________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
[નિયમસાર પ્રવચન
ચૈતન્યસામાન્યસ્વરૂપ તેની, અર્થાત્ એક સમયની પર્યાય નામ વિશેષ સિવાયનો જે આનંદનો કંદ ધ્રુવધામ પ્રભુ આત્મા છે તેની સ્વરૂપશ્રદ્ધામાત્ર છે. અહા પર્યાય છે તે વિશેષ છે. તો, તે સિવાયનો ત્રિકાળ સામાન્ય એવો જે ભગવાન આત્મા છે તે શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર કારણષ્ટિ છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમાત્રસ્વરૂપમાં જે શક્તિરૂપ શ્રદ્ધા પડી છે તેને કારણદષ્ટિ કહે છે, કે જેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનરૂપી કાર્ય નવીન પ્રગટ થાય છે. અહા! આવી વાતું! સમજાણું sis...?
અહા ! અજ્ઞાનીઓએ તો બધા ઉકરડા જ ઉથામ્યા છે! જેમ મોટા શીંગડાવાળા ને બળવાળા બળદ હોય તે ઉકરડામાં માથાં મારી ઉકરડા ઊંચા કરે-ઉથામે છે, અને તે વડે અમે બહુ બળ કર્યું, મોટું કામ કર્યું એમ માને છે, તેમ...
પણ આવો દાખલો ?
હા, આવો દાખલો લાગુ પડે છે. તો, તેમ બળદ-આખલા જેવા આ અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ કરીને (ઉકરડો ઉથામીને) માને છે કે જાણે હું જગતનું મોટું કામ કરું છું, જગતમાં ઘણું-બધું અવળું–સવળું કરી દઉં છું. હવે એ બધા બળદ-આખલા જેવા છે હોઁ. ભાઈ, એ તો સમયસારની ચોથી ગાથામાં આવી ગયું છે કે અનાદિથી મોહવશ તૃષ્ણાથી ઘેરાયેલા અજ્ઞાની જીવો બળદની પેઠે, ધોંસરું જેમ બળદની માથે પડે તેમ, માથે મોટો બોજ ઉપાડે છે. અહા! અજ્ઞાની ૫૨નું કાંઈ કરી શકે છે એમ નહીં, પણ હું પરનાં કામ કરું છું એમ માની રાગ-દ્વેષ, પુણ્ય-પાપ ને સંકલ્પ-વિકલ્પમાં તે જોડાય છે. આમ બળદની જેમ અજ્ઞાનીઓ મોટો ભાર વહે છે એમ અહીં કહેવું છે. સમજાય છે sis...?
અહા ! બળદને ટેવ હોય છે કે જ્યાં કણબી ગાડાનું ધોંસરું ઊભું કરે કે તરત જ તે પોતાની મેળે જ અંદર માથું નાખે. જો કે શરૂ શરૂમાં માથું નાખતા વાર લગાડે એટલે કણબીને દોરડું ખેંચવું પડે, પણ પછી તો જ્યાં ધોંસરું ઊભું કર્યું નથી કે તરત જ પોતાની મેળે જ માથું નાખે છે. તેમ અજ્ઞાનીને શરૂશરૂમાં નાનો બાળક હોય ત્યારે વેપારાદિકમાં ખેંચવો પડે, પણ પછીથી મોટો થાય (મહાવરો થઈ જાય ) એટલે પોતાની મેળે જ ધોંસરે જોતરાઈ જાય છે. તે માનવા લાગે કે હવે મારા વિના આ બધાં વેપારનાં કામ ચાલશે નહિ.
પ્રશ્ન: પણ આ તો પૈસાદારની વાત છે ને?
સમાધાન: અરે ભાઈ! ગરીબને માટે પણ આ જ વાત છે. આ તો બધા જ અજ્ઞાનીઓ આવા છે એમ વાત છે. મોહવશ ગરીબ પણ તૃષ્ણા વડે પીડાતો હોય છે. અને ખરેખર તો બધા ગરીબભીખારા જ છે ને ? તૃષ્ણાથી પીડાતા બધા જ ‘વાળા:’ રાંકા ને ભીખારા છે; ધનવાન કોણ છે?
અહીં કહે છે-ભગવાન! તારા વર્તમાન સમ્યગ્દર્શનરૂપ કાર્યનું કારણ અંદર તારી વસ્તુમાં જ ત્રિકાળ પડેલું છે. અહા ! વસ્તુસ્થિત સ્વરૂપશ્રદ્ધાની જ્યાં અંતર્દષ્ટિ કરે કે તરત જ વર્તમાન સમ્યગ્દર્શનરૂપી કાર્ય પ્રગટ થાય છે. અહા! કારણમાં એકાગ્ર થતાં જ કાર્ય પ્રગટ થાય છે, અને માટે તેને (ત્રિકાળ સ્વરૂપશ્રદ્ધાને ) કારણદષ્ટિ કહેવામાં આવે છે. ભાઈ, અંદર કારણ ત્રિકાળ છે તેમાંથી કાર્ય આવે છે, પણ કોઈ દયા, દાન, વ્રતાદિના વિકલ્પોથી સમ્યગ્દર્શનરૂપ ધર્મ થવાનું ચાહે તો એ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com