________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૩]
સમાધાનઃ અરે! પૈસામાં ક્યાં ધૂળમાં સુખ છે? તેમાં સુખ માનનારા તો પાગલ છે.
પ્રશ્નઃ પણ લોકો તો તેમને સુખી કહે છે?
૨૦૯
સમાધાનઃ એ તો પાગલ લોકો તેમને સુખી કહે છે. લોકો તો બધા ગાંડા-પાગલ જ છે. ભાઈ, અહીં તો અમારી પાસે આ વાત છે. અહા ! વીતરાગ પરમેશ્વર ત્રણ લોકના નાથ તીર્થંકરદેવ એમ કહે છે કે જે કોઈ પરવસ્તુના અભિલાષી છે તે મોટા માગણ-ભિખારા છે. ભાવનગરના દરબારને એક વા૨ કહ્યું હતું કે-દરબાર! વરસે-દહાડે દસ-પંદર હજાર માગે તે નાનો માગણ છે, ને પાંચ-પચીસ લાખ માગે તે મોટો માગણ છે. થોડું માગે તે નાનો માગણ, ને ઝાઝું માગે તે મોટો માગણ. પણ જે કાંઈ ન માગે તે બાદશાહ છે. અહા ! અમે તો અંદર આનંદસ્વરૂપ આત્મા બાદશાહ છીએ; કેમકે અમને કાંઈ જોઈએ નહિ, રાગેય જોઈએ નહિ, ને પુણ્ય પણ જોઈએ નહિ. હા, એવા પુણ્યના ભાવ થાય ખરા, પણ અમારે તે જોઈતા નથી; કારણ કે અમે તો નિત્યાનંદસ્વરૂપ આનંદનું ધામ એવા આત્મા છીએ. અહા! અંતરમાં આવી ષ્ટિ જેને ખીલી છે તે મોટો બાદશાહ છે. આ સિવાય લોકો બધા ભિખારા જ છે. સમજાણું
sies...?
પ્રશ્નઃ મહેલમાં રહે તે બાદશાહ ને ઝુંપડામાં રહે તે ગરીબ-શું એમ નથી ?
સમાધાનઃ બિલકુલ એમ નથી. એ તો કાલે થોડું કહ્યું નહોતું? કે કદાચિત કોઈ ઝુંપડામાં રહેતો હોય, રોટલા પણ માંડ-માંડ મળતા હોય, પરંતુ અંદરમાં જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ ભાન સહિત સમ્યગ્દર્શન થયું હોય તો તે બાદશાહ છે. એ તો પુણ્ય ઓછાં હોય તો બહારમાં સંજોગ ઓછા હોય, પણ એથી શું? અંદર સ્વ-પરનો વિવેક જેને વર્તે છે તે આનંદમાં છે, ને તે બાદશાહ છે, સુખી છે. જ્યારે અજ્ઞાની કોઈ મહેલમાં પડયો હોય તો પણ આત્માના ભાન વિના તે મોટો ભિખારી છે, દુ:ખી છે. અહા ! તે બધા ‘વરાળા: છે. શાસ્ત્રમાં (સમયસાર કલશ ૨૦૨માં) તેમને ‘વરાળા: ' કહ્યા છે. વરાકા એટલે રાંકાબિચારા તેઓ છે; કેમકે તેમને અંદરની રિદ્ધિની-ચૈતન્યસંપદાની ખબર નથી; અને બહારની લક્ષ્મીમાં તેઓ મોહિત-મૂર્છિત થઈને પડયા છે. વર્તમાનમાં પણ મોહવશ તેઓ દુ:ખી છે, તથા ભવિષ્યમાં પણ તેઓ દુ:ખમાં જ જશે. સમજાણું કાંઈ..?
તો, શ્રેણીક રાજા અત્યારે ૮૪ હજાર વર્ષની સ્થિતિએ પહેલી નરકમાં છે, અને ત્યાંથી નીકળીને ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીના મહાપદ્મનાથ નામના પહેલા તીર્થંકર, અહાહા...! ત્રણ લોકના નાથ થવાના છે. ભાઈ, એ બધો સમ્યગ્દર્શનનો પ્રતાપ અને મહિમા છે. અહા! તેમને હજી વ્રત કે ચારિત્ર નહોતાં, પણ અંદર વસ્તુનું-નિજ જ્ઞાનાનંદસ્વરૂપનું-ભાન કર્યું હતું, અનુભવ કર્યો હતો. તેથી તેના પ્રતાપે તેમનો ત્રણ લોકના નાથ તીર્થંકરપણે અવતાર થશે જ્યારે આત્મભાન વિના અજ્ઞાનીઓએ અનંતવાર વ્રત ને તપ કર્યાં છે, છતાં તેમનો એક પણ ભવ ઘટયો નથી, ઉલટાનું ભવની વૃદ્ધિ થઈ છે.
અહીં કહે છે–‘ કારણષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ છે.' હવે આમાં પોતાની મેળે વાંચી જાય તો કાંઈ સૂઝે એવું નથી હોં. અહાહા...! કારણદષ્ટિ તો....
એટલે શું?
કે અંદર જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ત્રિકાળ દર્શનસ્વરૂપ ને ત્રિકાળ શ્રદ્ધાસ્વરૂપ સ્વભાવ તેને કારણદર્દષ્ટ કહે છે. અને તે કારણષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની અહાહા...! જે ત્રિકાળ શુદ્ધ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com