો (કલુષિત, મલિન) દેખાય છે, ને કદમાં શરીર પ્રમાણ નાનો દેખાય છે. પરંતુ તેના અંતરના સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શ્રદ્ધા, અનંત પવિત્રતા, સ્વચ્છતા ઇત્યાદિનું સત્ત્વ પડયું છે. અર્થાત તેના અંતર તળિયામાં અનંતા સ્વભાવની અક્ષય લક્ષ્મી પડી છે. તેમાં એકાગ્ર થવાથી, અહાહા.! જે ચીજ અંદરમાં પૂર્ણ ધ્રુવ ચિદાનંદમય છે તેમાં દષ્ટિ લગાવવાથી (ક્ષાયિક ) સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે અને તેને કાર્યદષ્ટિ કહે છે. વળી, એમાંથી જે પૂર્ણ દર્શનનો ઉપયોગ અર્થાત્ કેવળદર્શનનો ઉપયોગ પ્રગટ થાય છે તેને કાર્યદર્શન ઉપયોગ કહે છે.
કોઈને થાય કે આ તે કેવી વાત? પણ ભાઈ, મૂળ વાત એ છે કે જગતને મૂળ તત્ત્વની વાત કોઈ દિ' મળી જ નથી. જૈનમાં (જૈન સંપ્રદાયમાં) પણ અત્યારે મૂળ વાતને કોરાણે રાખીને બીજી વાત જ પીરસાતી રહી છે, અને તેથી મૂળ વાત જ એના લક્ષમાં આવી નથી. પરંતુ ભાઈ, પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્મા સમોસરણમાં ઇન્દ્રોની સમક્ષ આ વાત કહેતા હતા, અને અત્યારે પણ મહાવિદેહમાં સીમંધરાદિ પરમાત્મા આ જ વાત કહે છે.
તો કહે છે-“બીજી કાર્યદષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોનો ક્ષયથી ઉત્પન્ન થાય છે.”
જુઓ, કાર્યદષ્ટિ કહો, પરમ અવગાઢ સમકિત કહો કે કાર્યદર્શન ઉપયોગ કહો એ બધું એક જ છે, અને તે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, મોહનીય ને અંતરાય-એ ઘાતિકર્મોનો ક્ષય થતાં ઉત્પન્ન થાય છે.
અહા! જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર-એમ આઠ કર્મ છે. તેમાં પહેલાં ચાર ઘાતિકર્મ છે, ને બાકીનાં અઘાતિ છે. એ બધાં કર્મ જડ છે. ઝીણી રજકણ છે. જેમ આ શરીરનાં રજકણ જાડાં-સ્થૂળ છે, તેમ જ્ઞાનાવરણીય આદિ કર્મ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com